Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: 22 વર્ષ પછી પુત્રએ લીધો પિતાની હત્યાનો બદલો! જાણો સંપૂર્ણ કહાની

જૈસલમેરમાં વર્ષ 2002 માં થઈ હતી હરિસિંહની હત્યા દીકરાએ લીધો પોતાના પિતાની હત્યાનો બદલો 22 વર્ષ પહેલા નખતસિંહે કહી હતી તેના પિતાની હત્યા ગોપાલસિંહે સંપૂર્ણ પ્લાન સાથે હત્યાને અંજામ આપ્યોઃ પોલીસ Ahmedabad: ક્રાઈમની ઘટનાઓ અત્યારે ખુબ જ વધવા લાગી...
ahmedabad  22 વર્ષ પછી પુત્રએ લીધો પિતાની હત્યાનો બદલો  જાણો સંપૂર્ણ કહાની
  1. જૈસલમેરમાં વર્ષ 2002 માં થઈ હતી હરિસિંહની હત્યા
  2. દીકરાએ લીધો પોતાના પિતાની હત્યાનો બદલો
  3. 22 વર્ષ પહેલા નખતસિંહે કહી હતી તેના પિતાની હત્યા
  4. ગોપાલસિંહે સંપૂર્ણ પ્લાન સાથે હત્યાને અંજામ આપ્યોઃ પોલીસ

Ahmedabad: ક્રાઈમની ઘટનાઓ અત્યારે ખુબ જ વધવા લાગી છે. પરંતપ અત્યારે એક નવો કિસ્સો સામે આવ્યો છે જેમાં 22 વર્ષ પહેલા થયેલા હત્યાનો બદલો લેવા માટે કોઈની હત્યા કરવામાં આવી છે. આ ઘટના અમદાવાદ (Ahmedabad)માં બની છે. અહીં પિતાની હત્યાનો બદલો લેવા માટે પુત્રએ એક વ્યક્તિની હત્યા કરી છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી દીધી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.

Advertisement

પિતાના હત્યારાને બોલેરોથી કચડીને મોતનો ઘાટ ઉતારી દીધો

વિગતે વાત કરવામાં આવે તો પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ગોપાલ સિંહ નામના વ્યક્તિએ પોતાના પિતાના હત્યારાને બોલેરોથી કચડીને મોતનો ઘાટ ઉતારી દીધો છે. વાત એવી છે કે, ગોપાલસિંહના પિતા હરિસિંહની આજથી 22 વર્ષ પહેલા એટલે કે 2002 માં જૈસલમેરમાં હત્યા થઈ હતી. નોંધનીય છે કે, આ ઘટનામાં નખતસિંહ ભાટી સાથે અન્ય લોકો પણ સામેલ હતા. નોંધનીય છે કે, ત્યારે હરિસિંહ અને તેના ભાઈએ જૈસલમેરમાં એક હોટસ ખોલી હતી. આજ હોટલમાં ખાવાની બિલ બાબતે ઝઘડો થયો અને તે વિવાદ હત્યા સુધી પહોંચી ગયો હતો.

આ પણ વાંચો: આ દેશનો કરો પ્રવાસ! પ્રવાસીઓને ગાઈડના બદલે પત્ની મળે છે...

Advertisement

હાઈકોર્ટે આરોપી નખતસિંહને હાઈકોર્ટે જામીન આપી દીધા હતા

આ ઝઘડાના કારણે હરિસિંહને કારથી કચડીને હત્યા કરી દીધી હતી. નોંધનીય છે કે, હત્યાના ગુનામાં સજા પણ થઈ હતી. જોકે પછી હાઈકોર્ટે આરોપી નખતસિંહને હાઈકોર્ટે જામીન આપી દીધા હતા. જ્યારે પિતાની હત્યા થઈ ત્યારે ગોપાલ માત્ર 6 વર્ષનો હતો. અત્યારે તેણે 22 વર્ષ બાદ પિતાની હત્યાનો બદલો લેવા માટે નખતસિંહને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેણે પોખરણમાં ટાયરની દુકાનના કામમાંથી સમય કાઢીને ઘણી વખત અમદાવાદની મુલાકાત લીધી અને નખત સિંહની તમામ પ્રવૃત્તિઓ વિશે માહિતી એકઠી કરી હતી.

આ પણ વાંચો: Ganesh Gondalનું તેના પરિવારજનો અને સમર્થકોએ કર્યું ભવ્ય સ્વાગત, હાઈકોર્ટે આપ્યાં છે શરતી જામીન

Advertisement

પોલીસે અત્યારે હત્યાના આરોપી ગોપાલ સિંહની ધરપકડ કરી

નોંધનીય છે કે જ્યારે આ ઘટના બની ત્યારે નખતસિંહ ભાટી અમદાવાદ (Ahmedabad)ના જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ પાસેથી સાયકલ પર જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આવતી બોલેરોમાં સવાર ગોપાલસિંહે તેને ટક્કર મારી જેથી નખતસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જો કે, પોલીસે અત્યારે હત્યાના આરોપી ગોપાલ સિંહની ધરપકડ કરી છે. આ અંગે વધુ માહિતી આપતા એસીપી એસ.એમ.પટેલે જણાવ્યું હતું કે ગોપાલસિંહે સંપૂર્ણ પ્લાન મુજબ આ હત્યાને અંજામ આપ્યો હતો. આ ઘટના બદલાની ભાવનાથી પ્રેરિત હતી, જે 22 વર્ષીય ઘાના કારણે ઉદભવી હતી.

આ પણ વાંચો: રામ રાખે તેને કોણ ચાખે! 27મા માળેથી નીચે પડી બાળકી તેમ છતા ચમત્કારિક બચાવ

Tags :
Advertisement

.