ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

આજે વિશ્વ ચકલી દિવસ: અમદાવાદનાં આ વિસ્તારમાં આવેલ છે ચકલીનું શહીદ સ્મારક, જાણો કેમ બનાવવામાં આવ્યું સ્મારક

Sparrow Day 2025: 20 માર્ચનાં રોજ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અમદાવાદીઓએ બનાવેલ ચકલીનું સ્મારક જીવદયાની લાગણી દર્શાવે છે. આ ચકલીનું સ્મારક પુરાવો છે કે અબોલ જીવના જીવનની પણ કેટલી કિંમત હોય છે.
05:15 PM Mar 20, 2025 IST | Vishal Khamar
featuredImage featuredImage
Sparrow Monument in Ahmedabad First Gujarat

ચકલી દિવસની ઉજવણી અનેક દેશમાં ૨૦ માર્ચના રોજ કરવામાં આવે છે પરંતુ આજે એ જાણવું જરૂરી છે કે ચકલી સાથે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની ગાથા જોડાયેલી છે. એક ચકલી જે પોલીસ ફાયરિંગમાં શહીદ થઈ હતી તેનું સ્મારક અમદાવાદના આસ્ટોડિયામાં ઢાળની પોળમાં બનેલું છે.ત્યારે અમદાવાદીઓએ બનાવેલું આ ચકલીનું સ્મારક જીવદયાની લાગણી દર્શાવે છે. આ ચકલીનું સ્મારક પુરાવો છે કે એક અબોલ જીવના જીવનની પણ કેટલી કિંમત હોય છે. અત્યારે તો બસ ચકલીઓને એટલી સાચવીએ કે ભવિષ્યની પેઢીને કદાચ આવા સ્મારકો જોઈને જ સંતોષ ન માનવો પડે.

આ પણ વાંચોઃ Gujarat : વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ શંકર ચૌધરી થયા નારાજ, કાંતિ અમૃતિયા ગૃહની અંદર ફોટો ખેંચતા આપ્યો ઠપકો

નવનિર્માણ આંદોલન દરમ્યાન ચકલી શહીદ થઈ હતી આ ઘટના 1974ના વર્ષની છે જ્યારે અમદાવાદમાં નવનિર્માણનું આંદોલન ચાલી રહ્યું હતું મોટી ઉમરના દરેક વડીલને નવનિર્માણનું આંદોલન યાદ છે. વિદ્યાર્થીઓથી શરૂ થયેલું આ આંદોલન આખા રાજ્યમાં ફેલાયું હતું, આ આંદોલન એટલું વિકરાળ બન્યુ કે રાજ્યમાં ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આંદોલનને કાબુમાં લેવા માટે પોલીસ દમન પણ થયું. વિરોધ હિંસક બન્યો, ક્યાંક ક્યાંક પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે અથડામણ પણ થઇ હતી. કેટલીક જગ્યાએ પોલીસે પરિસ્થિતિ કાબુમાં લેવા ગોળીબાર કરવો પડ્યો હતો. સૌથી વધુ અસર આંદોલનની અમદાવાદમાં જોવા મળી હતી એક સમયે તો પરિસ્થિતિ એટલી વણસી ગઇ હતી કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ હતી જેને કારણે લશ્કરને બોલાવવું પડ્યુ હતું. તે સામે પોલીસની ગોળી આ ચકલીને વાગી હતી.

આ પણ વાંચોઃ Swarnim Gujarat MLA Cricket League : સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગમાં રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા છવાયા
પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે અમદાવાદમાં 2 માર્ચ 1974ના રોજ આવી જ ઉગ્ર અથડામણ થઈ હતી. આંદોલનકારીઓને કાબુમાં લેવા પોલીસે ફાયરિંગ કર્યું અને કહેવાય છે કે પોલીસ ફાયરિંગમાં દાણા ચણતી એક નિર્દોષ ચકલી હણાઈ ગઈ હતી. આજે પણ જો તમે ઢાળની પોળમાં જશો તો ત્યાં સફેદ આરસના પત્થર કોતરીને આ ચકલીનું સ્મારક બનેલું દેખાશે. જેના પર લખેલું છે, '1974ના રોટી રમખાણમાં (નવ નિર્માણ આંદોલન) 2 માર્ચ 1974ના રોજ સાંજે 5:25 વાગે એક અબોલ ચકલીનું પોલીસના બેફામ ગોળીબારમાં દુઃખદ અવસાન થયું હતું.' તે સમયે આ ઘટનાના સાક્ષી બનેલા કેટલાક સ્થાનિકો આજે પણ પોળમાં મોજૂદ છે. જેઓ યાદ કરતા કહે છે કે ચકલીના મોત પછી બે દિવસ ચબૂતરો ખાલી પડ્યો રહ્યો હતો. આખરે જયેન્દ્ર પંડિત નામના સ્થાનિકે સાથે રહીને આ સ્મારક બંધાવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક તરફ ચકલીઓની સંખ્યા ઘટી રહી છે, કદાચ ચકલી નામશેષ જ થઈ છે.

આ પણ વાંચોઃ Nirlipt Rai ટીમ એસએમસી સાથે પહોંચ્યા મનપસંદ જીમખાના પર, AMCને તોડવા પડ્યા ગેરકાયદેસર બાંધકામ

Tags :
20 March World Sparrow DayAhmedabad NewsAhmedabad World Sparrow Day CelebrationFirst GujaratFirst Gujarat NewsNavnirman MovementSparrow MonumentSparrow Monument in AhmedabadWorld Sparrow Day