Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કચ્છમાં એક કરોડની કિંમતનું  એમ્ફેટામાઇન ડ્રગ્સનું પેકેટ જપ્ત કરાયુ

અહેવાલ---કૌશિક છાયા, કચ્છ BSF અને NIU ની ટીમે આજે અબડાસા તાલુકાના  જખૌથી  5 કિમી દૂર લુણા બેટ પરથી શંકાસ્પદ 1 પેકેટ ઝડપ્યું હતું. ઝડપાયેલા ડ્રગનું પેકેટ પ્લાસ્ટિક પેકિંગ સામગ્રી સાથે 1.6 કિલો વજન ધરાવે છે. અગાઉ બે વખત એમ્ફેટામાઇન ડ્રગ્સ...
07:22 PM May 04, 2023 IST | Vipul Pandya
અહેવાલ---કૌશિક છાયા, કચ્છ
BSF અને NIU ની ટીમે આજે અબડાસા તાલુકાના  જખૌથી  5 કિમી દૂર લુણા બેટ પરથી શંકાસ્પદ 1 પેકેટ ઝડપ્યું હતું. ઝડપાયેલા ડ્રગનું પેકેટ પ્લાસ્ટિક પેકિંગ સામગ્રી સાથે 1.6 કિલો વજન ધરાવે છે.
અગાઉ બે વખત એમ્ફેટામાઇન ડ્રગ્સ ઝડપાયું હતું
આ પેકેટમાં  એમ્ફેટામાઇન હોવાની શંકા છે. જો કે દવાની ચોક્કસ પ્રકૃતિ અને પ્રકાર નક્કી કરવામાં આવી રહ્યા છે. જેની તપાસ બાદ ચોક્કસ પ્રકારની જાહેરાત કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયમાં આ પૂર્વે બે વખત એમ્ફેટામાઇન ડ્રગ્સ ઝડપાયું હતું જે અતિ કિંમતી અને ખુબજ નશીલું હોય છે.
સમુદ્રના મોજા સાથે ધોવાઈને ભારતીય દરિયાકાંઠે પહોંચ્યું
આ પેકેટ ઊંડા સમુદ્રના મોજા સાથે ધોવાઈને ભારતીય દરિયાકાંઠે પહોંચ્યું હોવાનું જણાય છે. સલામતી દળના જવાનોએ પેકેટને હસ્તગત કરી આગળની તપાસ માટે મોકલવા તજવીજ હાથ ધરી છે.
પેકેટનું સેમ્પલ  ફોરેન્સિક માટે મોકલવાયુ
જ્યારે જ્યારે પેકેટ ઝડપાય છે તે પોલીસને સોંપવામાં આવે છે. આ પેકેટના સેમ્પલ  ફોરેન્સિક માટે મોકલવામાં આવે છે અને કોર્ટના આદેશ પછી તે જથ્થાનો નાશ કરવામાં આવે છે.
આ પણ વાંચો---સિવિલ હોસ્પિટલને CSR હેઠળ રૂ.1.28 કરોડની રકમના ઉપકરણો મળ્યા
Tags :
amphetamine drugsBSFKutchh
Next Article