Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bahucharaji : બહુચરાજીમાં 31ST Decemberની અનોખી ઉજવણી

અહેવાલ - મુકેશ જોષી, મહેસાણા Bahucharaji : આજે 31ST December એટલે કે વર્ષનો છેલ્લો દિવસ આ દિવસે ઉજવણી લોકો અલગ અલગ રીતે કરતા જોવા મળે છે એમાં પણ ખાસ કરીને આજનો યુવાન મોડી રાત્રી સુધી ડાન્સ પાર્ટીઓ તેમજ શરાબની મહેફિલમાં તેમજ...
05:11 PM Dec 31, 2023 IST | Maitri makwana

અહેવાલ - મુકેશ જોષી, મહેસાણા

Bahucharaji : આજે 31ST December એટલે કે વર્ષનો છેલ્લો દિવસ આ દિવસે ઉજવણી લોકો અલગ અલગ રીતે કરતા જોવા મળે છે એમાં પણ ખાસ કરીને આજનો યુવાન મોડી રાત્રી સુધી ડાન્સ પાર્ટીઓ તેમજ શરાબની મહેફિલમાં તેમજ અન્ય રીતે આ દિવસની ઉજવણી કરે છે. મહેસાણાના બહુચરાજી (Bahucharaji)ના નાના એક સલૂન ધારક બે વ્યક્તિઓ દ્વારા છેલ્લા 10 વર્ષથી અનોખી રીતે ન્યૂ યર (NEW YEAR ) દિવસની ઉજવણી કરવામાં આવે છે. બહુચરાજી (Bahucharaji)ના નાના એવા સલૂન જે કે હેર સ્ટાઇલ નામની સલૂન ચલાવતા 2 મિત્રો દિનેશ પારેખ અને શૈલેષ વાળંદ છેલ્લા 10 વર્ષ થી 31ST December અને 1 જાન્યુઆરીના રોજ ન્યૂ યર (NEW YEAR )માં પોતાના સલૂનમાંથી જે કોઈ પણ આવક આવે તે તમામ આવક એ મૂંગા અને અબોલ જીવો માટે ખર્ચે કરે છે.

આમ તો સલૂન જેવા વ્યવસાય માં ઘર પણ ચાલવવું મુશ્કેલ હોય છે. દરિયાદીલી થકી આજે એક ઉમદા ઉદાહરણ પૂરૂ પાડે છે. દાન કરવું એ એક સ્વાભાવિક રીત છે પણ એમાંય એક નાનો વ્યક્તિ કે જે આ બે દિવસની પોતાની દુકાનની તમામ આવક દાનમાં આપી દેવી એ ખૂબ જ મોટી વાત છે. નાના વહેપારી અને એમાંય એક નાનું એવું સલુન ચલાવતા આ બે મીત્રો પોતાની આ દરિયાદીલીથી બહુચરાજી પંથકમાં બધાનું દિલ જીતી લીધું છે.

બહુચરાજી(Bahucharaji) ના બે યુવાનો વધુમાં વધુ લોકો 31ST ડીસેમ્બર તેમજ 1 જાન્યુઆરી દરમિયાન પોતાના સલુનમાં આવે અને મોટી રકમ એકત્રિત થાય તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરે છે અને આવક એકત્રિત કરે છે અને પોતે અને પોતાના ગ્રાહકોને આ દાનમાં ભાગીદાર બનાવી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. નાના માણસ પોતાની રોજે રોજની કમાણી ઉપર પોતાના ઘરનો નિર્વાહ કરતો હોય છે ત્યારે આ બે યુવાનો અબોલ જીવો માટે આગળ આવી પુણ્યનું કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો---MODHERA: રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન

આ પણ વાંચો -  મહારાષ્ટ્રના પાલઘર નજીક ગમખ્વાર અકસ્માત, બે માસૂમોના થયા કરૂણ મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
31 DECEMBERBahucharajiCelebrationGujaratGujarat Firstlast day of the yearmaitri makwanaunique celebration
Next Article