Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: શહેરમાં હવે નોનવેજની લારીઓને લઈને ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી

Ahmedabad: અમદાવાદ શહેરમાં હવે ઈંડા બાદ નોનવેજની લારીઓને લઈને ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, શહેરના સંપૂર્ણ રીતે શાકાહારી વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં આ પ્રકારે લારીઓ ધમધમી રહી છે જેને બંધ કરાવવામાં આવે....
ahmedabad  શહેરમાં હવે નોનવેજની લારીઓને લઈને ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી

Ahmedabad: અમદાવાદ શહેરમાં હવે ઈંડા બાદ નોનવેજની લારીઓને લઈને ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, શહેરના સંપૂર્ણ રીતે શાકાહારી વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં આ પ્રકારે લારીઓ ધમધમી રહી છે જેને બંધ કરાવવામાં આવે. નોંધનીય છે કે, અમદાવાદમાં ધારાસભ્ય તેમજ સાંસદ સભ્યોની આજે અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકા સાથે સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપના જ બેધારા સભ્ય અમિત શાહ અને કૌશિક જૈન દ્વારા શહેરમાં ગેરકાયદે રીતે ઊભી થયેલી નોનવેજ અને ઈંડાની લારીઓને સામે રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement

અમદાવાદ મનપા તંત્રને રજૂઆતો કરવામાં આવી

આ બાબતે તેમનું કહેવું છે કે, Ahmedabad શહેરમાં સંપૂર્ણ શાકાહારી હોય તેવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં નોનવેજ અને ઈંડાની લારીઓ તેમજ દુકાનો શરૂ થઈ છે. સમગ્ર મામલે અમદાવાદ મનપા તંત્રને રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ તેમની રજૂઆતો સાંભળવામાં આવતી નથી. એક વખત લારી ઉઠાવી જાય બાદમાં બીજી વખત ફરીથી આને ત્યાં ધંધો શરૂ કરવામાં આવે છે. સાથે જ જ્યારે આ તમામ દુકાનદારોને ફૂડના લાયસન્સ આપવામાં આવે છે તો તે પણ ઓનલાઇન આપવાના બદલે એક વખત સ્થળ તપાસ કર્યા બાદ જ આપવામાં આવે તેવી પણ ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

જૈન વિસ્તારોમાં પણ છે નોનવેજની લારીઓ

આ સાથે સાથે અમિત શાહે રજૂઆત કરી કે આંબાવાડી તેમજ પાલડી જેવા જૈન વિસ્તારોમાં પણ આ પ્રકારે લારીઓ જોવા મળી રહી છે. તો કૌશિક જઈને રજૂઆત કરી કે જે જગ્યાઓ ઉપર મંદિરો આવેલા છે તેની જ આસપાસમાં આ પ્રકારે લારીઓ અને દુકાનો શરૂ થઈ ચૂકી છે. જે શરૂ ન થાય તેનું પણ ધ્યાન રાખવા તેમના દ્વારા સૂચન કરવાનું કહેવામાં આવ્યું છે. જો ત્રણ કે તેથી વધુ વખત આ પ્રકારેની લારીઓ જોવા મળે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત પણ ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા કરવામાં આવી છે.

Advertisement

અહેવાલઃ રીમા દોશી, અમદાવાદ

આ પણ વાંચો: Gujarat: આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની આગાહી, વીજકડાકા સાથે વાવાઝોડાની સંભાવના

આ પણ વાંચો: Gujarat First reality check: બાળકોને ભણવું છે પરંતુ શિક્ષકો સમયસર આવવા તૈયાર નથી! ભારતનું ભાવિ કોના ભરોસે?

આ પણ વાંચો: Gandhinagar: મહાત્મા મંદિર પાસે પતિ-પત્ની વચ્ચે સરાજાહેર તકરાર, Video થયો Viral

Tags :
Advertisement

.