ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

LOKSABHA 2024 : અમદાવાદ ખાતે ભાજપ દ્વારા અત્યાધુનિક મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ભાજપની પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીની તૈયારીના ભાગરૂપે અમદાવાદના SG હાઈવે પર પ્રદેશ ભાજપના મીડિયા સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આવનારી ચૂંટણીમાં પત્રકારોને ચૂંટણી અને ભારતીય જનતા પાર્ટીને લગતા સમાચાર મળી રહે તે...
01:18 PM Mar 18, 2024 IST | Harsh Bhatt

લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ભાજપની પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીની તૈયારીના ભાગરૂપે અમદાવાદના SG હાઈવે પર પ્રદેશ ભાજપના મીડિયા સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આવનારી ચૂંટણીમાં પત્રકારોને ચૂંટણી અને ભારતીય જનતા પાર્ટીને લગતા સમાચાર મળી રહે તે માટે આ મીડિયા સેંટરની શરૂઆત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીને સાથે જોડાયેલા નેતાઓની વિગતો અને અન્ય સમાચારો પત્રકારોને આ મીડિયા સેંટરથી મળી રહેશે. નોંધનીય છે કે, આ મીડિયા સેંટર અત્યાધુનિક સુવિધાઓથી તૈયાર કરાયુ છે.

મીડિયા સેન્ટરથી રાજ્યના ૩૩ જિલ્લાઓ અને તમામ ૨૬ લોકસભા સીટ પર નજર રખાશે નજર 

ભારતીય જનતા પાર્ટીના આ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી. આર પાટીલના હસ્તે કરાયું છે. આ ઈવેન્ટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ, ભાજપના કાર્યકરો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આ મીડિયા સેન્ટરથી રાજ્યના ૩૩ જિલ્લાઓ અને તમામ ૨૬ લોકસભા સીટ પર નજર રાખવામાં આવશે, અને ચૂંટણીને લગતી તમામ માહિતી આ સેન્ટરથી આપવામાં આવશે. વધુમાં આ મીડિયા સેન્ટર ખાતેથી લોકસભાની ચૂંટણીને  લઈ પ્રસારિત થતા મીડિયાના અહેવાલો પર નજર રાખવામાં આવશે. આ સેન્ટરમાં અન્ય દેશ અને રાજ્યોમાંથી આવતા પત્રકારો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભાજપ આ વખતે પણ બધી જ સીટ 5 લાખ મતોના ભવ્ય અંતરથી જીતો તે લક્ષ્ય

આ કાર્યક્રમ અંગે સી. આર પાટીલએ જણાવ્યું હતું કે, આગામી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના લગતા સમાચાર પત્રકાર મિત્રોને મળી રહે તે સુવિધા માટે આ મીડિયા સેન્ટરનું શરૂઆત કરવામા આવી છે. આ મીડિયા સેન્ટર ખાતેથી પત્રકારોને ભાજપના નેતાઓને લગતા દરેક કાર્યક્રમની વિગત મળી રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા પણ ભાજપ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 26 માંથી 26 સીટ જીત્યું છે, તે જ રીતે ભાજપ આ વખતે પણ બધી જ સીટ 5 લાખ મતોના ભવ્ય અંતરથી જીતો તે લક્ષ્ય છે.

સંસ્કૃતિને ઉજાગર કરવાનો સફળ પ્રયાસ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો - સી. આર પાટીલ 

તેમણે વડાપ્રધાન મમોદી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં પીએમ મોદીએ વિકાસના કામો કર્યા છે, તેનો ઘણો ફાયદો ગુજરાતને પણ થયો છે. સંસ્કૃતિને ઉજાગર કરવાનો સફળ પ્રયાસ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો છે. લોકોની વર્ષોની માંગણીઓને વડાપ્રધાને સંતોષી છે.વંદે ભારત ટ્રેનના કારણે રેલવેનો પ્રવાસ સુખદ બન્યો છે.ટ્રેન વધુ સાફ, સ્વચ્છ અને ઝડપી બની છે.વડાપ્રધાને નવા એરપોર્ટના ઉદ્ઘાટન કર્યા છે, aiims ના ઉદ્ઘાટન કરીને પણ વડાપ્રધાને ઇતિહાસ રચ્યો છે.

આ પણ વાંચો :  VADODARA : રીઢા ચોરને પકડી 15 સાયકલો રિકવર કરતી ક્રાઇમ બ્રાન્ચ

Tags :
AhmedabadC.R.PatilCM Bhupendra Patelelection campaignGujarat BJPInformationJournalistloksabha 2024MEDIA CENTERNEWnewsopeningpm modiReporter
Next Article