Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તાપી જિલ્લામાં વર્ષ- 2022-23 માં 3302 હેક્ટર વિસ્તારમાં કુલ 17.27 લાખ રોપાનું વાવેતર કરાયું

અહેવાલ - અક્ષય ભદાણે ગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર 196024 ચો.કીમી છે, જે પૈકી 18961.69 ચો.કીમી.(9.67%) વિસ્તારને વન વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ગરમીથી તપતા ક્ષારયુક્ત રેતીના રણથી માંડીને ભેજયુક્ત પર્વતીય વિસ્તાર, દરિયાથી માંડીને ઉચા ઉંચા પહાડો સહિત ભૌગોલિક...
10:16 AM Aug 06, 2023 IST | Hardik Shah

અહેવાલ - અક્ષય ભદાણે

ગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર 196024 ચો.કીમી છે, જે પૈકી 18961.69 ચો.કીમી.(9.67%) વિસ્તારને વન વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ગરમીથી તપતા ક્ષારયુક્ત રેતીના રણથી માંડીને ભેજયુક્ત પર્વતીય વિસ્તાર, દરિયાથી માંડીને ઉચા ઉંચા પહાડો સહિત ભૌગોલિક અને ઇકો-ક્લાઈમેટિક પરિસ્થિતિનુ વૈવિધ્ય જોવા મળે છે, જેના પરિણામે વિવિધ પ્રકારના જંગલોનું નિર્માણ થયું છે. આ પરિબળોને કારણે જ રાજ્યને કુદરતી સંપદા અને સૌંદર્યનો લખલૂંટ અને અમૂલ્ય વારસો ભેટમાં મળ્યો છે.

બહુવિધ પ્રજાતિની વનસ્પતિઓનું વૈવિધ્ય, વસાહતો અને જીવસૃષ્ટિથી ગુજરાત હર્યુંભર્યુ છે. દેશની 13% જેટલી બહુવિધ પ્રજાતિની વનસ્પતિઓનું વૈવિધ્ય એકલા ગુજરાતમાં જ છે. સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહો અને જંગલી ગધેડા(ઘુડખર)ની વસતી માત્ર ગુજરાતમાં જ છે. દેશની કુલ જીવસૃષ્ટિ પૈકી પ્રાણીઓની જૈવ વૈવિધ્યતાની દ્રષ્ટીએ 14% માછલીઓ, 18% શરીરસૃપો, 37% પક્ષીસૃષ્ટિ 25% સસ્તન પ્રાણીઓની વસ્તી એકલા ગુજરાતમાં જ છે. ગુજરાતના વન વિભાગની પ્રમુખ અને મુખ્ય જવાબદારી વન્યજીવન અને વન વિસ્તારના રક્ષણ, સંરક્ષણ અને વિકાસ કરવાની છે.

તાપી જિલ્લામાં વન વિભાગ અને સુરત સામાજિક વનીકરણ દ્વારા વન વિસ્તારના સંરક્ષણની ઉચ્ચ કોટીની કામગીરી કરવામાં આવી રહી છે. જેના વિશે નાયબ વનસંરક્ષકશ્રી પુનિત નૈયરે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે,

તાપી જિલ્લામાં ૨૦૨૨-૨૩નાં વર્ષમાં ૩૩૦૨ હેક્ટર વિસ્તારમાં કુલ ૧૭.૨૭ લાખ રોપાનું વાવેતર કરવામાં આવેલ છે. જ્યારે ચાલુ ચોમાસા દરમ્યાન ૧૫૯૦ હેક્ટર જેટલા વિસ્તારમાં કુલ ૧૩.૧૨ લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. વ્યારા વન વિભાગમાં પદમડુંગરી તથા આંબાપાણી ઈકોઝુરીઝમ સેન્ટર હાલ કાર્યરત છે. વ્યારા ખાતે સહયાદ્રિ વન ઉત્પાદન કેન્દ્ર વ્યારા તથા વનશ્રી રેસ્ટોરેન્ટ તેમજ રૂરલ મોલ પાનવાડી વ્યારા ખાતે કાર્યરત છે. જેમાં સખી મંડળ દ્વારા સફળતા પુર્વક સંચાલન કરવામાં આવે છે.

આ ઉપરાંત વન અધિકાર ધારાની કલમ-૩ (૨) ની ૧૩ માળખાકીય સુવિધા હેઠળ વન વિભાગ વ્યારા દ્વારા કુલ-૧૩૮ દરખાસ્તો મંજુર કરી ૫૯.૫૪૪૬ હેકટર જમીન વિકાસના કામો માટે ફાળવવામાં આવી જે તાપી જિલ્લાના વિકાસમાં મદદગાર બન્યા છે.

વર્ષ ૨૦૨૨-૨૩ નાં વર્ષમાં વાંસ ઝુંડ સુધારણા યોજના અંતર્ગત કુલ - ૧૯૦૦ હેકટરમાં કામગીરી કરી ૪૫૬૦૦૦ જેટલા ઉત્પન્ન થયેલ વાંસ તથા વાંસના ટુકડા ૬૮ જેટલા ગામોની પંચાયત તથા કોટવાળીયાઓને વિતરણ કરવામાં આવ્યા છે. જેના થકી ૫૧૯૮ જેટલા લાભાર્થીઓએ લાભો મેળવ્યો છે. તેમજ વાંસની કામગીરીમાં મહારથ હાંસલ કરી છે.

ઉપરાંત વાંસમાંથી નીકળતા ધાસ કચરા તથા વાંસના ટુકડામાંથી જીવંત કોતરો તથા ઢોળાવો ઉપરથી પાણી વહી ન જાય તે માટે કુલ ૪૩૯ બાવા ચેકડેમ બનાવી ભૂમિ અને ભેજ સંરક્ષણની કામગીરી આયોજન બધ્ધ રીતે કરવામાં આવી છે.

વન વિભાગની કામગીરી જેટલી જ મહત્વનું છે સામાજીક વનીકરણ વિભાગની કામગીરી. તાપી જિલ્લામાં સુરત વનીકરણ વિભાગ દ્વારા ગત વર્ષ નમો વડ વન-૧ સોનગઢ રેંજ ખાતે બનાવવામાં આવેલ છે. ચાલુ વર્ષે તાપી જીલ્લામાં ૩ કવચ વન જે પૈકી ૨ કવચ વન સોનગઢ રેંજમાં અને ૧ કવચ વન વ્યારા રેંજ ખાતે બનાવવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે સુરત સામીજીક વનીકરણ વિભાગ દ્વારા તાપી જીલ્લા હેઠળ કુલ ૮૮૫ હેકટરમાં ૫.૮૩ લાખ રોપા વાવેતરની કામગીરી પ્રગતિ હેઠળ છે.

સામીજીક વનીકરણ વિભાગ સુરતની મહુવા રેંજના વાલોડ તાલુકાના દેગામા ગામને ગ્રામવન વાવેતરની ઉપજના ૭૫% રકમ રૂ. ૭,૩૮,૭૮૩/- સરપંચશ્રી ગ્રામ પંચાયત દેગામાને ચુકવવામાં આવનાર છે. ચાલુ વર્ષે તાપી જીલ્લાના વાલોડ, સોનગઢ, વ્યારા, ઉચ્છલ રેંજના DCP યોજનાના લાભાર્થીઓને કુલ રૂ.૧,૧૩,૦૦૩/- નું ચુકવણું કરવામાં આવ્યું છે. વૃક્ષખેતી અને આર.ડી.એફ.એલ હેઠળ લાભાર્થીઓની રૂ. ૩૦,૦૨,૧૦૦/- ચુકવવામાં આવેલ છે.

જિલ્લાના તમામ તાલુકાઓમાં વિવિધ ૩૫ જેટલી નર્સરીઓમાં મુખ્યત્વે નિલગીરી, બંગાળી બાવળ, સાગ, લીમડા, શરૂ, ઔષધીય, ફળાઉ, તુલસી, ફુલછોડ તમામ જાતના રોપા મળી કુલ ૨૧,૫૫ લાખ રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે.

તાપી જિલ્લામાં વન અને પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સહિત વન સંરક્ષણ અને રક્ષણની દિશામાં સ્થાનિક લોકભાગીદારી વધારી તાપી વન વિભાગ વનપેદાશોનું ઉત્પાદન વધારવાની સાથે સાથે સ્થાનિક લોકોની રોજીંદી જરૂરિયાતો સંતોષી શકાય અને વનવિસ્તારના પૂરવઠાની આપૂર્તિ કરી શકાય તે માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
17.27 lakh saplings3302 hectaresGujarat NewsplantedTapiTapi district
Next Article