ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: ગોમતીપુરમાં પ્લાસ્ટિકના વેસ્ટમાં લાગી આગ, 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે...

Ahmedabad: ગોમતીપુરમાં આવેલી એક પ્લાસ્ટિકના વેસ્ટમાં આગની ઘટના બની છે. આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે, પાંચ ફાયર ફાઈટરને ઘટના સ્થળ પર મુકવામાં આવ્યાં હતાં.
05:56 PM Nov 10, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad
  1. ગોમતીપુરમાં આવેલી એક પ્લાસ્ટિકના વેસ્ટમાં આગ લાગી
  2. પાંચ ફાયર ફાઈટરને ઘટના સ્થળ પર મુકવામાં આવ્યાં
  3. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી

Ahmedabad: ગોમતીપુરમાં આવેલી એક પ્લાસ્ટિકના વેસ્ટમાં આગની ઘટના બની છે. આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે, પાંચ ફાયર ફાઈટરને ઘટના સ્થળ પર મુકવામાં આવ્યાં હતાં. નોંધનીય છે કે, અત્યારે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યાં છે. જો કે, આગ શા કારણે લાગી તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ આગ લાગ્યાની ઘટના પર લોકોના ટોળા જમા થઈ ગયાં હતા.

આ પણ વાંચો: Siddhpur ખળી ચોકડી પાસે ખેલાયો ખૂની ખેલ, તીક્ષ્ણ હથિયાર વડે થઈ યુવકની હત્યા

તેના પર કાબુ લેવા માટે 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે તૈનાત

નોંધનીય છે કે, પ્લાસ્ટિકના વેસ્ટમાં આગ લાગી હોવાથી આગ વધારે વિકરાળ બની હતી. જો કે, તેના પર કાબુ લેવા માટે 5 ફાયર ફાઈટર ઘટના સ્થળ પર આવી ગયા અને આગ પર પાણીનો મારો શરૂ કર્યો. જો કે, રાહતની વાત એ છે, અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ફાયર ફાઈટરો આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

આ પણ વાંચો: Panchmahal: પાનમ ડેમના પાવર હાઉસ પાસેથી મળી આવ્યો પોલીસ કર્મીનો મૃતદેહ

આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો

નોંધનીય છે કે, વલસાડમાં ઉમરગામ GIDC ની કંપનીમાં પણ મોડી રાતે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. થર્ડ ફેસની ક્લિયર પોલી પ્લાસ્ટ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડને જાણ કરાતા 5 થી વધુ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કલાકો સુધી પાણી મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, આગની ઘટનામાં કંપનીમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થયો હતો.

આ પણ વાંચો: VADODARA : હેલ્મેટ વગર ચાલુ બાઇકે ફોન પર વાત કરતો ટ્રાફીક જવાન સોશિયલ મીડિયામાં છવાયો

Tags :
AhmedabadAhmedabad fire NewsAhmedabad NewsFire NewsGomtipurGomtipur in AhmedabadGujaratGujarati NewsLatest Ahmedabad News
Next Article