Rajkot માં બાળકો પાસે ભિક્ષાવૃતી કરવાનાર સામે કાર્યવાહી
Rajkot: રાજકોટમાં બાળકો પાસે ભીક્ષાવૃતી કરાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રાજકોટ (Rajkot) માં ભક્તિનગર પોલીસ મથક ખાતે બાળકો પાસેથી ભીક્ષાવૃતી કરાવનારી મહિલા સામે ફર્યાદ નોંધવામાં આવી હતી. ત્યારે જુવેનિયલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 76 મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી.
મહિલા બાળકો પાસે ભિક્ષાવૃતી કરાવતી હતી
અહીં રાજકોટ (Rajkot) માં માલા ભીખાભાઈ સલાટ નામની મહિલા બાળકો પાસે ભિક્ષાવૃતી કરાવતી હતી. જેની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથક ખાતે નોંધવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળી આવ્યું હતું કે આ મહિલા આર્થિક લાભ માટે બાળકો પાસે ભીક્ષાવૃતી કરાવતી હોવાનું જાણવા મળી આવ્યું હતું.
ભીક્ષાવૃતી કરાવનાર મહિલા સામે કાર્યવાહી
સાથે જ આ અંગે પોલીસ દ્વારા વધારે તપાસ કરવામાં આવતા તેમાંથી એક બાળક તે મહિલાનું હતું અને બીજા બાળકો બીજા પરિવારના હતા. તેમ જાણવા મળી આવ્યું હતું. ત્યારબાદ આ ભીક્ષાવૃતી કરાવનાર મહિલા સામે ભક્તિનગર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - Morbi: મોરબીની હોસ્પિટલમાંથી અંગદાનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ