Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગૌરક્ષક તરીકે પોતાની છાપ ઉભી કરનાર યુવક શંકાસ્પદ ગૌમાંસનું વેચાણ કરતો પોલીસના હાથે ઝડપાયો

અહેવાલ- અક્ષય ભડાને તાપી જિલ્લાના સોનગઢ નગરમાં રહેતો રફિક શબ્બીર મલેક નામનો ઈસમ જે જિલ્લાના હિંદુવાદી નેતાઓ અને જિલ્લાના ગૌરક્ષકોને જિલ્લામાં આવતું ગૌમાંસ અને જિલ્લામાંથી પસાર થતી ગૌતસ્કરીની બાતમી આપતો હતો. તેણે પોતે વોટ્સઅપનું હિંદુ સમાજ સેવા ગ્રુપ બનાવ્યું હતું...
10:23 PM Oct 27, 2023 IST | Hardik Shah

અહેવાલ- અક્ષય ભડાને

તાપી જિલ્લાના સોનગઢ નગરમાં રહેતો રફિક શબ્બીર મલેક નામનો ઈસમ જે જિલ્લાના હિંદુવાદી નેતાઓ અને જિલ્લાના ગૌરક્ષકોને જિલ્લામાં આવતું ગૌમાંસ અને જિલ્લામાંથી પસાર થતી ગૌતસ્કરીની બાતમી આપતો હતો. તેણે પોતે વોટ્સઅપનું હિંદુ સમાજ સેવા ગ્રુપ બનાવ્યું હતું પરંતુ હિંદુ સમાજ માટે પ્રેમ દાખવનાર રફિક શબ્બીર મલેક પોતાના ઘરે શંકાસ્પદ ગૌમાંસ વેચતો સોનગઢ પોલીસના હાથે ઝડપાયો છે. સોનગઢ પોલીસે શંકાસ્પદ ગૌમાંસ વેચનાર રફિક શબ્બીર મલેકને ઝડપી શંકાસ્પદ ગૌમાંસ સેમ્પલ લઈ સુરત ખાતે FSL પરીક્ષણ માટે મોકલી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાપી જિલ્લો એ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પર આવેલો જિલ્લો છે અને અહીંથી મોટા ભાગની ગૌતસ્કરી થતી આવી છે અને મહારાષ્ટ્રમાંથી છુપી રીતે ગૌમાંસ લાવી વેચાણ કરવાનો કિસ્સો ભૂતકાળમાં પ્રકાશમાં આવી ચૂક્યો છે. ત્યારે સોનગઢ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે સોનગઢના અલીફનગરમાં શંકાસ્પદ ગૌમાસનું વેચાણ થઈ રહ્યું છે. જે બાતમીના આધારે સોનગઢ પોલીસે અલીફનગરમાં રેડ કરતા અલીફનગરમાં રહેતા રફિક શબ્બીર મલેકના ઘરે શંકાસ્પદ ગૌમાસનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં રફિક શબ્બીર મલેકને શંકાસ્પદ ગૌમાંસ વેચતા ઝડપી પાડ્યો હતો જેમાં પોલીસે શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો કબજે કરી માસનું સેમ્પલ લઇ સુરત ખાતે એફ.એસ.એલ રિપોર્ટ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ સોનગઢમાં હિંદુ ધર્મ પ્રેમી લોકોની લાગણી દુભાઈ હતી. ત્યારે શંકાસ્પદ ગૌમાસ વેચનાર રફિક શબ્બીર મલેક જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના નેતાનો નાનો ભાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. અને રફિક શબ્બીર મલેક એ તાપી જિલ્લાના હિન્દુવાદી નેતાઓ અને ગૌરક્ષક અને જિલ્લામાંથી થતી ગૌ તસ્કરી અને ગૌમાંસની બાતમી આપી પોતે હિન્દુ પ્રેમી હોવાની છાપ ઊભી કરનાર રફિક મલેકે લોકોને અંધારામાં રાખી પોતે જ શંકાસ્પદ ગૌમાંસનું વેચાણ કરતો હતો. ત્યારે આજે રફિક મલેકનો ચહેરો લોકોની સામે આવ્યો છે અને જીવદયા તરીકે પોતાની છાપ ઉભી કરનાર રફિક મલેક પોતે જીવદયાનો ભક્ષક નિકળ્યો હોવાનો ખુલાસો થયો છે.

બીજી તરફ મલેક દ્વારા જિલ્લાના ગૌરક્ષકો અને હિન્દુ નેતાઓને વિશ્વાસમાં લેવા માટે પોતે એક WHATSAPP ગ્રુપ પણ બનાવ્યું હતું. જેમાં ગ્રુપનું નામ હિન્દુ સમાજ સેવા ગ્રુપ પણ રાખ્યું હતું અને પોતે એડમીન હતો. વળી ગ્રુપમાં ગૌ તસ્કરીની બાતમી સહિત ગૌમાંસના ખોટા વેચાણની માહિતી આપી હિન્દુ નેતાઓને ખોટી દિશામાં દોરતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે ગૌરક્ષકોએ અને હિન્દુ નેતાઓએ આવા નકલી હિંદુ પ્રેમી અને ગૌરક્ષક હોવાનું છાપ ઉભી કરનાર તત્વો સામે ચેતી જવાની જરૂર છે. આ લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ સૌ કોઇ ચોંકી ગયા છે.

આ પણ વાંચો - હિંમતનગર શહેરમાં બનાવટી એન્ટીબાયોટીક દવાઓ તેમજ ગર્ભપાત માટેની દવાઓના ગેરકાયદેસર વેચાણ કરતા સ્થળો પર દરોડા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GaurakshakRafik Shabbir MalekSongadhSongadh NewsSongadh PoliceTapiTapi News
Next Article