Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: શેલા ખાતે અગ્રસેન ભવનમાં અગ્રવાલ સેવા સમિતિ દ્વારા દેવી ભાગવત કથા સપ્તાહનું આયોજન

15 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી ભાગવત કથાનું આયોજન કથામાં મોટી સંખ્યામાં ભક્તો કથામાં ઉપસ્થિત રહ્યા દર વર્ષે અગ્રવાલ સેવા સમિતિ દ્વારા કરવામાં આવે છે ધાર્મિક આયોજન Ahmedabad: અમદાવાદમાં શેલા ખાતે અગ્રસેન ભવનમાં દેવી ભાગવત કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું...
ahmedabad  શેલા ખાતે અગ્રસેન ભવનમાં અગ્રવાલ સેવા સમિતિ દ્વારા દેવી ભાગવત કથા સપ્તાહનું આયોજન
  1. 15 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી ભાગવત કથાનું આયોજન
  2. કથામાં મોટી સંખ્યામાં ભક્તો કથામાં ઉપસ્થિત રહ્યા
  3. દર વર્ષે અગ્રવાલ સેવા સમિતિ દ્વારા કરવામાં આવે છે ધાર્મિક આયોજન

Ahmedabad: અમદાવાદમાં શેલા ખાતે અગ્રસેન ભવનમાં દેવી ભાગવત કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે 15 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી શ્રીમદ દેવી ભાગવત કથાનું અગ્રવાલ સેવા સમિતિ દ્વારા સુંદર આયોજન કરાયું. કથામાં મોટી સંખ્યામાં ભક્તો કથામાં ઉપસ્થિત રહ્યા અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. અગ્રવાલ સેવા સમિતિ દર વર્ષે ધાર્મિક આયોજન કરતું હોય છે. આ પ્રસંગે કથાકાર અમર બિહારી જી પાઠકની ઉપસ્થિતિમાં દુર્ગા ભાગવત કથામાં ભક્તો ભક્તિમય માહોલમાં જુમ્યા હતા. કથા સમાપન પછી રિવેરા સ્કાય સિટીથી લઇ અગ્રેસન ભવન સુધી શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાથી ઘોડા અને બગીઓમાં સુંદર શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. અગ્રવાલ સેવા સમિતિએ 1100 ગાડીઓ ભરીને ગૌ શાળામાં ઘાસચારો અર્પણ કર્યો હતો

Advertisement

આ પ્રસંગે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું

કથા સમાપન મા દુર્ગાની કથાઓ સાથે 15 થી 21 સપ્ટેમ્બરે દેવી ભાગવત કથામાં માતાના ગુણગાન અને કથાઓમાં ભક્તો ભક્તિમાં તરબોળ થતા અને જુમતા નજરે પડ્યા હતા. કથા સમાપન પછી રિવેરા સ્કાય સિટીથી લઇ અગ્રેસંન ફાઉન્ડેશન સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાથી ઘોડા અને બગીઓમાં સુંદર રામ સિતા શંકર પાર્વતી અને લક્ષ્મી નારાયણજીના બગીમાં બેસી અને શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. જેમાં સૌ ભક્તો જોડાયા હતા અગ્રવાલ સેવા સમિતિએ 1100 ગાડીઓ ભરીને ગૌ શાળામાં ઘાસચારો અર્પણ કર્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad : ગુજરાતની જનતા માટે ખુશખબર... 'દાદા' સરકારે લીધો વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય

Advertisement

દુર્ગા ભાગવત કથામાં ભક્તો ભક્તિમાં તરબોળ થયા

આ પ્રસંગે જ્યારે શોભાયાત્રા નિકાળવામાં આવી ત્યારે સૌ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રા પછી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરરોજ સૌ ભક્તો જ્યારે પણ અહી 15 થી 21 દિવસ દુર્ગા કથામાં ભક્તો અમદાવાદના અલગ અલગ વિસ્તારથી આવતા હતા અને આ ભક્તો સહેલાઇથી આવી શકે તે માટે ખાસ વાહનોમાં બસની સુવિધા કરવામાં આવી હતી અને તે સુવિધા કથા પેહલા અને કથાના સાંજે વિરામ પછી તે ભક્તોને વિસ્તાર પ્રમાણે બસો ગોઠવવામાં આવી હતી. આ દુર્ગા ભાગવત કથામાં ભક્તો ભક્તિમાં તરબોળ થયા હતા અને સાથે જ્યારે શોભાયાત્રા નીકળવામાં આવી તે પેહેલા ભક્તો ગરબા જમ્યા હતા. ખાસ શ્રાદ્ધ ચાલી રહ્યા છે ત્યારે શ્રાદ્ધ પક્ષમાં પણ માતા દુર્ગા દેવી ભગતાવ કથા રાખવાનું મર્મ પણ આયોજક દ્વારા સમજાવવામાં આવ્યું હતું.

અહેવાલઃ સચિન કડિયા, અમદાવાદ

આ પણ વાંચો: AHMEDABAD : સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ

Advertisement

Tags :
Advertisement

.