ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તાપી નદીમાં યુવક અને બાળકી ડૂબ્યા,વરાછાના 5 લોકો ગયા હતા ન્હાવા

સુરતના કામરેજ અને બારડોલીમાં ૪ લોકો તાપી નદીમાં ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે. બનાવને ચકચાર મચી જવા પામી છે તો બીજી તરફ ફાયર વિભાગ દ્વારા તાપી નદીમાં ડૂબેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે કામરેજના ડુંગરા ગામે...
10:12 PM May 31, 2023 IST | Hiren Dave

સુરતના કામરેજ અને બારડોલીમાં ૪ લોકો તાપી નદીમાં ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે. બનાવને ચકચાર મચી જવા પામી છે તો બીજી તરફ ફાયર વિભાગ દ્વારા તાપી નદીમાં ડૂબેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે

કામરેજના ડુંગરા ગામે પાંચ લોકો તાપી નદીમાં ન્હાવા પડ્યા હતા જો કે પાંચેય લોકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા જેને લઈને ત્યાં બુમાબુમ થતા સ્થાનિકો એકઠા થઇ ગયા હતા. સ્થાનિકોએ બનાવની જાણ ફાયર વિભાગને કરવા સાથે નદીમાં ડૂબી રહેલા પાંચ લોકો પૈકી ૩ લોકોને બચાવી લીધા હતા જયારે એક કિશોરી અને એક યુવક પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો ફાયરના જવાનોએ પાણીમાંથી કિશોર અને યુવકની લાશની શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ બંનેની લાશ તાપી નદીમાંથી મળી આવી હતી. જેમાં મૃતકની ઓળખ સિદ્ધાર્થ સબોવા અને કિશોરીનું નામ માહી વાનાણી હોવાની ઓળખ થઇ છે.પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોચ્યો હતો અને આ મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે સુરતથી આ લોકો ડુંગરા ગામેં ફરવા આવ્યા બાદ તાપી નદીમાં ન્હાવા પડ્યા બાદ પાણીમાં ગરકાવ થઇ ગયા હોવાની માહિતી સામે આવી હતી

જયારે બીજા બનાવમાં બારડોલીની વાઘેચા નદીમાં બે યુવાનોના ડૂબી જતા મોત નીજ્પ્યા છે. વાઘેચા ખાતે સુરતના અંદાજીત ૭ જેટલા યુવાનો નદીમાં ન્હાવા પડ્યા હતા જે પૈકી ૫ લોકો બહાર નીકળી ગયા હતા જયારે બે યુવાનો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગ અને પોલીસને થતા ઘટના સ્થળે પહોચ્યા છે અને ફાયર વિભાગ દ્વારા ડૂબી ગયેલા યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ડૂબી ગયેલા બંને યુવકોની ઓળખ કૈફ રાયન અને શિરતજ રાયન તરીકે થઇ છે અને બંને યુવાનો સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. બારડોલી ફાયર વિભાગ દ્વારા બને યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

અહેવાલ -ઉદય જાદવ ,સુરત 

આ પણ  વાંચો-PM MODI આગામી 5મી જૂને ગુજરાતની મુલાકાતે…વાંચો કેમ…!

Tags :
DrowngirlSuratTapiYoung Man
Next Article