Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

‘ગર્ભપાત’ ભ્રૂણ હત્યા - જમાનો બદલાયો પણ લોકોના વિચારો એવા જ રહયા, ડોક્ટરની ધરપકડ

અહેવાલ : આનંદ પટણી  સુરત શહેરમાં આવેલા લિંબાયત વિસ્તારમાંથી ચાર મહિનાના બાળકનું ભ્રુણ મળી આવ્યું હતું. લિંબાયતની જ શિખા હોસ્પિટલમાંથી ગેરકાયદે ગર્ભપાત કરી ભૃણ ટેરેસ પરથી ફેંકી દેવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે હોસ્પિટલના સંચાલક ડૉ. વિરેન્દ્ર પટેલની ધરપકડ...
‘ગર્ભપાત’ ભ્રૂણ હત્યા   જમાનો બદલાયો પણ લોકોના વિચારો એવા જ રહયા  ડોક્ટરની ધરપકડ

અહેવાલ : આનંદ પટણી 

Advertisement

સુરત શહેરમાં આવેલા લિંબાયત વિસ્તારમાંથી ચાર મહિનાના બાળકનું ભ્રુણ મળી આવ્યું હતું. લિંબાયતની જ શિખા હોસ્પિટલમાંથી ગેરકાયદે ગર્ભપાત કરી ભૃણ ટેરેસ પરથી ફેંકી દેવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે હોસ્પિટલના સંચાલક ડૉ. વિરેન્દ્ર પટેલની ધરપકડ કરી છે.

પટેલ નગર બ્રિજ પાસે રણછોડ નગરમાં શુભ લક્ષ્મી સિરામિક નામની દુકાનની બાજુમાં આવેલા ટાઇલ્સના ગોડાઉનમાંથી ગત તારીખ 18 મીના રોજ તાજુ જન્મેલું ગર્ભ નાળ સાથે જોડાયેલું બાળકનું ભૃણ મળી આવ્યું હતું. સમગ્ર મામલે લિંબાયત પોલીસે CCTV કેમેરાની મદદથી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો જેમાં શિખા હોસ્પિટલની નર્સ અંજુ યાદવ ટેરેસ ઉપરથી ભ્રૂણ એક ડોલમાં ફેંકતી કેમેરામાં નજરે ચઢી હતી.

Advertisement

સમગ્ર કેસનો ભેદ CCTV કેમેરા થકી ખુલતા પોલીસે આ કેસમાં પ્રથમ શિખા હોસ્પિટલ અંજુ યાદવની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે ગેરકાયદે ગર્ભપાત કરાવનાર જ્ઞાનેશ્વર પઠાડે અને તેની પત્ની કાન્હોપાત્રા પઠાદેની ધરપકડ કરી હતી હવે પોલીસે સમગ્ર મામલે ડોક્ટર વિરેન્દ્ર પટેલની ધરપકડ કરી છે.

મહારાષ્ટ્રના હીંગોલી જિલ્લાથી સુરત આવીને ગેરકાયદેસર ગર્ભપાત પતિ પત્ની દ્વારા કરાવવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં પતિ પત્નીએ જણાવ્યું હતું કે ત્રીજી વખત ગર્ભ રહી ગયો હતો અને અજાણતાને કારણે દંપત્તિએ કોઈ દરકાર લીધી ન હતી તેથી ગર્ભપાત કરાવ્યો હોવાનું સામે આવ્યું હતું આ ઉપરાંત ત્રીજા બાળકને આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે પાલન પોષણ કરવામાં મુશ્કેલીને કારણે ગર્ભપાત કરાવ્યો હતો.

Advertisement

ડોક્ટર વિરેન્દ્ર પટેલની ધરપકડ બાદ પોલીસે તેમના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ ઉપરાંત હોસ્પિટલમાંથી ગર્ભપાત કરવાના સાધનો અને દવાઓ પણ મળી આવી હતી. ગર્ભપાત મુદ્દે ડોક્ટર વિરેન્દ્ર અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે. આ અગાઉ પણ ડોક્ટર વિરેન્દ્રની એક વખત ધરપકડ થઈ ચૂકી છે.

આ પણ વાંચો : “પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના”માં રાજકોટ જિલ્લાનાં પારડી અને ચીખલીયાનો સમાવેશ

Tags :
Advertisement

.