Ahmedabad: ગરીબો સાથે આવાસના નામે કરવામાં આવી છેતરપિંડી, 40 થી વધારે લોકો સાથે...
- અમદાવાદના ચાંદખેડામાં આવાસના નામે છેતરપિંડી
- 3 શખ્સોએ 40થી વધારે લોકો સાથે આચરી ઠગાઈ
- ભોગ બનનાર લોકોના ખોટા સહી સિક્કા કરી ઠગાઈ આચરી
Ahmedabad: ગુજરાતમાં ઘણાં સરકારી અધિકારીઓ છે જે ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. અમદાવાદ (Ahmedabad)માં ફરી એકવાર છેતરપિંડીની ઘટના સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદ (Ahmedabad)ના ચાંદખેડામાં ગરીબ લોકોને આવાસ આપવાના બહાને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, કુલ 40 થી વધારે લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. ચાંદખેડા વિસ્તારમાં મકાન આપવાની લાલચ આપી ખોટા સહી સિક્કા કરાવી માથાદીઠ ચાર ચાર લાખ રૂપિયા ઉઘરાવી આરોપીઓએ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Panchmahal: મઘાસર જીઆઇડીસીમાં બંધ ફેકટરીની આડમાં ચાલતા દારૂના ગોડાઉનનો પર્દાફાશ
આરોપીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી
ઘટનાની વાતકરવામાં આવે તો, નરેશ વૈધ સહિત અન્ય ત્રણ લોકોની ટોળકીએ કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપીઓએ ભોગ બનનાર લોકોના ખોટા સહી સિક્કા કરી ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કૌભાંડમાં ચાંદખેડા પોલીસ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. ભોગ બનનાર લોકોએ કૌભાંડના મુખ્ય આરોપી નરેશ વૈધને ઝડપી પોલીસ મથક બહાર રાખ્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Gondal માં જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો, 1500થી વધુ વિદ્યાર્થિનીઓએ નિહાળ્યો કાર્યક્રમ
સમગ્ર કૌભાંડમાં આરોપી નરેશ વૈધ કૌભાંડ આચર્યું સ્વીકાર
મહત્વની વાત એ છે કે, છેલ્લા ઘણા સમયથી ભોગ બનનાર લોકો નરેશ વૈધ પાસે પોતાના મકાનની માંગ કરતા આરોપી ફરાર થયો હતો. સમગ્ર કૌભાંડમાં આરોપી નરેશ વૈધ કૌભાંડ આચર્યું હોવાનો સ્વીકાર કર્યો છે. અન્ય ત્રણ લોકો મુખ્ય સૂત્રધાર હોવાનું આરોપીને નરેશ વૈધ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, અત્યારે આ કેસને લઈને લોકો કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Surat: બારડોલી ખાતે જિલ્લા BJP મધ્યસ્થ કાર્યાલયનું સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું