Mehsana નાં આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું, જાણો તેમના વિશે
- Mehsana નાં ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે સુવર્ણ પદક મેળવ્યો
- આદિત્યસિંઘ શકતાવતે રાયફલ શૂટિંગમાં આંતરરાષ્ટ્રીય સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો
- યુરોપિયન દેશ ઇસ્ટોનિયામાં આયોજિત રાયફલ શૂટિંગમાં પ્રાપ્ત કરી સિદ્ધી
- ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની ખેલાડીની ઈચ્છા
Mehsana : રમતગમત ક્ષેત્રે નાના શહેરોનું નામ જવલ્લે જ ચમકતું હોય છે અને નાના શહેરોમાંથી જુજ ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પોતાની રમતને પ્રથમ સ્થાન અપાવી શકતા હોય છે. આ સ્થિતિમાં મહેસાણા જિલ્લાનાં એક ખેલાડીઓએ રાયફલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં (Rifle Shooting Championship) આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યો છે.
આ પણ વાંચો - Vadodara : PT શિક્ષકે વિદ્યાર્થિની છેડતી કરી, શાળાએ માત્ર ટર્મિનેટ કર્યો, પો. ફરિયાદ અંગે આચાર્યે કહી આ વાત
10 વર્ષની ઉંમરથી જ રાયફલ ચલાવવાનો શોખ હતો
મહેસાણા ખાતે (Mehsana) રહેતા અને શહેરની રાયફલ ક્લબમાં શૂટિંગ શીખતા આદિત્યસિંઘ શકતાવતે (Aditya Singh Shaktawat) રાયફલ શૂટિંગમાં આંતરરાષ્ટ્રીય સ્વર્ણ પદક પ્રાપ્ત કર્યો છે. આદિત્યસિંઘ શકતાવતને 10 વર્ષની ઉંમરથી જ રાયફલ ચલાવવાનો શોખ હતો અને રાયફલ શૂટિંગનું રમતગમત ક્ષેત્રે ખૂબ મહત્ત્વ હોવાની જાણકારી મળી ત્યારથી રાયફલ શૂટિંગની ટ્રેનિંગ મહેસાણાની રાયફલ ક્લબમાં લીધી છે.
આ પણ વાંચો - Khyati Hospital Scam : GMC ની મિટિંગમાં મોટો નિર્ણય, આ બે ડોક્ટરના લાયસન્સ સસ્પેન્ડ
આદિત્યસિંઘ અત્યાર સુધી કુલ 30 મેડલ જીત્યા
આદિત્યસિંઘ અત્યાર સુધી કુલ 30 મેડલ જીત્યા છે અને તેમાં 2 નેશનલ મેડલ જીત્યા છે. તાજેતરમાં યુરોપિયન દેશ ઇસ્ટોનિયામાં આયોજિત આંતરરાષ્ટ્રીય રાયફલ શૂટિંગની ચેમ્પિયનશીપમાં (International Rifle Shooting Championship) સુવર્ણ પદક પ્રાપ્ત કરી ભારતનું નામ રોશન કર્યું છે. આમ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાયફલ શૂટિંગમાં પદક પ્રાપ્ત કરનાર આદિત્યસિંઘ શકતાવતને (Aditya Singh Shaktawat) ઓલિમ્પિકમાં ભાગ લેવાનો અને પદક મેળવવાની ઈચ્છા છે.
આ પણ વાંચો - Gandhinagar : વિદ્યાસહાયકની ભરતી અંગે મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થશે કામચલાઉ મેરીટ યાદી ?