ગોંડલમાં રમતા-રમતા પાણીની કૂંડીમાં પટકાયેલી દોઢ વર્ષની બાળકીનું અંતે મોત
અહેવાલ - વિશ્વાસ ભોજાણી ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે રહેતા પરિવારની દોઢ વર્ષની માસૂમ બાળકી રમતા રમતા પાણીની કૂંડીમાં પડી ગઈ હતી. પાણીની કુંડીમાં ડૂબી જવાથી બાળકીનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલ તાલુકાના ઘોઘાવદર...
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
Advertisement
ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે રહેતા પરિવારની દોઢ વર્ષની માસૂમ બાળકી રમતા રમતા પાણીની કૂંડીમાં પડી ગઈ હતી. પાણીની કુંડીમાં ડૂબી જવાથી બાળકીનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે રહેતા પરિવારની પ્રિયંકા રાજસુંદરભાઈ વાસુનિયા નામની દોઢ વર્ષની બાળકી રમતા રમતા પાણી ભરેલી કૂંડીમાં પડી ગઈ હતી. કૂંડીના પાણીમાં ડૂબી જવાથી બાળકીનું મોત નીપજ્યું હતું
બાળકી ના દેખાતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન પરિવાર પાણીની કૂંડી પાસે પહોંચ્યો હતો, જ્યાં બાળકી પાણીમાં ગરકાવ થઈ ગયાનું ધ્યાનમાં આવતા તાત્કાલિક તેને બહાર કાઢી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરી હતી.
આ બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા ગોંડલ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement