Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

‘આપ’નો કાર્યકર્તા અને ચૈતર વસાવાનો નજીકનો કાર્યકર ડ્રગ્સ સાથે ઝડપાયો

આમ આદમી પાર્ટીનો કાર્યકર્તાની ડ્રગ્સ સાથે કરાઈ ધરપકડ 62 ગ્રામ ડ્રગ્સ પ્રકાશ પટેલની પોલીસે કરી ધરપકડ પ્રકાશ પટેલ ચૈતર વસાવાનો નજીકનો કાર્યકર હોવાનું સામે આવ્યું Prakash Patel:: ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહીં છે. વિગતે...
‘આપ’નો કાર્યકર્તા અને ચૈતર વસાવાનો નજીકનો કાર્યકર ડ્રગ્સ સાથે ઝડપાયો
  1. આમ આદમી પાર્ટીનો કાર્યકર્તાની ડ્રગ્સ સાથે કરાઈ ધરપકડ
  2. 62 ગ્રામ ડ્રગ્સ પ્રકાશ પટેલની પોલીસે કરી ધરપકડ
  3. પ્રકાશ પટેલ ચૈતર વસાવાનો નજીકનો કાર્યકર હોવાનું સામે આવ્યું

Prakash Patel:: ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહીં છે. વિગતે વાત કરવામાં આવે તો, આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા અને ચૈતર વસાવાનો નજીકનો કાર્યકર ડ્રગ્સ સાથે ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ચૈતર વસાવાનો કાર્યકર્તા એવો ભરૂચના રહાડપોર ખાતે રહેતો પ્રકાશ પટેલ (Prakash Patel:) લાખો રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો છે. નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા જ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો છે. જેથી અનેક પ્રકારના સવાલો અત્યારે થઈ રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Banaskantha: કોંગ્રેસી કાર્યકર લાખોની ડુપ્લીકેટ નોટો સાથે ઝડપાયો, ગેનીબેન સાથેની તસ્વીરો વાયરલ

પ્રકાશ પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી

મળતી વિગતો પ્રમાણે પ્રકાશ પટેલ ભરૂચમાં સ્કૂલવાનમાં એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો છે. જાણકારી પ્રમાણે 62 ગ્રામ ડ્રગ્સ સાથે સ્કૂલવાન સંચાલન ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે,પ્રકાશ પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, તે આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા અને ચૈતર વસાવાના કાર્યકર છે. તે કેરિયર તરીકે કામ કરતો હતો. પ્રકાસ પટેલ સાથે વાનમાંથી લૂઝ વેચાણ માટેની ઝીપ બેગ ઝડપાઈ છે.

Advertisement

આ પણ વાંચો: પ્રાથમિક શાળાના શિક્ષિકા હતાં Mr. India, વિદેશમાં રહેવાનો લઈ રહ્યાં હતાં પગાર

બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી

ભરૂચ જિલ્લા SOG પી.આઈ. એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ SOG સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા હતા. SOG ટીમ દ્વારા જીલ્લામાં અસરકારક પેટ્રોલીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન પી.એસ.આઈ. એમ.એચ.વાઢેરને મળેલી બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. પોલીસે આ મામલે અત્યારે કડક કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Advertisement

આ પણ વાંચો: યુવા કૌશલ્ય દિવસે ગુજરાત ફર્સ્ટે પ્રસારિત કર્યો હતો અહેવાલ, હવે રાજ્ય સ્તરે લેવાઈ નોંધ

રૂપિયા 6,20,000 ની કિંમતનો જથ્થો ઝડપાયો

આ દરમિયાન રહાડપોરમાં રહેતા આરોપી પ્રકાશ અંબાલાલ પટેલની સ્કુલ વર્ધીની મારૂતી વાન ગાડી નંબર- GJ-16-AU-0314 માંથી ગેરકાયદેસર નશાકારક Methamfetamine ડ્રગ્સનો રૂપિયા 6,20,000 ની કિંમતનો 62 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડી સહિત 7 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. નોંધનીય છે કે, તપાસ દરમિયાન ડ્રગ્સની પડેગી બનાવવા માટે 20 જેટલી નાની પેકિંગની કોથળી પણ મળી આવી છે જેના કારણે છૂટક ડ્રગ વેચાણ કરતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે.

Tags :
Advertisement

.