Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચમાં  મેઘઉત્સવ દરમિયાન છડી ઝૂલવવાની અનોખી પરંપરા

અહેવાલ----દિનેશ મકવાણા, ભરૂચ  ભરૂચના મેઘરાજાના મેળાની જામી રંગત. ભરૂચના પોલીસવડા, સહિત રાજકીય આગેવાનોએ ઘોઘારાવ મહારાજ અને છડીના દર્શન કર્યા.. અંદાજે 25થી 30 ફૂટ ઊંચી છડીને સેવકો દ્વારા શરીરના વિવિધ અંગો ઉપર ઝૂલાવવી આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું... જાદવ સમાજ અને ખારવા...
ભરૂચમાં  મેઘઉત્સવ દરમિયાન છડી ઝૂલવવાની અનોખી પરંપરા
અહેવાલ----દિનેશ મકવાણા, ભરૂચ 
  • ભરૂચના મેઘરાજાના મેળાની જામી રંગત.
  • ભરૂચના પોલીસવડા, સહિત રાજકીય આગેવાનોએ ઘોઘારાવ મહારાજ અને છડીના દર્શન કર્યા..
  • અંદાજે 25થી 30 ફૂટ ઊંચી છડીને સેવકો દ્વારા શરીરના વિવિધ અંગો ઉપર ઝૂલાવવી આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું...
  • જાદવ સમાજ અને ખારવા સમાજ વાલ્મિકી સમાજ દ્વારા છડી ઝુલાવવામાં આવી..
સમગ્ર વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં જ મેઘઉત્સવ દરમિયાન છડી ઝૂલવવાની અનોખી પરંપરા છે. ભરૂચના ભોઇ વાડમાં ભોઈ પંચ તથા વેજલપુર વિસ્તારમાં ખારવા સમાજ અને લાલ બજારમાં વાલ્મિકી પંચ દ્વારા પરંપરાગત છડી ઝુલાવવામાં આવી રહી છે. નોમનું એક રાત્રી રોકાણ બાદ દશમની સંધ્યાકાળે છડી ઉત્સવ સમાપન થનાર છે.
ભોઈ સમાજના યુવાનો દ્વારા છડી ઝુલાવવામાં આવી
છેલ્લા ઘણા વર્ષોની પરંપરાગત રીતે છડી ઉત્સવ ઉજવવામાં આવે છે. ભરૂચમાં ભોઈ સમાજના યુવાનો દ્વારા છડી ઝુલાવવામાં આવી રહી છે. છડી ઉત્સવ પાછળની કથા પર નજર કરવામાં આવે તો ઘોઘારાવ પોતાની માતા અને રાણીનાં અત્યંત કલ્પાંતથી વર્ષમાં શ્રાવણ વદ સાતમથી દશમ ચાર દિવસ સુધી સૃષ્ટિ પર આવે છે અને આ દિવસોમાં ઉત્સવ ઉજવવામાં આવે છે.છડીએ દેવી પુરુષનું પ્રતિક અને તેની માતા બાછળનું રૂપ છે. છડીને ફરતે લાલ કસુંબો કે રેશમી લાલ કાપડ લગાડવામાં આવે છે અને ખેસ બાંધવામાં આવે છે. છડીને આઠમના દિવસે ઝૂલવવામાં આવે છે. જ્યારે વદ નોમને દિવસે ધામધૂમપૂર્વક છડીને ઝુલાવતા ઝુલાવતા સ્થાપના સ્થળથી ધોળીકૂઈ બજાર લઇ જવામાં આવે છે અને ત્યાં નોમનું રાત્રી વિશ્રામ (રોકાણ) કર્યા બાદ દશમના દિવસે પુનઃ ઘોઘારાવ મંદિરેમાં પરત ફરી ૨ છડીને ભેટાડી મેઘરાજાની વિસર્જન સવારી નીકળતી હોય છે અને મેઘરાજાના અંતિમ દર્શન માટે પણ માનવ-મહેરામણ પડાપડી કરતું હોય છે.
ભોઈ પંચ વાલ્મિકી પંચ અને ખારવા પંચ દ્વારા અન્ય સ્થળે એક રાત્રિના છડીના રોકાણ બાદ ત્રણેય છડી મંદિરના સ્થાપના સ્થળે પહોંચતા દશમના સંધ્યા કાળે છડી ઉત્સવનો સમાપન કરવામાં આવે છે.
Advertisement
Tags :
Advertisement

.