AHMEDABAD : અદાવતમાં રિક્ષા ચાલક બની ગયો અપરાધી, છરીના ઘા મારી કરી હત્યા
- ચાંદખેડામાં યુવકની હત્યાની ઘટના
- રિક્ષા ચાલકે યુવકને માર્યા છરીના ઘા
- રિક્ષા પાર્ક કરવાની બાબતે થયો હતો ઝઘડો
- ઝઘડાની અદાવતમાં રિક્ષા ચાલકે કર્યો હુમલો
- ભાઈના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકનું મોત
AHMEDABAD NEWS : AHMEDABAD ના ચાંદખેડામાંથી હવે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં રિક્ષા ચાલકે યુવકને છરીના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતાર્યો છે. સમગ્ર બાબત સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. મળતી માહિતીના અનુસાર, રિક્ષા ચાકલે પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતમાં અદાવત રાખીને યુવકનો જીવ લીધો હતો. રિક્ષા ચાલક આરોપી સામે સમગ્ર બાબત અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આરોપી રિક્ષા ચાલક અવિનાશ ઠાકોરનો પ્રાંતિજથી ધરપકડ કરીને આગળની તપાસ હાલ હાથ ધરી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના
રિક્ષા ચાલક અવિનાશએ ઉશ્કેરાઈ શૈલેષ પર કર્યો હુમલો
સમગ્ર ઘટના એમ છે કે, ચાંદખેડા બસ સ્ટેન્ડ પાસે વિષ્ણુ પટણી નામનો રિક્ષા ચાલક તેના ભાઈ શૈલેષ સાથે બેઠો હતો. તે દરમિયાન, અવિનાશ ઠાકોર નામનો શખ્સ આવ્યો અને છરીથી વિષ્ણુ પર હુમલો કરવા ગયો. ત્યારે, તે એકબાજુ ખસી જતાં બચી ગયો. તો, તેના માસીના દીકરા શૈલેષે આ બાબતે પોલીસ ફરિયાદ કરવાનું કહેતા અવિનાશ ઉશ્કેરાઈ ગયો. છરીથી શૈલેષ પર હુમલો કરતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવાયો હતો..પરંતુ, સારવાર મળ્યા પહેલા તેનું મોત નિપજ્યું હતું. આ મામલે વિષ્ણુએ આરોપી અવિનાશ વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.તેના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી. તે દરમિયાન પોલીસને માહિતી મળી કે, આરોપી પ્રાંતિજમાં છે. પોલીસની એક ટીમ ત્યાં પહોંચી અવિનાશને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથધરી છે.
રિક્ષા પાર્ક કરવાની બાબતે થયો હતો ઝઘડો
આરોપી અવિનાશ પણ AHMEDABAD ના ચાંદખેડા વિસ્તારમાં રિક્ષા ચલાવે છે. તેણે ખૂની પગલું કેમ ભર્યું તે બાબતે પોલીસે પૂછપરછ કરી હતી. તેમાં જાણવા મળ્યું કે, એક દિવસ અગાઉ અવિનાશ અને ફરિયાદી વિષ્ણુ વચ્ચે માથાકૂટ થઈ હતી. રિક્ષા પાર્ક કરવા બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જો કે, આ વાત વિષ્ણુ તો ભૂલી ગયો પણ અવિનાશના મનમાં કાંટાની જેમ ખૂંચ્યા કરતી હતી. તેણે મનોમન બદલો લેવાનું વિચાર્યુ. 26 જુલાઈની સવારે હાથમાં છરી લઈ વિષ્ણુ પર હુમલો કર્યો. પરંતુ, તેમાં શૈલેષ વચ્ચે પડતાં અવિનાશે તેને છાતીના ભાગે છરી મારી.આમ, વિષ્ણુના બદલે તેના માસીના ભાઈની હત્યા કરી દીધી.
આ પણ વાંચો : ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે અંબાણી પરિવારની મુલાકાત, નીતા અંબાણીનો જોવા મળ્યો રોયલ એથનિક લુક