Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલમાં એશિયાટી કોલેજ ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ કેમ્પ યોજાશે

અહેવાલ - વિશ્વાસ ભોજાની, ગોંડલ ગોંડલમાં એશિયાટી કોલેજ ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ દિવાળી કેમ્પનું આયોજન કરાયું છે. એક અઠવાડિયા સુધી ચાલનાર આ દિવાળી કેમ્પમાં 311 વિદ્યાર્થી ભાગ લેશે. વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવશે. કેમ્પમાં સાત દિવસ દરમિયાન સ્વચ્છતા, પર્યાવરણ...
ગોંડલમાં એશિયાટી કોલેજ ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ કેમ્પ યોજાશે

અહેવાલ - વિશ્વાસ ભોજાની, ગોંડલ

Advertisement

ગોંડલમાં એશિયાટી કોલેજ ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ દિવાળી કેમ્પનું આયોજન કરાયું છે. એક અઠવાડિયા સુધી ચાલનાર આ દિવાળી કેમ્પમાં 311 વિદ્યાર્થી ભાગ લેશે. વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવશે. કેમ્પમાં સાત દિવસ દરમિયાન સ્વચ્છતા, પર્યાવરણ બચાવો અને ગ્રાઉન્ડને લગતા કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

રાજ્ય કક્ષાનો સાત દિવસનો દિવાળી કેમ્પનું આયોજન

Advertisement

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ (સિનિયર) સૌરાષ્ટ્ર - કચ્છ રાજ્ય કક્ષાનો સાત દિવસનો દિવાળી કેમ્પનું આયોજન એશિયાટિક કોલેજ ખાતે કરાયું છે. આ કેમ્પ તા. 21 થી 27 નવેમ્બર સુધી ચાલશે. દિવાળી કેમ્પમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ જીલ્લાઓમાંથી કુલ 311 ઉમેદવારોએ ભાગ લીધો છે. જેમાં 151 વિદ્યાર્થી 160 વિદ્યાર્થીનીનો સમાવેશ થાય છે. 7 દિવસના કેમ્પમાં અલગ અલગ સ્ટુડન્ટસને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવશે.

સ્વચ્છતા, પર્યાવરણ બચાવો ગ્રાઉન્ડને લગતા કાર્યક્રમોનું આયોજન 

Advertisement

જેમાં પી.ટી, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વ્યક્તિ વિશેષ સાથે વાર્તા લાપ કરશે. સાત દિવસ દરમ્યાન ગ્રાઉન્ડને લાગતી અલગ અલગ કાર્યક્રમો જેમ કે સ્વચ્છતા, પર્યાવરણ બચાવો ગ્રાઉન્ડને લગતા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પોલીસ કર્મચારીઓ તથા શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવશે. કાર્યક્રમને DYSP કે.જી.ઝાલા, તાલુકા પોલીસ ના PSI જે.એમ.ઝાલા, ઘોઘાવદર આનંદી આશ્રમના નિરંજની રાજ્યગુરૂ અને પોલીસ સ્ટાફે દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકાયો છે.

કોલેજના ડાયરેકટર સહિતના લોકો ઉપસ્થિત રહી કેમ્પને ખુલ્લો મુકાયો

આ કાર્યક્રમમાં DYSP કે.જી.ઝાલા, CPI બી.એલ.રોહિત, PSI એમ.એચ.ઝાલા, જે.એમ.ઝાલા, એન.આર કદાવાલા, ધોરાજી તાલુકા PSI ડી.એચ. રાખોલીયા, ઘોઘાવદરના આનંદ આશ્રમ ગૌશાળાના લોક સાહિત્યકાર નિરંજનભાઈ રાજ્યગુરુ, એશિયાટિક કોલેજના ટ્રસ્ટી (નિવૃત આર્મીમેન) પોપટભાઈ ભુવા, એશિયાટિક કોલેજના ડાયરેકટર હિરેનભાઈ ભાલોડિયા સહિતના લોકો ઉપસ્થિત રહી આ કેમ્પને ખુલ્લો મુકાયો હતો.

આ પણ વાંચો - દિવાળીની રજાઓમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Tags :
Advertisement

.