થરાદ તાલુકા સહકારી સંઘ ખાતે થરાદ શહેર સંગઠનના કાર્યકરોની બેઠક યોજાઈ
બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ પ્રચાર પ્રસાર શરૂ કર્યું છે. જ્યારે થરાદના શહેર સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારો સાથે થરાદ તાલુકા સહકારી સંઘ ખાતે વિધાનસભાના સંયોજક શૈલેષભાઈ પટેલ અને પ્રચારક એવા યોગેશ નાયડુના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં થરાદ શહેર પ્રમુખ અજયભાઈ ઓઝા સહિત તમામ હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
જેમાં લોકસભાને ચૂંટણીમાં થરાદ શહેરમાં ભાજપ વતી રેખાબેન ચૌધરીના તરફથી વધારેમાં વધારે મતદાન થાય તેમજ થરાદ શહેરમાં કોઈપણ વ્યક્તિ મતદાન કર્યા વગરનું બાકી ન રહે જેમ બને તેમ સો ટકા લોકોનું મતદાન કરાવવું તેમ જ સતત ભાજપના કાર્યકરે સક્રિય રહી અને દરેક લોકોને મતદાન કરાવવું જેમાં પ્રચારક એવા નાઈડુએ થરાદના શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોને સૂચન કર્યું હતું કે, ભાજપ પાર્ટી રાષ્ટ્રીયના હિત માટે કાર્ય કરી રહી છે. સમગ્ર દેશમાં વડાપ્રધાનના નેજા હેઠળ દરેક ભાજપના નાનામાં નાનો કાર્યકર રાષ્ટ્રનું કામ કરી રહ્યો છે. અને થરાદ શહેરમાં જે લોકોને ભાજપ પાર્ટીમાં રહી રાષ્ટ્ર માટે કામ ન કરવું હોય તો તે લોકો પોતાનો હોદ્દો સ્વેચ્છાએ છોડી શકે છે.
કામ કરવું પડશે અને જ્યારે થરાદ શહેરમાં કોઈપણ જગ્યાએ જ્યારે કોંગ્રેસનો કાર્યક્રમ હોય ત્યારે ભાજપના કોઈપણ હોદ્દેદાર કે કાર્યકરને કોંગ્રેસના કાર્યક્રમમાં હાજરી આપવી નહીં અને તેમણે તેનાથી દૂર રહેવું આ કાર્યક્રમમાં શૈલેષભાઈ પટેલ, અજયભાઈ ઓઝા, કલાવતીબેન રાઠોડ, તેમજ તમામ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : યસપાલસિહ વાઘેલા
આ પણ વાંચો : Rajkumar Santoshi : બોલિવુડ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને શરતી જામીન, જાણો શું છે સમગ્ર મામલો ?