ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: અધિકારી તરીકેની ઓળખ આપી આચતો હતો છેતરપિંડી, મોંઘીદાટ હોટલોમાં રોકાતો પરંતુ...

ભરત છાબડાને હરિયાણાના કરનાલમાંથી ઝડપી પાડ્યો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કુલ ત્રણ ફરિયાદ દાખલ થઈ હતી અધિકારી તરીકેની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી કરતો Ahmedabad: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે કે, જે પીએમઓનો અધિકારી બનીને...
08:19 PM Sep 08, 2024 IST | VIMAL PRAJAPATI
Fake Officer Ahmedabad
  1. ભરત છાબડાને હરિયાણાના કરનાલમાંથી ઝડપી પાડ્યો
  2. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કુલ ત્રણ ફરિયાદ દાખલ થઈ હતી
  3. અધિકારી તરીકેની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી કરતો

Ahmedabad: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે કે, જે પીએમઓનો અધિકારી બનીને ફરતો હતો અને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો હતો. નોંધનીય છે કે, ગુજરાતમાં નકલી અધિકારી, નકલી કચેરી, નકલી કોલેજ ઝડપાઈ ચૂકી છે. આવા લોકો ગુજરાતને હજું વધારે કલંકીત કરી રહ્યાં છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જેની ધરપકડ કરી છે તે ભરત છાબડા નામનો એક વ્યક્તિ જે મૂળ હરિયાણાના કરનાલનો છે.ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં તેના સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Gondal: શહેરમાં ફરી દીપડાએ દેખા દીધા, કમરકોટડા ગામની સિમ વિસ્તારમાં દીપડો દેખાયો

ગુજરાતમાં અનેક જગ્યાએ કરી ચૂક્યો છે છેતરપિંડી

નોંધનીય છે કે, છાબડાએ હોટલમાં રોકાવાના સમયે કેન્દ્રમાં ઊંચા અધિકારી હોવાની વાત કરીને હોટલના ભાડા ચુકવતો નહોંતો. આ સાથે સાથે મહત્ત્વની એજન્સીમાં કામ કરવાનું તથા રાજકીય રીતે સારા સંબંધ હોવાની પણ ધમકીઓ આપતો હતો. આવી રીતે તે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી ચૂક્યો છે. ભરત છાબડાએ એ જ રીતે હરિયાણામાં પણ ખોટી ઓળખ બનાવીને પોતાને પ્રભાવશાળી ગણાવવાનું શરૂ કર્યું હતું. તે જ સમયે, તેણે ત્રણ અલગ-અગલ આધાર કાર્ડ પણ બનાવ્યાં હતા. છેલ્લાં ચાર વર્ષથી, ભરત છાબડા ગુજરાતની મુલાકાત લેતો રહ્યો હતો, જ્યાં તે સરકારી અને રાજકીય કાર્યક્રમોમાં શામિલ થઈને નેતાઓ સાથે ફોટા પડાવતો હતો.

આ પણ વાંચો: Gujarat: હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને કરી આગાહી, જાણો હજી કેટલા દિવસ આવશે વરસાદ

ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી

વધારે વિગતે વાત કરવામાં આવે તો તેની સામે ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ મુજબ, તે ખોટી ઓળખનો લાભ લઈને વિવિધ સરકારી કાર્યો અને રાજકીય મંચોમાં પ્રવેશ મેળવતો હતો. તેની સામેની ફરિયાદને લીધે હવે પોલીસ તેની અટકમાં ધરાવવાના પગલાં લઈ રહી છે. આ કેસ આગળ વધારવા માટે તપાસ હાથ ધરાઈ રહી છે. આ ઘટના ખોટી ઓળખનો દુરુપયોગ અને તેના પરિણામોને દર્શાવે છે અને તે સાથે સાથે અમારી સમાજમાં વધુ સાવચેત રહેવાની જરૂરિયાતની યાદ અપાવે છે.

આ પણ વાંચો: Ahmedabad: માત્ર જમવા જેવી બાબતે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી, જાણો શું છે હકીકત

Tags :
Ahmedabad Newsbharat chhabadabharat chhabada Fake OfficerFake OfficerFake Officer Ahmedabadfake PMO officerFake PMO Officer bharat chhabadaGujaratVimal Prajapati
Next Article