Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અફઘાનિસ્તાનના ક્રિકેટર અઝગર અફઘાન, વિપુલ નારીગરા સુરતી લોચોની મોજ માણતા નજર આવ્યા

અહેવાલ - રાબિયા સાલેહ સુરતમાં યોજાનારી લિજન્ટ ક્રિકેટ લીગના 4 ટીમોના પૂર્વ દિગ્ગજ ક્રિકેટ ખેલાડીઓ હાલ સુરતમાં બેસ્ટ પર્ફોર્મન્સ આપી રહ્યા છે. ફાઈનલ મેચ નો સુરત વાસીઓમાં પણ અનેરો આનંદ છવાયો છે.જેમાં દિગજ્જ ખેલાડીઓમાં હરભજન સિંહ, સુરેશ રૈના, પાર્થિવ પટેલ,...
10:45 PM Dec 06, 2023 IST | Hardik Shah

અહેવાલ - રાબિયા સાલેહ

સુરતમાં યોજાનારી લિજન્ટ ક્રિકેટ લીગના 4 ટીમોના પૂર્વ દિગ્ગજ ક્રિકેટ ખેલાડીઓ હાલ સુરતમાં બેસ્ટ પર્ફોર્મન્સ આપી રહ્યા છે. ફાઈનલ મેચ નો સુરત વાસીઓમાં પણ અનેરો આનંદ છવાયો છે.જેમાં દિગજ્જ ખેલાડીઓમાં હરભજન સિંહ, સુરેશ રૈના, પાર્થિવ પટેલ, ક્રિસ ગેલ, ગૌતમ ગંભીર, કેવિન પીટરસન અને મોહમ્મદ કૈફ સાથે જ અફઘાનિસ્તાન ના ક્રિકેટર અઝગર અફઘાન, વિપુલ નારીગરા સહિત 60થી વધુ પૂર્વ ક્રિકેટર ખેલાડીઓ સુરતમાં ભાગ લીધો છે. જે માટે મોટાભાગના ખેલાડીઓએ આજે સુરતી લોચોની જ્યાફત મારી હતી.

અફઘાનિસ્તાન ના ક્રિકેટર અઝગર અફઘાન, વિપુલ નારીગરા એ આજે સુરત નો જાયકો ટેસ્ટ કર્યો હતો,જે બાદ વેલીયન્ટ બ્રાન્ડ એમ્બેસેડર વિપુલ નારીગરા એ પોતાના સોશિયલ પર સુરતી લોચો ટેસ્ટ કરતો ફોટો પોસ્ટ કર્યો હતો. સુરત ખાણી પીણી માટે જાણીતું છે એ વાતને ધ્યાને લઈ અફઘાનિસ્તાનના ક્રિકેટરો એ પણ સુરતના સુરતી લોચા ની મજા માડી હતી,સાથે જ ખેલાડી વિપુલ નારીગરા એ પોતાનો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરી લખ્યું હતું કે સુરત મેં ક્રિકેટર્સ ઔર ક્રિકેટર્સ કે હાથ મેં “લોચા”જેને જોઇ તેમના ફેન્સ પણ ઘણા પ્રભાવિત થયા હતા.

સુરત ખાતે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અસગર અફઘાન, IPL ક્રિકેટર યોગેશ નાગર અને પવન સુયલ, વેલિયન્ટ ક્રિકેટર યુવરાજ વસાવા સાથે સુરતી લોચાનો આનંદ માણતા! જોવા મળ્યા હતા,આ સાથે જ “અસગર અફઘાન અને ખેલાડી યોગેશ લોચો ખાધા પછી જ બસ વાહ! શાનદાર અને સ્વાદિષ્ટ!! જેવા શબ્દ બોલી સુરતી લોચા ના ચતાકા લીધા હતા. સુરત માં ક્રિકેટરો પહેલીવાર સુરતી લોચા ની મજા લેતા જોવા મળ્યા હતા.જેમાં લેજન્ડ ક્રિકેટ ટિમ માં રમી રહેલા અફઘાનિસ્તાન ના ક્રિકેટર અઝગર અફઘાન,વેલીયન્ટ બ્રાન્ડ એમ્બેસેડર વિપુલ નારીગરા અને આઈ પી એલ ની મુંબઈ ઇન્ડિયન્સ રમી ચૂકેલ પવન શુયાલ, દિલ્હી ટિમ ના ક્રિકેટર યોગેશ નાગર, વેલીયન્ટ ક્રિકેટર યુવરાજ વસાવા આજે સુરત ની ખાણી પીણી નો સ્વાદ માળતા અને સુરતી લોચો ખાતા નજરે પડ્યા લેજન્ડ લીગ ક્રિકેટ સુરત માં ચાલી રહી છે અને ક્રિકેટ નો ફીવર સુરત માં રોમાંચ ઉભો કર્યો છે જેમાં ક્રિશ ગેઈલ, ગૌતમ ગંભીર, મોહંમદ કૈફ સહિત વિશ્વ ના ઘણા બધા ક્રિકેટરો રમી રહ્યા છે, અને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ માં સુરતીઓ લેજેન્ડ લીગની મેચોની મજા માણી રહ્યા છે.

હાલમાં ચાલી રહેલી લિજેન્ડ્સ ક્રિકેટ લીગની સીઝનની અંતિમ ઘડીઓ ચાલી રહી છે., ત્યારે આ લીગની ફાઇનલ મેચ સુરતમાં રમાઇ રહી છે.. સુરત ખાતે 5 ડિસેમ્બરથી ક્વોલિફાયર રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. આ માટે તમામ ક્રિકેટરો સુરત ખાતે આવી પહોંચ્યા છે. રાંચી, દેહરાદૂન, જમ્મુ, વિશાખાપટ્ટનમના પ્રવાસ બાદ હવે આ ટીમ સુરત ખાતે સારું પ્રદશન કરી રહી છે.આ સાથે જ સુરત શહેરમાં ફાઈનલ રમાશે જેને લઈ સુરતવાસીઓમાં અનેરો આનંદ છવાયો છે.

આ પણ વાંચો - ગુજરાતના ગરબાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ, વર્લ્ડ હેરિટેજમાં મળ્યું સ્થાન

આ પણ વાંચો - ગરબાને વૈશ્વિક ખ્યાતિ : અંબાજી મંદિરમાં આદિવાસી શાળાની બાળકીઓ દ્વારા સુંદર ગરબા કાર્યક્રમ યોજાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Afghanistan CricketersAzgar AfghanCricketFormer veteran cricket playersLegend Cricket LeagueSportsSuratSurat newsSurti LochoVipul Narigara
Next Article