ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: ગાંજાની હેરાફેરી કરતા બે યુવકોને ચાંદખેડા પોલીસે દબોચ્યા, 1.72 લાખનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad: અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાની હેરાફેરી કરનારા બે યુવકો ઝડપાયા છે.
08:07 PM Nov 10, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad
  1. ચાંદખેડામાં ગાંજાની હેરાફેરી કરનારા બે યુવકો ઝડપાયા
  2. પોલીસે 14 કિલો અને 250 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો કબજે કર્યો
  3. યુવકો સામે ચાંદખેડા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો

Ahmedabad: અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાની હેરાફેરી કરનારા બે યુવકો ઝડપાયા છે. ચાંદખેડા પોલીસ વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી તે દરમિયાન એક સ્કૂટર ઉપર પસાર થતાં બે શંકાસ્પદ યુવકોને રોકવામાં આવ્યા હતા. જે યુવકોની પાસે રહેલા થેલામાં પોલીસે તપાસ કરતા ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ મામલે ચાંદખેડા પોલીસે 14 કિલો 250 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો કબજે કરી ચાંદખેડા પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચો: Tapi: કામ બાબતે ઠપકો આપ્યો તો સગા પુત્રએ જ કરી પિતાની કરપીણ હત્યા, વાંચો અહેવાલ

કમલેશ રેગર નામના બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ગાંજા સાથે ઝડપાયેલા કિશનલાલ રેગર તેમજ કમલેશ રેગર નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરત કરતા સામે આવ્યું કે, કિશન રેગર રાજસ્થાનથી લક્ષ્મણ સાલવી નામના શખ્સ પાસેથી આ ગાંજાનો જથ્થો લાવ્યો હતો. તે રાજસ્થાનથી ટ્રકમાં બેસી આ ગાંજો અમદાવાદ લાવ્યો હતો અને કમલેશ તેને લેવા ગયો હતો. પરંતુ અમદાવાદ આવતાની સાથે પોલીસે તેને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: Panchmahal: પાનમ ડેમના પાવર હાઉસ પાસેથી મળી આવ્યો પોલીસ કર્મીનો મૃતદેહ

પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી દીધી

નોંદનીય છે કે, ઝડપાયેલો ગાંજો અમદાવાદમાં પ્રવિણ નામના એક વ્યક્તિને પહોંચાડવાનો હતો. આરોપીઓમાં કિશન રેગર અગાઉ માધુપુરામાં વાહનચોરીના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે. તેવામાં ચાંદખેડા પોલીસે ગાંજાનો જથ્થો અને બે મોબાઈલ ફોન તેમજ સ્કૂટર સહિત રૂપિયા 1.72 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. જોકે આ ગાંજો આપનાર અને મંગાવનાર બંનેના ઝડપાયા બાદ અનેક ખુલાસાઓ થઈ શકે છે.

આ પણ વાંચો: Siddhpur ખળી ચોકડી પાસે ખેલાયો ખૂની ખેલ, તીક્ષ્ણ હથિયાર વડે થઈ યુવકની હત્યા

Tags :
AhmedabadAhmedabad NewsCHANDKHEDA POLICEChandkheda police ActionChandkheda Police StationGujaratGujarati NewsLatest Ahmedabad News
Next Article