Ahmedabad : પ્રદેશ BJP અધ્યક્ષની જાહેરાત પહેલા CM ભૂપેન્દ્ર પટેલ PM મોદીને મળ્યા, જાણો કેમ ?
- CM ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં PM મોદી સાથે મુલાકાત કરી
- PM સાથેની મુલાકાત અંગે સો. મીડિયામાં માહિતી આપી
- PM મોદી સાથેની મુલાકાતને ઔપચારિક મુલાકાત ગણાવી
- "ગુજરાતનાં સર્વાંગી વિકાસને સ્પર્શતા મુદ્દાઓ અંગે ચર્ચા કરી"
Ahmedabad : રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દિલ્હીની મુલાકાતે છે. દરમિયાન, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી છે. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને PM સાથેની મુલાકાત અંગે મુખ્યમંત્રીએ માહિતી આપી છે. તેમણે PM મોદી સાથેની મુલાકાતને ઔપચારિક ગણાવી છે અને લખ્યું કે, ગુજરાતનાં સર્વાંગી વિકાસને સ્પર્શતા મુદ્દાઓ અંગે ચર્ચા કરી. સરકારી યોજનાઓ અંગે વડાપ્રધાનનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. જો કે, રાજ્યમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની (Gujarat BJP New President) જાહેરાત પહેલા આ સૂચક મુલાકાતને લઈ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
આ પણ વાંચો -Gandhinagar : ખોરજ ગામમાં તહેવાર જેવો માહોલ, શોભાયાત્રા-નવચંડી યજ્ઞ-રાસ ગરબાનું આયોજન
ગુજરાતનાં સર્વાંગી વિકાસને સ્પર્શતા મુદ્દાઓ અંગે ચર્ચા કરી : CM ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ દિલ્હીનાં (Delhi) પ્રવાસે છે. દરમિયાન, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માહિતી આપી છે. વડાપ્રધાન સાથેની આ મુલાકાતને તેમણે (CM Bhupendra Patel) ઔપચારિક ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને લખ્યું કે, ગુજરાતનાં સર્વાંગી વિકાસને સ્પર્શતા મુદ્દાઓ અંગે ચર્ચા કરી. સરકારી યોજનાઓ અંગે વડાપ્રધાનનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
આ પણ વાંચો -VS Hospital Scam : કોંગ્રેસનાં કોર્પોરેટરનાં આરોપો બાદ સુપરિન્ટેન્ડેન્ટની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?
ભાજપનાં નવા પ્રદેશ અધ્યક્ષ અંગેની ચર્ચા વચ્ચે મુલાકાત, અનેક તર્ક-વિતર્ક
નોંધનીય છે કે, રાજ્યમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની (Gujarat BJP New President) જવાબદારી કોનાં શિરે જશે તેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. ગુજરાત ભાજપનાં (Gujarat BJP) નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે ? તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. જણાવી દઈએ કે, દેશભરમાં ગુજરાત સહિત પાંચ રાજ્યોનાં પ્રદેશ પ્રમુખોની ચૂંટણી યોજાશે. 5 રાજ્યોનાં નવા પ્રદેશ પ્રમુખોના નામ પર ભાજપમાં (BJP) મંથન ચાલી રહ્યું છે. ત્યારે, આગામી થોડા દિવસોમાં આ અંગે મોટી જાહેરાત થઈ શકે તેમ છે.
આ પણ વાંચો - અમદાવાદમાં વક્ફની સંપત્તિના દુરૂપયોગનું મોટું કૌભાંડ!