Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં ભાલોદરા ગામે શાળાની છત ધરાશાયી 

અહેવાલ--- પીન્ટુ પટેલ, ડભોઇ, વડોદરા  ડેમના પાણી છોડવાનાં કારણે વડોદરા જિલ્લાના કેટલાય વિસ્તારોમાં દયનિય સ્થિતિ થવા પામી છે. તેવામાં ડભોઈ તાલુકાના ભાલોદરા ગામની શાળામાં ઓરસંગ નદીનાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે સમગ્ર ગામમાં અને શાળાના પ્રાંગણમાં પણ પૂરનાં પાણી...
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં ભાલોદરા ગામે શાળાની છત ધરાશાયી 
અહેવાલ--- પીન્ટુ પટેલ, ડભોઇ, વડોદરા 
ડેમના પાણી છોડવાનાં કારણે વડોદરા જિલ્લાના કેટલાય વિસ્તારોમાં દયનિય સ્થિતિ થવા પામી છે. તેવામાં ડભોઈ તાલુકાના ભાલોદરા ગામની શાળામાં ઓરસંગ નદીનાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે સમગ્ર ગામમાં અને શાળાના પ્રાંગણમાં પણ પૂરનાં પાણી ફરી વળ્યા હતા.આજે શાળાની છત ધરાશાયી થઈ જવા પામી હતી.
શાળાની છત જર્જરીત હાલતમાં 
ડભોઇ તાલુકાના ભલોદરા ગામે 2016 માં આ પ્રાથમિક શાળાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ શાળાની અંદર એક થી પાંચ ધોરણનાં વર્ગો કાર્યરત છે. જેમાં 35 ઉપરાંત બાળકો અભ્યાસ કરી રહ્યા છે .પરંતુ આ શાળાની હાલની સ્થિતિ દયનિય બની જવા પામી હતી. આ શાળાની જર્જરીત બનેલી છત પૂરના પાણી ભરાઈ જવાના કારણે ધરાશયી થવા પામી હતી.પરંતુ મહત્વની વાત એ છે કે, હાલ સરકાર દ્વારા શિક્ષણને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિક્ષણનું સ્તર ઉંચુ આવી રહ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં જર્જરીત ઓરડાઓ તેમજ પૂરતી સુવિધાઓનો અભાવ હોવાનાં કારણે કેટલાક વાલીઓ શિક્ષણ મેળવવા માટે પોતાના બાળકોને મોકલતા ન હોવાનું પણ કેટલીકવાર જોવા મળતું હોય છે.
સદનસીબે જાનહાની ટળી
જાણવા મળતી માહિતી મુજબ, બે દિવસ અગાઉ મુશળધાર વરસાદ વરસતાં ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં પણ પૂર આવ્યું હતું. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાનાં બનાવો બન્યા હતા. ત્યારે ભાલોદરા ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ જવાના કારણે ગામની પ્રાથમિક શાળાની છત ધરાશાયી થઈ જવા પામી હતી. પરંતુ ગણેશ ચતુર્થીની શાળામાં રજા હોવાનાં કારણે શાળાનાં સંકુલમાં બાળકો કે શિક્ષકો કોઈ હાજર ન હતા નહીં, જેથી મોટી જાનહાની ટળી જવા પામી હતી.
દુર્ઘટનામાં કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ ?
ડભોઇ તાલુકાના ભાલોદરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં એક થી પાંચ ધોરણના વર્ગો ચાલી રહ્યા છે. આ શાળામાં 35 ઉપરાંત બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. પરંતુ જર્જરીત શાળાના બિલ્ડીંગના કારણે બાળકોમાં અને વાલીઓમાં પણ એક ડરનો માહોલ  હતો. શાળાની છત તો ધરાશયી થઈ જવા પામી છે. પણ એટલું જ નહીં શાળાની દીવાલો પણ જર્જરીત હાલતમાં છે. તો શું શિક્ષણ ક્ષેત્રના અધિકારીઓ આવી જર્જરીત ઈમારતોની મરામત સમયસર કરાવતા નથી ? જો આવી દુર્ઘટનામાં કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ ?જેવા કેટલાય અણીયાળા સવાલો બાળકો અને વાલીઓમાં ઉદભવ્યા છે.
સ્થળની ફેરબદલી 
સમગ્ર ઘટનાની જાણ સીઆરસી અને બીઆરસી સહિતનાં અધિકારીઓને કરવામાં આવી હતી અને હાલની  ઈમારતમાં બાળકો અભ્યાસ કરી શકે તેવી પરિસ્થિતિ ન હોવાનું સામે આવતાં તાત્કાલિક ધોરણે શિક્ષણ આપવા માટેનું સ્થળ બદલવા માટે ઉચ્ચ અધિકારીઓ ચર્ચા કરી રહ્યા છે. જે અંગેનો નિર્ણય ટૂંક સમયમાં જ લેવામાં આવશે તેવું જાણવા મળી રહયું છે. પરંતુ આવી જર્જરીત અને ક્ષતિગ્રસ્ત શાળાઓની દશા કયારે સુધરશે એ તો આવનાર સમય જ બતાવશે.
તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આદેશ
ધારાસભ્ય શૈલેશ મહેતા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ,  જિલ્લા પ્રમુખ સતીશ પટેલ તેમજ ડોક્ટર ડીજે બ્રહ્મભટ્ટ દ્વારા ભાલોદરા પ્રાથમિક શાળાની સ્થળ સ્થિતિ મુલાકાત લીધી હતી જેમાં તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આદેશ આપવામાં આવ્યા હતા. નવી શાળા બનાવવાની સરકારમાં રજૂઆત કરીશ એવું ધારાસભ્ય શૈલેશ મહેતાએ જણાવ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.