Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: લાંચના કેસમાં 10 વર્ષ બાદ કોર્ટે ફટકારી પાંચ વર્ષની સખત કેદની સજા

આરોપી સામે 2014 માં નોંધાયો હતો લાંચનો કેસ કોર્ટે 30,000 ના દંડ સાથે 05 વર્ષની સખત કેદની સજા ફટકારી આરોપી હસમુખ છગનભાઈ રાઠોડને થઈ પાંચ વર્ષની સજા Ahmedabad: અમદાવાદ સ્પેશિયલ જજ (Ahmedabad special judge) દ્વારા 2014 ના લાંચ કેસમાં...
ahmedabad  લાંચના કેસમાં 10 વર્ષ બાદ કોર્ટે ફટકારી પાંચ વર્ષની સખત કેદની સજા
  1. આરોપી સામે 2014 માં નોંધાયો હતો લાંચનો કેસ
  2. કોર્ટે 30,000 ના દંડ સાથે 05 વર્ષની સખત કેદની સજા ફટકારી
  3. આરોપી હસમુખ છગનભાઈ રાઠોડને થઈ પાંચ વર્ષની સજા

Ahmedabad: અમદાવાદ સ્પેશિયલ જજ (Ahmedabad special judge) દ્વારા 2014 ના લાંચ કેસમાં તત્કાલિન સુપરિન્ટેન્ડેન્ટને સખત કેદની સજા ફટકારી હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, લાંચ લેવાના કેસમાં નિયુક્ત અદાલતે તત્કાલીન અધિક્ષક ઓફ સર્વિસ ટેક્સ, રેન્જ, નડિયાદને રૂપિયા 30,000/- ના દંડ સાથે 05 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: લોકરક્ષક ભરતી ગેરરીતિ કરનારા સામે કાર્યવાહી, 37 ઉમેદવારો 3 વર્ષ માટે નહીં આપી શકે પરીક્ષા અને...

તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટ હસમુખ રાઠોડને પાંચ વર્ષની સજા

ઉલ્લેખનીય છે કે, સીબીઆઈ કેસના સ્પેશિયલ જજ, અમદાવાદ (Ahmedabad)એ આજે આરોપી હસમુખ છગનભાઈ રાઠોડ, તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટ, સર્વિસ ટેક્સ, રેન્જ, કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઈઝ, કસ્ટમ્સ એન્ડ સર્વિસ ટેક્સ, નડિયાદને રૂપિયા 30,000/- ના દંડ સાથે 5 વર્ષની સખત કેદની સજા લાંચ સંબંધિત કેસમાં ફટકારી છે. નોંધનીય છે કે, CBI, ACB, ગાંધીનગરે 24/04/2014ના રોજ આરોપી વિરુદ્ધ આરોપો પર કેસ નોંધ્યો હતો કે રૂપિયા 2500/- ફરિયાદકર્તા ભાગીદારી પેઢીને નોંધણી પ્રમાણપત્ર (સર્વિસ ટેક્સ કોડ) (ST-2) આપવા માટે વાટાઘાટો કર્યા બાદ આરોપી રૂપિયા 2,000ની ગેરકાયદેસર રકમ લાંચ તરીકે સ્વીકારવા સંમત થયા હતા.

Advertisement

આ પણ વાંચો: Gondal નગરપાલિકાની તિજોરી છલકાશે, લોકમેળા માટે તળિયાનો રેકોર્ડબ્રેક ભાવ મળ્યો

22/08/2014ના રોજ દાખલ કરવામાં આવી ચાર્જશીટ

સીબીઆઈએ 25/04/2014ના રોજ છટકું ગોઠવ્યું અને આરોપી હસમુખ સી. રાઠોડ ફરિયાદી પાસેથી રૂપિયા 2000ની લાંચની માંગણી કરતા અને સ્વીકારતા રંગે હાથે ઝડપાઈ ગયા. ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ પુરી થયા બાદ, આરોપી સામે ગેરકાયદેસર લાંચની રકમ માંગવા અને સ્વીકારવાના ગુના અને ગુનાહિત ગેરવર્તણૂક માટે 22/08/2014ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ટ્રાયલ પછી કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો અને તે મુજબ તેને સજા ફટકારી કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે, આરોપી સામે 2014 માં કેસ નોંધાયેલો છે. જે મામલે અત્યારે કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા 5 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: સાયબર ફ્રોડનો ભોગ બનનારાઓને પોલીસ લાખો રૂપિયા પરત અપાવશે

Tags :
Advertisement

.