Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AHMEDABAD : ગુડી પડવા અને ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે AHMEDABAD CIVIL હોસ્પિટલમાં 149મું અંગદાન

અમદાવાદના વિરાટનગરમાં રહેતા રાજુભાઇ પરમાર બ્રેઇન ડેડ થતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો એક લીવર, બે કીડની, બે આંખો તેમજ સ્કીનનું દાન મળ્યું સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેંક શરુ થયા બાદ ચામડીનું દાન મળવાનો પ્રથમ કિસ્સો નોંધાયો AHMEDABAD CIVIL : ચૈત્રી...
07:57 PM Apr 09, 2024 IST | Harsh Bhatt

AHMEDABAD CIVIL : ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસ અને ગુડી પડવાના પાવન અવશરે અમદાવાદ સિવિલમાં અંગદાન થકી ત્રણ જરૂરિયાત મંદોને નવજીવન મળ્યું છે. મુળ ધંધુકાના વતની અને વિરાટનગર, ઓઢવ અમદાવાદના રહેવાસી 52 વર્ષનાં રાજુભાઇ પરમારને બ્રેઇન સ્ટ્રોક થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ( AHMEDABAD CIVIL ) , અમદાવાદમાં તારીખ ૭/૪/૨૦૨૪ ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા.સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૦૮-૦૪-૨૦૨૪ ના રોજ તબીબોએ રાજુભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા.

AHMEDABAD CIVIL માં થયું 149 મું અંગદાન 

રાજુભાઈના માતા પિતા આ દુનિયામાં હયાત ન હોવાથી તેમના ત્રણ મોટી બહેનો સજનબેન ગોવિંદસિંહ પઢિયાર, જશુબેન જશુભાઈ રાજપૂત, ગીતાબા બહાદુરસિંહ ચાવડા તેમજ રાજુ ભાઇથી ખુબજ નિકટ એવા તેમના ભત્રીજા કિરીટસિંહ રણજીતસિંહ પરમાર, મહીપાલસિંહ રણજીતસિંહ પરમાર અને ભાણીયા કિશોર જશુભાઇ રાજપુત તથા વનરાજસિંહ વનાર સૌએ સાથે મળી રાજુભાઇના અંગોનુ દાન કરવાનો નિર્ણય કર્યો.

થોડા દિવસ પુર્વે જ શરુ થયેલ સ્કીન બેંક દ્વારા ત્વચાનુ દાન સ્વીકારવામાં આવ્યુ

સિવિલ હોસ્પિટલમાં થયેલ આ ૧૪૯ મા અંગદાનની વિષેશતા એ હતી કે, છેલ્લા ત્રણેક વર્ષથી રાજ્યમાં વધેલ અંગદાનની પ્રવ્રુતિ તેમજ તે અંગે જનજાગ્રુતિને કારણે રાજુભાઇ બ્રેઇન ડેડ છે તેવી જાણ થતા જ તેમના નિકટના તમામ સ્વજનોએ સામેથી સિવિલ હોસ્પિટલ તંત્રનો સંપર્ક કરી રાજુભાઇ ફરીથી બેઠા થાય તેમ ન હોઇ તેમના અંગોનુ દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રાજુભાઇના અંગદાન થકી બે કીડની, એક લીવર, બે આંખો તેમજ ત્વચાનું દાન મળ્યુ જેમાંથી કીડની સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ તેમજ કોર્નીયા આંખની હોસ્પીટલમાં દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસ પુર્વે જ શરુ થયેલ સ્કીન બેંક દ્વારા ત્વચાનુ દાન સ્વીકારવામાં આવ્યુ જેને ગંભીર રીતે દાઝેલા અથવા અન્ય જરુરી પ્લાસ્ટીક સર્જરીના દર્દીમાં ટ્ર્રાંસપ્લાન્ટ કરવામાં આવશે.

અમદાવાદ સિવિલ ( AHMEDABAD CIVIL ) હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ આ ક્ષણે જણાવ્યું હતું કે, આજના પવિત્ર એવા ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે થયેલ ૧૪૯ માં અંગદાન થકી મળેલ અંગોથી ત્રણ લોકોને નવુ જીવન મળશે તેમજ બે લોકોને આંખો ની રોશની મળશે. સિવિલ હોસ્પિટલ SOTTO ટીમ દ્વારા રાતદિવસ અંગદાન મહાદાનના આ યજ્ઞમાં આજે સ્કીન ડોનેશનનો પણ ઉમેરો થતા હોસ્પિટલ તંત્ર દ્વારા વધુમાં વધુ સ્કીનનુ દાન મળે તેવા પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. જેથી આવનારા દિવસોમાં સ્કીન ટ્રાન્સપ્લાન્ટ દ્વારા વધુ દાઝેલા દર્દીઓને પણ આપણે બચાવી શકીશુ તેમ ડૉ‌ જોષીએ જણાવ્યુ હતું.

સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૪૯ અંગદાતાઓ થકી કુલ ૪૮૦ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૪૬૩ વ્યકિતઓને જીવનદાન તેમજ ૧૦૮ લોકોને દ્રષ્ટિ આપવામાં સહભાગી થયાં છીએ.

અહેવાલ : સંજય જોશી 

આ પણ વાંચો : AMBAJI : નવરાત્રીના પ્રથમ દિવસે જાણીતા મ્યુઝીક ડાયરેક્ટર અનુ મલિક આવ્યા માતાજીના દર્શને

Tags :
149th organ donationAhmedabad civilBrain-deadChaitri NavratriGudi PadwaKidneyorgan donationSkin
Next Article