સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડમી વિદ્યાર્થી બાદ ડમી ડીન કાંડનો મુદ્દો ગરમાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકવાર ફરી વિવાદોમાં આવી છે. આ વખતે વિવાદનું કારણ ડમી ડીન છે. જીહા, ડમી વિદ્યાર્થી બાદ હવે આ યુનિવર્સિટીમાં ડમી ડીનનો વિવાદ સામે આવ્યો છે. જણાવી દઇએ કે, રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેહુલ રૂપાણીના હોદ્દાને લઈને વિવાદ સર્જાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અધ્યાપકના પુરાવા માંગવામાં આવ્યા હતા. જે બાદ પણ મેહુલ રૂપાણીએ પુરાવા રજૂ ન કરતા વિવાદને વેગ મળતો જોવા મળ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મેહુલ રૂપાણી ખોટી રીતે ડીન બન્યા હોવાનો ભાંડો ફૂટ્યો છે.
મને બદનામ કરવાનું કાવતરું : મેહુલ રૂપાણી
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેહુલ રૂપાણી લાયકાત વિના જ ડીન બન્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અધ્યાપકના પુરાવા માંગવામાં આવ્યા હોવા છતા મેહુલ રૂપાણીએ પુરાવા રજૂ કર્યા નહીં. તેઓએ પુરાવા રજૂ ન કરતા સેનેટ ચૂંટણીની મતદાર યાદીમાંથી તેમના નામની બાદબાકી થઈ હતી. જોકે, હવે તેમનું નામ કમી થવા મુદ્દે તેમણે વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, મને બદનામ કરવાનું કાવતરું કરવામા આવી રહ્યું છે. ભૂતકાળમાં મેં જ્યારે ચૂંટણી માટેના ફોર્મ ભર્યા છે ત્યારે તેમાં હું અધ્યાપક છું તે મતલબના આધાર પુરાવા અને પ્રમાણપત્રો પણ રજૂ કર્યા છે. આ તો ખોટે ખોટો વિવાદ ઉભો કરવામાં આવતો હોય એવું લાગે છે. આ સાથે તેમણે કહ્યું કે, હુ યુનિવર્સિટીનો માન્યતા પ્રાપ્ત ટીચર છું. મારા કાકા વિજય રૂપાણી અને મારા પરિવારને બદનામ કરવા કાવતરું રચવામાં આવ્યું છે.
કોંગ્રેસ નેતા નિદત બારોટે શું કહ્યું ?
જણાવી દઇએ કે, મેહુલ રૂપાણીએ ડિસેમ્બર 2022 સુધી યુનિવર્સિટીમાં ડીન તરીકે સેવા આપી હતી. તેમણે આગળ કહ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમોને આધારે જ તેમની ભરતી પ્રક્રિયા થઇ હોવાનો દાવો કર્યો. વળી આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા નિદત બારોટે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મેહુલ રૂપાણીએ 16Aનું ફોર્મ રજૂ નહોતું કર્યું. તેમણે ફોર્મ રજૂ ન કરતા અધ્યાપક નથી તેવું સાબિત થઈ રહ્યું છે.
આ પણ વાંચો - Ahmedabad : SVPIA ખાતે ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહ સફળતાપૂર્વક સંપન્ન થયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ