દીવના દરિયામાં નહાવા પડેલો યુવાન ડૂબ્યો
Diu sea : દીવ (Diu)ના દરિયા (sea) માં હાલ નહાવા જવા પર પ્રતિબંધ હોવા છતાં બે યુવાનો દરિયામાં નહાવા પડતાં એક યુવાન ડૂબી ગયો હતો જ્યારે બીજા યુવાનની શોધખોળ ચાવી રહી છે.
દરિયામાં કરંટ એટલો હતો કે બે પૈકી એક યુવાન ડૂબી ગયો
મળેલી માહિતી મુજબ હાલ ચોમાસા પૂર્વ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે દીવ પ્રશાસને લોકોને દરિયાની નજીક ના જવાની સલાહ આપી છે છતાં લોકો તંત્રની સલાહને અવગણી રહ્યા છે. મંગળવારે બનેલા એક બનાવમાં બે યુવાનો તંત્રની સલાહને અવગણીને પામ હોટેલની આગળના નાગવા ગામ નજીક ના દરિયામાં નહાવા પડ્યા હતા. જો કે દરિયામાં કરંટ એટલો હતો કે બે પૈકી એક યુવાન ડૂબી ગયો હતો.
બંને યુવાનો માંડવીના
દરિયામાં બચી ગયેલા યુવાને મદદની બૂમો પાડતાં તુરત જ તેને બચાવાની કામગિરી શરુ કરાઇ હતી. બંને યુવાનો માંડવીના હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલાની વધુ તપાસ કરાઇ રહી છે.
આ પણ વાંચો----- Panchmahal : તળાવમાં ન્હાવા ગયેલા બે યુવક ડૂબ્યાં, શનિયાળામાં કાકીએ પૂર્વ પ્રેમી સાથે મળી ભત્રીજાની હત્યા કરી
આ પણ વાંચો---- Jamnagar : 14 વર્ષનાં કિશોરને પોલીસ સ્ટેશન બોલાવી માતાની સામે ઢોર માર માર્યાનો PI પર આક્ષેપ
આ પણ વાંચો--- Surat Farmers News: 50 મોટર ચોરનારા તસ્કરોને પકડવા ખેડૂતોએ બનાવ્યો આ પ્લાન
આ પણ વાંચો---- Ahmedabad Crime Branch: નરાધમ પ્રેમી સગીર પ્રેમિકાને બહેન બતાવી ઘરમાં પૂરી રાખતો
આ પણ વાંચો---- SURAT : હત્યા કેસમાં PI અલ્પેશ ગાબાણીનો કોર્ટે બરોબરનો ઉધડો લીધો! વાંચો અહેવાલ