Ahmedabad : અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ પરપ્રાંતિય આગેવાનોની બેઠક યોજાઈ, ધારાસભ્યોનાં નિવેદન બાબતે રજૂઆત કરાશે
- શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે પરપ્રાંતિય આગેવાનોની બેઠક
- નામનો દુરુપયોગ કરતા અસામાજિક તત્વોને દૂર કરવાનો નિર્ણય
- અમે લોકો શિક્ષિત છીએ અમે ગુજરાત ના લોકો છીએ
થોડા સમય પહેલા અમદાવાદનાં વસ્ત્રાલમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા મચાવેલ આતંક બાદ પોલીસ એક્શન મોડમાં આવી જવા પામી હતી. જે બાદ ધારાસભ્યોએ પરપ્રાંતિય સમાજ સામે નિવેદન બાજી કરી હતી. જેને લઈ આજે શાહીબાગ સર્કીટ હાઉસ કાતે પરપ્રાંતિય આગેવાનોની બેઠક મળી હતી. ધારાસભ્યોએ પણ પરપ્રાંતિય સમાજ સામે નિવેદનબાજી કરી હતી. તેમજ નામનો દુરૂપયોગ કરતા અસામાજિક તત્વોને દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેમજ ઉત્તર ભારતીયોનાં લીધે જ આજે ગુજરાત આગળ છે. તેમજ નવા નવા નેતાઓ બને છે ત્યારે તેઓ સમાજને ઠેસ પહોંચાડે છે. ધારાસભ્યોનાં બેફામ નિવેદનને લઈ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે. હર્ષદ પટેલ, ઈમરાન ખેડાવાલા, અમૂલ ભટ્ટે નિવેદન આપ્યા હતા. અમે લોકો શિક્ષિત છીએ અમે ગુજરાતનાં લોકો છીએ. વસ્ત્રાલની ઘટનામાં માત્ર પરપ્રાંતીય નહી ગુજરાતી પણ હતા.
આ પણ વાંચોઃ Gandhinagar : વિધાનસભામાં ઊઠ્યો અમરેલી લેટરકાંડનો મુદ્દો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં કોંગ્રેસ પર પ્રહાર
આ બાબતે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરશું
પરપ્રાંતિયો બાબતે ધારાસભ્યો દ્વારા જે નિવેદન આપવામાં આવ્યા છે. તેને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ.તેમજ ધારાસભ્યો દ્વારા જે નિવેદન આપવામાં આવ્યા છે. તે અમે નહી ચલાવી લઈએ. કોઈ ભૂલ કરે છે તેઓ અર્થ એવો નથી કે આખો સમાજ તેમાં સંડોવાયેલો હોય. ત્યારે મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ બાબતે અમે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરીશું. અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ. તેમજ જેમ દૂધમાં સાકર ભળી જાય તેવી રીતે અમે તમારી સાથે કામ કરીએ છીએ.
આ પણ વાંચોઃ Sabarkantha : સાથે રહેવા માગતી યુવતીઓનો ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ!
અમે પાંચ પેઢીથી ગુજરાતમાં રહીએ છીએ
આ આખા વસ્ત્રાલ કાંડમાં એકલા પરપ્રાંતિયો ન હતા. જેમાં બે થી ચાર જણા જ હતા. બાકીનાં તેઓનાં મેઈન લીડર પંકજ જે ગુજરાતનો જ છે. તો અમારી પર આક્ષેપ કેમ કર્યો. 14 આરોપીઓનું લીસ્ટ જોવો જેમાં ત્રણથી ચાર જણા મળશે.જેમાં યાદવ કરીને જે છોકરો છે. એને કાલે છોડી દીધો છે. જે છોકરો નિર્દોષ હતો. અમે પાંચ પેઢીથી ગુજરાતમાં રહીએ છીએ.