Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat એરપોર્ટ પરથી એક યુવકને કસ્ટમ પોલીસે GOLD સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી

Surat: સુરતને આમ તો ક્રાઈમ સિટી કહેવામાં આવે છે. અહીં છાસવારે ગુનાખોરીના કેસ નોંધાતા રહે છે. અત્યારે ફરી એકવાર આવો જ કેસ સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે સુરત એરપોર્ટ ઉપરથી ફરી સોનું ઝડપાયું છે. કસ્ટમ પોલીસે એક યુવકને સોના...
surat એરપોર્ટ પરથી એક યુવકને કસ્ટમ પોલીસે gold સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી

Surat: સુરતને આમ તો ક્રાઈમ સિટી કહેવામાં આવે છે. અહીં છાસવારે ગુનાખોરીના કેસ નોંધાતા રહે છે. અત્યારે ફરી એકવાર આવો જ કેસ સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે સુરત એરપોર્ટ ઉપરથી ફરી સોનું ઝડપાયું છે. કસ્ટમ પોલીસે એક યુવકને સોના સાથે ઝડપી પડ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે યુવક પટ્ટાનું બક્કલ જ સોનાનું લઈને આવ્યો હતો. જેથી ચેકિંગમાં એક અધિકારીને પટ્ટાનો ચળકાટ વધુ લાગતા શંકા ગઈ હતી અન તપાસ હાથ ધરી હતી.

Advertisement

રૂપિયા 11 લાખનું સોના સાથે પોલીસ કરી અટકાયત

નોંધનીય છે કે, એરપોર્ટ પર યુવક પર શંકા ગઈ હતી, જેથી તે યુવકને બોલાવી ચેકિંગ કરાતા બક્કલમાં દોઢસો ગ્રામ સોનું મળી આવ્યું હતું. જેની કિંમતની વાત કરવામાં આવે તો, રૂપિયા 11 લાખનું સોનું હોવાનો બહાર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ એક યુવક સોનાના બક્કલ સાથે પકડાયો હતો. જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, શારજાહ અને દુબઈ ફલાઇટ શરૂ થયા બાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગ વધ્યુ છે.

શારજાહ અને દુબઈ ફલાઇટ શરૂ થતા ગોલ્ડ સ્મગલિંગ વધ્યું

શારજાહ અને દુબઈ ફલાઇટ શરૂ થતા તે રીતે ગોલ્ડ સ્મગલિંગ વધ્યું છે તેના કારણે કસ્ટમ, ડીઆરઆઇ, સીઆરએફએસ અને પોલીસની સતત નિગરાની રહે છે. આમ આટલી વ્યવસ્થા અને સિક્યોરિટી હોવા છતાં સ્મગલરો ડરતા નથી. અવાર નવાર આ રીતે સોનાની હેરાફેરી કરી રહ્યા છે.અત્યારે તે આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદાકીય પગલા લેવાની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરી દેવામાં આવી છે. જો કે, આવી રીતે સોનાની હેરાફેરી વધતા પોલીસ પણ અત્યારે સતર્ક થઈ ગઈ છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat માં છેલ્લા 22 કલાકમાં 161 તાલુકામાં વરસાદ ખાબક્યો, કેટલાય ડેમ થયો ઓવરફ્લો

આ પણ વાંચો: Union Budget 2024 : બજેટથી મધ્યમ વર્ગ, ખેડૂતો, મહિલાઓ, વેપારીઓ સહિત દરેક વર્ગને અપેક્ષાઓ

આ પણ વાંચો: Bangladesh Protest : બાંગ્લાદેશમાં ફસાયેલા 14 ગુજરાતી વિદ્યાર્થી સહી-સલામત વતન પહોંચ્યા, હેલ્પલાઇન નંબર જાહેર

Tags :
Advertisement

.