Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Theka Coffee ના કરોડપતિ માલિકની ઉંઘ હરામ કરનારને ક્રાઈમ બ્રાંચે ગોવાથી પકડ્યો

Theka Coffee : વાર્ષિક 50થી 100 કરોડનું ટર્નઑવર ધરાવતી ઠેકા કૉફી (Theka Coffee) ના માલિકને આંતરરાષ્ટ્રીય ફોન નંબરથી ધમકી આપનારો આરોપી ગોવાથી ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ની ટીમે મૂળ દિલ્હીના એક શખસને અટકમાં લીધો છે. Theka...
09:54 PM Jul 29, 2024 IST | Bankim Patel
Interrogation of arrested accused from Goa is pending

Theka Coffee : વાર્ષિક 50થી 100 કરોડનું ટર્નઑવર ધરાવતી ઠેકા કૉફી (Theka Coffee) ના માલિકને આંતરરાષ્ટ્રીય ફોન નંબરથી ધમકી આપનારો આરોપી ગોવાથી ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ની ટીમે મૂળ દિલ્હીના એક શખસને અટકમાં લીધો છે. Theka Coffee ના માલિક અને તેમના પરિવારના સભ્યોને મારી નાંખવાની ધમકી કેમ આપતો હતો આરોપી. વાંચો આ અહેવાલમાં...

Theka Coffee ના માલિકે શું કરી હતી ફરિયાદ ?

સાઉથ બોપલમાં રહેતા અને ઈસ્કોન ચાર રસ્તા પાસે ઑફિસ ધરાવતા Theka Coffee ના માલિક ભૂપીન્દર સુરેન્દર મદાને (Bhupinder Madaan) ક્રાઈમ બ્રાંચમાં ગત 4 જુલાઈના ફરિયાદ આપી હતી. ભારતભરમાં Theka Coffee ની ફ્રેન્ચાઈઝી આપનારા ભૂપીન્દર મદાનને ગત 3 જુલાઈના રોજ બપોરે ઈન્ટરનેશનલ નંબર પરથી વૉટસએપ કોલ (Whatsapp Call) આવ્યો હતો. જેનો તેમણે રિપ્લાય નહીં આપતા થોડીક મિનિટોમાં મેસેજ આવ્યો હતો કે, "કમ્પલેન કરની હો તો ભી કોઈ ચક્કર ના હૈ, થારે ઘર વાલે કા ફોટો ઔર નંબર આ ગયા મોરે દોરે. આદમી કબ કે કર જાયેગા તને પતા ચલ જાયેગા. ફૈસલા કરના ભી થારી મરજી ન કરના ભી થારી મરજી, જય બાબા કી". આ મેસેજ બાદ ફીથી અન્ય 3 કોલ આવ્યા હતા. જે ભૂપીન્દર મદાને નહીં ઉપાડતા ફરીથી વૉટ્સએપ મેસેજ (Whatsapp Message) આવ્યો કે, "ફોન ના દિખરીયા તું". ત્યારબાદ બીજા બે મેસેજ રાત્રિના આવ્યા કે, "આજ સે તેરા ટાઈમ શરૂ હો ગયા". "મજાક લગરીયા હૈ, પર છારે ઘર મેં હાદસા જરૂર ઔર જલદ હોવેગા યાદ રખી". ત્યારબાદ રાત્રિના 2.50 કલાકે પણ ફોન આવ્યો હતો.

ક્રાઈમ બ્રાંચ કેવી રીતે પહોંચી આરોપી સુધી ?

Theka Coffee ના માલિક ભૂપીન્દર મદાને ક્રોસ લગાવીને તેમના પરિવારના સભ્યોના ફોટા ફોન પર મોકલવામાં આવ્યા હતા. આ તમામ બાબતો ક્રાઈમ બ્રાંચ ડીસીપી અજિત રાજ્યાણ (Ajit Rajyaan DCP) ના ધ્યાને આવતા મામલાને ગંભીરતાથી લઈ કાર્યવાહી આરંભી હતી. ઈન્ટરનેશનલ નંબર મળતાની સાથે જ ક્રાઈમ બ્રાંચની ટેકનિકલ ટીમ કામે લાગી ગઈ હતી. થોડાક જ દિવસોમાં ફોન કરનારો શખસ ગોવામાં હોવાની માહિતી મળતા ટીમ ક્રાઈમ બ્રાંચ (Team Crime Branch) ગોવા પહોંચી અને બારમાં બેસી મોજ માણતા અક્ષિત લલિતકુમાર જામ્બ-અરોરા (મૂળ રહે. દિલ્હી હાલ રહે. ગોવા રિસોર્ટ) ને ઝડપી લીધો.

પરિચિત અક્ષિતે કેમ આપી ધમકીઓ ?

બેએક વર્ષથી Theka Coffee માટે સ્ટાર્ટઅપ કેમ્પ તેમજ ટ્રેડ ફેરમાં ભૂપીન્દર મદાનનો પરિચય અક્ષિત અરોરા સાથે થયો હતો. છેલ્લાં બે વર્ષથી અક્ષિત અરોરા ભૂપીન્દર મદાનના સંપર્કમાં હતો અને Theka Coffee ની ફેન્ચાઈઝી મેળવવા પ્રયત્ન કરતો હતો. થોડાક સમય અગાઉ ભૂપીન્દર મદાને અક્ષિતને ફ્રેન્ચાઈઝી આપવાની ના પાડી દીધી હતી. આ જ કારણસર અક્ષિત અરોરા રોષે ભરાયો હતો અને પોતાની ઓળખ છતી ના થાય તે માટે મોદન પરિવારને ભયભીત કરવા ઈન્ટરનેશનલ નંબરથી ધમકીભર્યા મેસેજ કર્યા હતા.

આ પણ વાંચો : Corruption : મહિને 1 કરોડનો હપ્તો ઉઘરાવતા ખાણ-ખનિજ વિભાગના અધિકારી ACB ના શરણે

આ પણ વાંચો : Rakesh Rajdev : હાઇકોર્ટે 5 લાખનો દંડ ફટકાર્યો તે સટ્ટાબજારનો કિંગ રાકેશ રાજદેવ કોણ છે ?

આ પણ વાંચો : Gir Somnath : 2 વર્ષ પહેલાં 8 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખનારને ફટકારાઈ ફાંસીની સજા

Tags :
Ahmedabad Crime BranchAjit Rajyaan DCPBankim PatelBhupinder MadaanGujarat FirstTeam Crime BranchTheka CoffeeWhatsapp CallWhatsApp-Message
Next Article