Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતનું એક એવું ગામ જ્યાં રક્ષાબંધન પુનમના દિવસે નહીં પણ આજે મનાવાય છે...

અહેવાલ - સચિન શેખલીયા સમગ્ર ભારતમાં આવતીકાલે કાલે રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે. ત્યારે બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે અને એક દિવસ પૂર્વે એટલે કે આજે ભાઈને બહેન રાખડી બાંધીને ઉજવે છે. રક્ષાબંધન...
ગુજરાતનું એક એવું ગામ જ્યાં રક્ષાબંધન પુનમના દિવસે નહીં પણ આજે મનાવાય છે

અહેવાલ - સચિન શેખલીયા

Advertisement

સમગ્ર ભારતમાં આવતીકાલે કાલે રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે. ત્યારે બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે અને એક દિવસ પૂર્વે એટલે કે આજે ભાઈને બહેન રાખડી બાંધીને ઉજવે છે. રક્ષાબંધન ,એક દિવસ પહેલા રક્ષાબંધન મનાવવા પાછળનું કારણ આપ જાણશો તો દંગ રહી જશો.

પાલનપુરથી આઠ કી.મી. દુર આવેલ પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં આજે આખા ગામની દીકરીઓ ભાઈને રાખડી બાંધીને એકદિવસ પહેલા જ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા 200 વર્ષથી પરંપરા મુજબ રક્ષાબંધનના આગળના દિવસે ચડોતર ગામમાં ભાઈ-બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન મનાવવામાં આવે છે. ચડોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકશાન થયું હતું. તેની દહેશતના પગલે ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે ગ્રામજનોએકત્ર થઈને ગામના પુજારી પાસે ગયા ત્યારે પુજારી એ ચડોતર ગામની સુખ અને સલામતી ના રક્ષણ માટે ગામની દીકરીઓને રક્ષાબંધન ના એક દિવસ આગાઉ ભાઈ ને રાખડી બાંધવાનું સુચન કર્યું હતું.ત્યારથી આ પરંપરા આજે પણ ચડોતર ગામની યથાવત છે.

Advertisement

લોક વાયકા મુજબ ગામમાં વર્ષો પહેલા ભયંકર રોગ ચાળો ફેલાઈ ગયો હતો જેના કારણે મોટા પ્રમાણમાં લોકો અને પશુઓ ના મોત નિપજ્યા હતા. જેના કારણે ગામના લોકો ગભરાઈ ગયા હતા અને ગામના શિવજીના મંદિરમાં એક તપસ્વી સંત પાસે ગયા અને પુરી વાત કરી જેના કારણે પુજારીએ કહ્યું કે આખા ગામ માંથી દૂધ ભેગું કરો અને આખા ગામના દરેક ખૂણે -ખૂણે છાંટી દો જેથી ગામના લોકો એ દૂધ ભેગું કરી ને આખા ગામ માં છંટકાવ કર્યો. જેના કારણે થોડી જ વાર માં બધુજ શાંત થઈ ગયું ત્યાર બાદ સંતે કહ્યું કે આજ પછી હવે રક્ષાબંધન ના દિવસે આપડા ગામ માં કોઇ બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધે નહી ત્યારથી લઈને આજ દિન સુધી ચડોતર ગામમાં ની એક પણ બહેન પોતાના ભાઈને રાખડી બાંધતી નથી.

દેશભરમાં આવતી કાલે ભાઈ-બહેનના પવિત્ર બંધન એવા રક્ષાબંધન ઉજવણી થનાર છે ત્યારે આજે રક્ષાબંધનના એક દિવસ અગાઉ પાલનપુર ના ચડોતર ગામની બહેનોએ આજે ભાઈ ને રાખડી બાંધીને ચડોતર ગામની રક્ષાબંધન ઉજવણીની 200 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત રાખી છે. સમગ્ર દેશમાં આવતીકાલે ભાઈ બહેનના પ્યારના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે ત્યારે ચડોતર ગામમાં ભાઈના લાંબા આયુષ માટે આજે બહેનો રાખડી બાંધી રહી છે.

Advertisement

આ પણ વાંચો -  Pakistan ના ‘અંબાણી’ની દીકરીને મળો, જેના લગ્નમાં પૈસા પાણીની જેમ ખર્ચાયા હતા, 123 કરોડથી વધુનું કર્યું દાન…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.