Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છના મુન્દ્રા પોર્ટ પર સોપારીનો જથ્થો ઝડપાયો

સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ (SIIB), મુન્દ્રા કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા મુંબઈના એક અનૈતિક આયાતકારની ચોક્કસ બાતમી એકત્ર કરવામાં આવી હતી. જે માલના વર્ણનમાં ખોટી જાહેરાતનો આસરો લઈને સોપારીની ગેરકાયદેસર દાણચોરીમાં સંડોવાયેલ હતો. ઇન્ટેલિજન્સે વધુમાં સંકેત આપ્યો હતો કે માલ ઇન્ડોનેશિયાથી...
કચ્છના મુન્દ્રા પોર્ટ પર સોપારીનો જથ્થો ઝડપાયો

સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ (SIIB), મુન્દ્રા કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા મુંબઈના એક અનૈતિક આયાતકારની ચોક્કસ બાતમી એકત્ર કરવામાં આવી હતી. જે માલના વર્ણનમાં ખોટી જાહેરાતનો આસરો લઈને સોપારીની ગેરકાયદેસર દાણચોરીમાં સંડોવાયેલ હતો. ઇન્ટેલિજન્સે વધુમાં સંકેત આપ્યો હતો કે માલ ઇન્ડોનેશિયાથી કન્ટેનરમાં મુન્દ્રા પોર્ટ પર આવ્યો હતો.

Advertisement

બાતમીના આધારે, SIIB, કસ્ટમ મુન્દ્રાના અધિકારીઓ દ્વારા 'દમર બટુ' તરીકે જાહેર કરાયેલ આયાતી માલસામાનની તપાસ કરવામાં આવી હતી. પરીક્ષણ પર, 27.81 MTs 'Areca Nuts' જેની ટેરિફ કિંમત રૂ. 1.5 કરોડ (અંદાજે) છે, તે આ કન્ટેનરમાં ખોટી રીતે જાહેર કરાયેલા મળી આવ્યા હતા, જે કસ્ટમ્સ, મુન્દ્રા દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા.

Advertisement

 દાણચોરીની કામગીરીમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓને ઓળખવા માટે વધુ તપાસ ચાલી રહી

સોપારીની આયાત 110% જેટલી ઊંચા ટેરિફ મૂલ્ય અને ડ્યુટી માળખું આકર્ષે છે. તેનાથી બચવા માટે, અનૈતિક આયાતકારોએ સોપારીને ખોટી રીતે જાહેર કરીને આયાત કરવાની મોડસ અપનાવી છે. કસ્ટમ્સ મુન્દ્રાએ તાજેતરના સમયમાં  સોપારીની ગેરકાયદેસર રીતે દાણચોરી કરતી અનેક સિન્ડિકેટની સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો છે. આ નાણાકીય વર્ષ દરમિયાન, ગેરકાયદેસર આયાતને રોકવાના સતત પ્રયાસોને પરિણામે 172.39 MTs ની ટેરિફ કિંમત રૂ.10.38 કરોડની હદ સુધી સોપારીના કન્સાઇનમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા . આ ઉપરાંત, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન, લગભગ મુન્દ્રા ખાતે કસ્ટમ્સ દ્વારા શોધાયેલ કોમર્શિયલ ફ્રોડમાંથી રૂ. 15.00 કરોડની રિકવરી કરવામાં આવી છે.

અહેવાલ - કૌશિક છાંયા

Advertisement

આ પણ વાંચો -- Congress : રાધનપુર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું

Tags :
Advertisement

.