સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવતીઓની છેડતી બાદ CCTV અને સિક્યોરિટી ગાર્ડ શોભાના ગાંઠીયા સમાન હોવાનો આરોપ
અહેવાલ---રહિમ લાખાણી, રાજકોટ
રાજકોટ (Rajkot)ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વારંવાર વિવાદોનું ઘર બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુવતીઓની છેડતીને લઈને વધુ એક વખત વિવાદમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા મેલડી માતાજીના મંદિર પાસે મંદિરમાં દર્શન કરીને બહાર નીકળતી યુવતીઓની બે બાઈક સવાર યુવાનો દ્વારા છેડતી કરવામાં આવી હતી.ત્યાર બાદ સમગ્ર મામલો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને પણ પહોંચ્યો અને ત્યાં યુવતીઓ દ્વારા અરજી પણ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હજી સુધી એક પણ યુવકની ઓળખ કરવામાં આવી નથી. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એન એસ યુ આઈ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને માગ કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિક્યોરિટી એજન્સી સામે અનેક સવાલો છે.
એન.એસ.યુ.આઈ દ્વારા ઉગ્ર આંદોલનન ચીમકી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર સિક્યોરિટી એજન્સી દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવતી જેથી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અને યુવતીઓની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સિક્યોરિટી એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની માગ કરવામાં આવી છે તો સાથે જ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ડેવલપમેન્ટ ફી લેવામાં આવે છે તેને રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે. ડેવલોપમેન્ટ છે પરંતુ યુનિવર્સિટીના ડેવલપમેન્ટના બદલે સત્તાધીશોનું ડેવલપમેન્ટ થયું હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યોછે. જો આમાંથી એક પણ માંગ સ્વીકારવામાં નહીં આવે તો પાંચ દિવસ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર એન એસ યુ આઈ દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે
કેમેરાના રેકોર્ડિંગ મેળવીને પોલીસને મોકલવામાં આવ્યા
આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રારે જણાવ્યું કે છેડતીનો બનાવ મેલડી માતાના મંદિર પાસે બન્યો હતો.ચાર છોકરીઓની બે અસામાજિક તત્વો દ્વારા છેડતી કરવામાં આવતી હતી.અલગ અલગ ત્રણ કેમેરાના રેકોર્ડિંગ મેળવીને પોલીસને મોકલવામાં આવ્યા છે. સિકયોરિટી એજન્સીને નોટિસ આપવામાં આવી છે અને ખુલાસો માંગ્યો છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રારે પોલીસ અધિકારીઓ સાથે વાત કરી છે અને છેડતીનો ભોગ બનનનાર યુવતી ફરિયાદ નહીં કરે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરિયાદી બનશે.. .
આ પણ વાંચો---આ તારીખે PM મોદી આવશે માદરે વતન,વિવિધ પ્રોજેકટનું કરશે ખાતમુહૂર્ત