Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad-Gandhinagar Metro: 16 સપ્ટેમ્બરે PM નરેન્દ્ર મોદી કરશે Metro Phase-2 નો શુભારંભ, જાણો સંપૂર્ણ વિગત

મેટ્રો ફેઝ-2 મોઢેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે મેટ્રો ફેઝ-2નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે PM મોદી 20.8 કિમીના કોરિડોર અને 8 સ્ટેશનને ખુલ્લા મુકશે Ahmedabad-Gandhinagar Metro Phase-2: ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી...
05:37 PM Sep 14, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad-Gandhinagar Metro Phase-2
  1. મેટ્રો ફેઝ-2 મોઢેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે
  2. મેટ્રો ફેઝ-2નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે
  3. PM મોદી 20.8 કિમીના કોરિડોર અને 8 સ્ટેશનને ખુલ્લા મુકશે

Ahmedabad-Gandhinagar Metro Phase-2: ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આ દરમિયાન તેઓ ગુજરાતને અનેક ભેટ પણ આપવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ થવાનો છે. નોંધનીય છે કે, મેટ્રો ફેઝ-2 મોઢેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે. એટલું જ નહીં પરંતુ Metro Phase-2  નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે. જેથી મેટ્રોના બીજા ફેઝનો વડાપ્રધાન શુભારંભ કરવાના છે.

મેટ્રો ફેઝ-2 મોઢેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે

નોંધનીય છે કે, આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે. પીએમ નરેન્દ્ર મોદી ફેઝ 2 નું 20.8 કિમીના કોરિડોર અને 8 સ્ટેશનને ખુલ્લા મુકશે. મોઢેરાથી સેક્ટર 1 સુધીના 15.4 કિમી અને 6 સ્ટેશન અને 5.4 કિમીના 2 સ્ટેશનના લીંક લાઈનનો સમાવેશ થાય છે. અમદાવાદ Metro રેલ પ્રોજેક્ટ ફેઝ-2 મોટેરા ગાંધીનગર વચ્ચે જોડાયેલ છે. ફેઝ 2 એ અમદાવાદ મેટ્રો ફેઝ-1 ના ઉત્તર-દક્ષિણ મેટ્રો કોરિડોરને આગળનો વિસ્તાર છે.

આ પણ વાંચો: ક્રિમીનલ વૃતિના નિવૃત્ત આર્મી મેનને બેગ ચોરી ભારે પડી, શરીર સુખ અને પૈસાની લાલચે ગુનાહિત કુંડળી ખોલી નાખી

ફેઝ 2 પ્રોજેક્ટનો કુલ ખર્ચ 5,384 કરોડ રૂપિયા

વધારે વિગતે વાત કરવામાં આવે તો, મુખ્ય લાઈન એ એપીએમસીથી મોટેરા લાઈનનું વિસ્તરણ છે અને મહાત્મા મંદિર સુધી જાય છે. જ્યારે શાખા લાઇન જીએનએલયુથી શરૂ થઇ ગિફ્ટ સિટી ખાતે પૂર્ણ થાય છે તેવું સામે આવ્યું છે. નોંધનીય છે કે, મેટ્રો ફેઝ 2 રેલ લાઇનની કુલ લંબાઈ 28.2 કિમી છે. જેમાં 22.8 કિમી મુખ્ય લાઇન અને 5.4 કિમી શાખા લાઇનનો સમાવેશ થાય છે. મુખ્ય લાઇનમાં 20 સ્ટેશન અને શાખા લાઇનમાં 2 સ્ટેશન નો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો, Metro Phase-2 પ્રોજેક્ટની કુલ કિંમત રૂપિયા 5,384 કરોડ છે.

આ પણ વાંચો: Hatkeswar Bridge : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પ્રહાર, કહ્યું- કોંગ્રેસની જુઠ્ઠાણી ગેંગ સાંભળો..!

Tags :
Ahmedabad MetroAhmedabad-Gandhinagar MetroAhmedabad-Gandhinagar Metro Phase-2GujaratGujarati NewsMetroMetro Phase 2metro project
Next Article