Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD CIVIL : જગતનો તાત અન્ન્દાતા ખેડૂત દીકરો અંગદાન કરી બન્યો ચાર જરુરીયાતમંદનો જીવનદાતા

AHMEDABAD CIVIL હોસ્પિટલમાં ૧૪૮મું અંગદાન થયું. હ્રદય, એક લીવર અને બે કિડનીનું દાન મળ્યું. ખેડા જિલ્લાના કપડવંજના ૧૯ વર્ષીય કિશનભાઇ પરમારનું બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. AHMEDABAD CIVIL હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થતા માતાએ...
ahmedabad civil   જગતનો તાત અન્ન્દાતા ખેડૂત દીકરો અંગદાન કરી બન્યો ચાર જરુરીયાતમંદનો જીવનદાતા
Advertisement

AHMEDABAD CIVIL હોસ્પિટલમાં ૧૪૮મું અંગદાન થયું. હ્રદય, એક લીવર અને બે કિડનીનું દાન મળ્યું. ખેડા જિલ્લાના કપડવંજના ૧૯ વર્ષીય કિશનભાઇ પરમારનું બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. AHMEDABAD CIVIL હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થતા માતાએ અંગદાનનો નિર્ણય કર્યો. બ્રેઇન ડેડ દિકરાનું અંગદાન કરીને માતાએ ૪ અન્ય માતાઓના સંતાનોને નવજીવન બક્ષ્યું..

AHMEDABAD CIVIL હોસ્પિટલમાં ૧૪૮મુ અંગદાન થયું છે. ખેડા જિલ્લાના કપડવંજના રહેવાસી અને ખેત મજૂરી કરતાં ૧૯ વર્ષનાં કિશનભાઇ પરમાર પોતાની બહેનને પરિક્ષામાં મુકીને પરત ફરી રહ્યાં હતાં . એકાએક બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગભીર ઈજા થઈ . સ્થિતી ગંભીર હોવાથી પ્રથમ વાત્રક હોસ્પિટલ અને ત્યારબાદ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યાં.

Advertisement

Advertisement

CIVIL હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૦૨-૦૪-૨૦૨૪ ના રોજ તબીબોએ બ્રેઈન ડેડ જાહેર કર્યા. કિશનભાઈના પિતા આ દુનિયામાં હયાત ન હોવાથી કિશનભાઈ, તેમના બે ભાઇ બહેન સાથેના પરિવારનું ખેતી કામ કરી ઘર ચલાવતા . બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ કિશનભાઇના માતા ગીતાબેન ગિરધરભાઇ પરમારને સિવિલ હોસ્પિટલ ડોક્ટરોની ટીમે દ્વારા અંગદાન વિષે સમજાવ્યું . માતા ગીતાબેન પરમારે  કાળજા પર પથ્થર મુકી ભારે હૈયે દિકરા કિશનનાં અંગોના દાન થકી બીજા ચાર જરૂરિયાતમંદ વ્યકિતઓને જીવનદાન આપવાનો ઉમદા નિર્ણય કર્યો.

આ સમગ્ર ઘટના વિશે વાત કરતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે , આપણા સૌના પેટ ભરવાનું કામ કરતા જગતનાં તાત અંગદાતા ખેડૂત પરિવારે આજે ચાર વ્યકિતઓને અંગદાન થકી જીવનદાન આપવાનું મહાદાન કર્યુ છે. આજે આ  પ્રસંગે  અન્નદાતા ખેડૂત  પરિવારનાં તેમના અંગદાન મહાદાન નાં પરોપકારી નિર્ણય માટે આપણે સૌ રૂણી છીએ.

CIVIL હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૪૮ અંગદાતાઓ થકી કુલ ૪૭૭ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૪૬૦ વ્યકિતઓને જીવનન મળ્યું છે.

અહેવાલ - સંજય જોશી 

આ પણ વાંચો : PARSHOTTAM RUPALA : ક્ષત્રિય સમાજનો જનાક્રોશ આસમાને, યુવાનોએ ઉડાડયા રૂપાલાના પૂતળાના ચીથરે ચીથરા

Tags :
Advertisement

.

×