Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ACB એ બીજી વખત કયા લાંચીયા પોલીસવાળાને પકડ્યો, જાણો કોણ છે

ACB : ભ્રષ્ટાચારની વાત કરો તો, ગુજરાત સરકાર (Gujarat Government) નો એકપણ વિભાગ આ બદીથી બાકાત નથી. એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau) ભ્રષ્ટાચારીઓને સતત શોધી રહ્યો છે અને લાંચના છટકા ગોઠવી જેલમાં પણ ધકેલી રહ્યો છે. રાજકોટ શહેરમાં ત્રાટકેલી...
06:21 PM Aug 05, 2024 IST | Bankim Patel
Gujarat Police ACB Gujarat ACB Toll Free Number

ACB : ભ્રષ્ટાચારની વાત કરો તો, ગુજરાત સરકાર (Gujarat Government) નો એકપણ વિભાગ આ બદીથી બાકાત નથી. એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau) ભ્રષ્ટાચારીઓને સતત શોધી રહ્યો છે અને લાંચના છટકા ગોઠવી જેલમાં પણ ધકેલી રહ્યો છે. રાજકોટ શહેરમાં ત્રાટકેલી ACB Team એ પોલીસ કૉન્સ્ટેબલ અને તેના વચેટીયાને 25 હજારના લાંચ કેસમાં ઝડપી લીધા છે. કોણ છે આ પોલીસવાળો જે અગાઉ પણ લાંચ કેસમાં પકડાઈ ચૂક્યો છે. વાંચો આ અહેવાલ...

ACB એ કોની-કોની સામે કરી કાર્યવાહી ?

રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (University Police Station) માં થયેલી એક અરજીના કામે લાંચ માગવાના મામલામાં બે જણા Gujarat ACB ના સકંજામાં આવ્યા છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલી પંચાયત ચોકી ખાતે 25 હજાર રૂપિયાની લાંચ સ્વીકારવાના મામલામાં કૉન્સ્ટેબલ વિપુલ ઓળકીયા અને વચેટીયા ભાવિન રૂઘાણી ACB એ ધરપકડ કરી છે. એસીબીના ફરિયાદી સામે થયેલી અરજી સંદર્ભે તેમને પોલીસ ચોકી ખાતે બોલાવી તપાસમાં હેરાન નહીં કરવાના અવેજ પેટે 25 હજાર રૂપિયાની લાંચ કૉન્સ્ટેબલ ઓળકીયાએ માગી હતી. લાંચની રકમ વચેટીયા ભાવિન રૂઘાણી થકી મોકલાવી દેવા કૉન્સ્ટેબલે કહ્યું હતું. લાંચ આપવા નહીં માગતા નાગરિકે એસીબી ટોલ ફ્રી નંબર 1064 (ACB Toll Free Number 1064) પર સંપર્ક કરી અધિકારીને મળતા લાંચનું છટકું ગોઠવી આરોપીઓને ઝડપી લેવાયા છે.

લાંચીયો કૉન્સ્ટેબલ અગાઉ પણ ઝડપાયો હતો

25 હજારના લાંચ કેસમાં ACB ના હાથે ઝડપાયેલો કૉન્સ્ટેબલ વિપુલ ઓળકીયા ભૂતકાળમાં પણ લાંચ કેસમાં સપડાઈ ચૂક્યો છે. વર્ષ 2015માં વડોદરા શહેર પોલીસ (Vadodara City Police) ખાતે ફરજ બજાવતો વિપુલ ઓળકીયા 1 હજારની લાંચ લેતા ઝડપાયો હતો. વર્ષ 2015માં વિપુલ ઓળકીયાએ માર નહીં મારવા અને કોર્ટમાં રજૂ કરવા પેટે આરોપીના ભાઇ પાસેથી એક હજાર રૂપિયાની લાંચ મેળવી હતી. જે મામલામાં ધરપકડ બાદ વિપુલ ઓળકીયા જેલવાસ અને સસ્પેન્શન પણ ભોગવી ચૂક્યો છે.

15 વર્ષની નોકરીમાં બે ACB ટ્રેપ

વિપુલ ઓળકીયા (Vipul Olakiya) વર્ષ 2009માં ગુજરાત પોલીસ (Gujarat Police) માં ફિક્સ પગારમાં લોકરક્ષક તરીકે ભરતી થયો હતો. 2015માં વડોદરામાં લાંચ કેસમાં પકડાયા બાદ વિપુલ ઓળકીયા મહિનાઓ સુધી સસ્પેન્ડ રહ્યો હતો અને ત્યારબાદ તેની બદલી રાજકોટ શહેર પોલીસ (Rajkot Police) માં થઈ હતી. હાલ 40 હજાર રૂપિયા જેટલો પગાર વિપુલ ઓળકીયા મેળવી રહ્યો છે. કેસમાં ઝડપાયેલો અગાઉ ઝડપાયેલો વિપુલ ઓળકીયા હાલ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો:  IPS Gujarat : અડધો ડઝન આઈપીએસને સરકારે મહિનાઓથી પગાર નથી ચૂકવ્યો

Tags :
ACBACB TeamACB Toll Free Number 1064Anti Corruption BureauBankim PatelGujarat ACBGujarat FirstGujarat GovernmentGujarat PoliceJournalist Bankimrajkot policeUniversity Police StationVadodara City PoliceVipul Olakiya
Next Article