Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valsad : જમીન વિવાદ સહિતના કારણોસર આધેડની હત્યા

Valsad : વલસાડ (Valsad) જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા તાલુકાના જોગવેલ ગામ નજીક એક કોતરમાંથી મળી આવેલ આધેડના મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. આ આધેડ પર પથ્થર થી હુમલો કરી હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. વલસાડ (Valsad)...
valsad   જમીન વિવાદ સહિતના કારણોસર આધેડની હત્યા

Valsad : વલસાડ (Valsad) જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા તાલુકાના જોગવેલ ગામ નજીક એક કોતરમાંથી મળી આવેલ આધેડના મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. આ આધેડ પર પથ્થર થી હુમલો કરી હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. વલસાડ (Valsad) પોલીસે આધેડની હત્યામાં સંડોવાયેલા ગામના જ 5 ઇસમોની ધરપકડ કરી છે. પોલીસ તપાસ મા બહાર આવ્યું છે કે જમીન વિવાદ અને ઘર પર પડેલી ઝાડની ડાળી કાપવા જેવી નજીવી બાબતે અદાવત રાખીને આધેડની કરપીણ હત્યા કરી મૃતદેહને કોતરમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

Advertisement

કોતરમાંથી આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

થોડા દિવસ અગાઉ કપરાડા તાલુકાના જોગવેલ ગામ નજીક રસ્તાની બાજુમાં એક કોતરમાંથી આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા જ નાના પોંન્ઢા પોલીસ સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકના માથા અને છાતીના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા જેથી પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આધેડના મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી આ સાથે જ પોલીસે મૃતકની ઓળખની તજવીજ પણ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન મૃતકની ઓળખ કપરાડા તાલુકાના ઓઝરડા ગામના ઓઝર ફળિયામાં રહેતા રામભાઈ વઘાત તરીકે થઈ હતી.

Advertisement

હત્યા થઇ હોવાનું બહાર આવ્યું

મહત્વનું છે કે રામભાઈ વાઘાતનો મૃતદેહ જે જગ્યાએથી મળ્યો તે સ્થળ ની તપાસ દરમિયાન પોલીસને મૃતદેહ થી 15 ફૂટ દૂર એક પથ્થર મળી આવ્યો હતો જેના પર માનવ રુધિરના અવશેસો પણ મળી આવ્યા હતા. સાથે જ પીએમ રિપોર્ટમાં બ્રેઇન હેમરેજ અને ઇજાના કારણે તેનું મૃત્યુ થયું હોવાનો ખુલાસો થયો હતો. જેથી રામભાઈની હત્યા કરી અને તેમના મૃતદેહને કોતરમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું જણાય આવતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

Advertisement

5 આરોપીઓની ધરપકડ

પોલીસે રામભાઈની હત્યામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં નાનાપોંઢા પોલીસ ની ટીમ સહિત વલસાડ જિલ્લા ની એલ સી બી અને એસ ઓ જી ની ટીમ પણ જોડાઈ હતી. સાથેજ પોલીસે પોતાના અંગત બાતમીદારોને પણ એક્ટિવ કર્યા હતા. આખરે આ મામલે પોલીસને સફળતા મળી હતી અને રામભાઈ ની હત્યામાં સંડોવાયેલ તેમના જ પાડોશી તુરજી મનશું વાઘાત અને તેનો પુત્ર ચેતન મનશું વાઘાત સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

નજીવી બાબતે હત્યા

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક રામભાઇ અને તુરજી એક જ ફળિયામાં રહે છે અને બંને પડોશીઓ હતા. જોકે આ બંને પરિવારો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જમીનનો કોઈક વિવાદ ચાલી રહ્યો હતો અને અવાર નવાર ઝગડા પણ થતા હતા. તેમજ બે મહિના અગાઉ આરોપી તુરજી વાઘાતના ઘરના વૃક્ષની ડાળી મૃતક ના ઘરના બાથરૂમ પર પડી હતી. આથી મૃતકે બાથરૂમ પર પડેલી ઝાડની ડાળીને કાપી નાખી હતી અને ત્યાર બાદથી વિવાદ વધુ વકર્યો હતો. અને આરોપી તુરજીએ તેના પુત્ર ચેતનને રામભાઈ ની હત્યા કરી નાખવા જણાવ્યું હતું જેથી ચેતને તેના મિત્રો કેયુર, રોહિત અને મનોજની મદદ લીધી હતી અને રામભાઈ વાઘાત જ્યારે લાકડા કાપવા ઘરેથી નીકળ્યા ત્યારે લિફ્ટ આપવાના બહાને તેમને બાઇક પર બેસાડી લઈ ગયા હતા અને ચેતને તેના મિત્રો સાથે મળીને રામભાઈ પર પથ્થર વડે હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી. અને મૃતદેહને કોતરમાં ફેંકી ફરાર થઇ ગયા હતા.

પાડોશીએ જ હત્યા કરાવી

આમ રામભાઈ વાઘાત ની હત્યામાં સંડોવાયેલા આરોપી અને હત્યાનું કારણ જાણીને પોલીસ પણ ખુદ પોલીસ પણ ચોકી ગઈ હતી. રામભાઈ વાઘાતની હત્યામાં સંડોવાયેલા આરોપીઓ કોઈ અન્ય નહીં પરંતુ તેમના જ પાડોશી હોવાનું સામે આવ્યું હતું. અને રામભાઈ ના પાડોશી તુરજીએ પોતાનાજ પુત્ર ચેતનને રામભાઈની હત્યા કરવાનું કહેતા ચેતને તેના મિત્રો સાથે મળી રામભાઈની હત્યા કરી નાખી હતી. આમ પડોશી બે પરિવારો વચ્ચે ચાલતા જમીન વિવાદ અને ઘર પર પડેલી ઝાડની ડાળી કાપવા જેવી નજીવી બાબતે પડોશી એ જ પડોશી ને પતાવી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે રામભાઈ વાઘાત ની હત્યા ના બનાવમાં અત્યારે આરોપી પિતા- પુત્ર અને અન્ય સાગીરતોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ--રિતેશ પટેલ,વલસાડ

આ પણ વાંચો---GANDHINAGAR : ગાંધીના ગુજરાતમાં દારૂની લૂંટ….

Tags :
Advertisement

.