ગુજરાતના દરિયા કિનારે અડીખમ અને આધુનિક કોસ્ટગાર્ડ
ઇન્સ્પેક્ટર જનરલ એકે હરબોલા, TM, કમાન્ડર, કોસ્ટગાર્ડ પ્રદેશ (ઉત્તર પશ્ચિમ) એ OTM એકોમોડેશન બિલ્ડીંગના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો, જેમાં સંકલિત કોસ્ટલ સિક્યોરિટી નેટવર્ક હબ અને પ્રાદેશિક ઓપરેટિંગ સેન્ટર (ROC) પણ હશે. ભારતની કોસ્ટલ સિક્યુરિટી મેઝર્સના અમલીકરણ માટે રાજ્ય એજન્સીઓ સાથે સંપર્ક સાધશે. આ બિલ્ડીંગ હાલના પોલીસ હેડક્વાર્ટરની નજીકમાં સેક્ટર 18, ગાંધીનગર ખાતે બની રહી છે.
ICG પ્રાદેશિક મુખ્યમથક (ઉત્તર પશ્ચિમ) ને ગુજરાત, દમણ અને દીવ અને 1600 કિમી લાંબા દરિયાકાંઠાને અડીને આવેલા દરિયાઈ ઝોનમાં દરિયાઈ સુરક્ષા અને સલામતી સહિત ICG ચાર્ટરનો અમલ કરવાનું ફરજિયાત છે.
ભારતીય દરિયાકાંઠા પર દરિયાકાંઠાની દેખરેખને વધુ વધારવા માટે કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર, નવી દિલ્હી દ્વારા શરૂ કરાયેલ સ્ટેટિક સેન્સર ફેઝ-2 (CSS)ની સાંકળ સાથે ગાંધીનગર ખાતેના ROCને પણ સંકલિત કરવામાં આવશે. CSS ફેઝ-II પ્રોજેક્ટના ભાગરૂપે, ખંભાતના અખાત અને કચ્છના અખાત સહિત સમગ્ર ભારતીય દરિયાકાંઠે કુલ 38 નવા રિમોટ ઓપરેટિંગ સ્ટેશનો વિકસાવવામાં આવી રહ્યા છે.
ઈન્ટીગ્રેટેડ કોસ્ટલ સિક્યોરિટી નેટવર્ક હબ કેન્દ્ર અને રાજ્ય સુરક્ષા એજન્સીઓ વચ્ચે ગાઢ સંકલન, સક્રિય સંપર્ક અને માહિતીનો સીમલેસ પ્રવાહ સુનિશ્ચિત કરશે. મિલિટરી એન્જિનિયર સર્વિસ (CG)ના ચીફ એન્જિનિયર શ્રી રાજેશ કુલગોડ અને અન્ય વરિષ્ઠ ICG અધિકારીઓ આ ઘટનાના સાક્ષી રહ્યા હતા.
આ પણ વાંચો -- લોકસભા ચૂંટણીની તૈયારીમાં ભાજપ, પ્રદેશ અધ્યક્ષ CR Patil ની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક