Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના ઉધનામાં મોબાઈલ સ્નેચરથી બચતા એક શખ્સને ગુમાવવો પડ્યો પગ, જાણો

સ્નેચરથી બચવા જતાં મુસાફર ટ્રેન અડફેટે આવ્યો પગ કપાઈ જતાં સારવાર માટે ખસેડાયો મોબાઈલ સ્નેચિંગથી બચવા જતાં દુર્ઘટના ઉધના રેલ્વે સ્ટેશન પર બની ઘટના સુરત ખાતે ચોર સ્નેચર બેફામ બન્યા છે. દિન દહાડે સ્નેચરો ચોરીને અંજામ આપી રહ્યા છે,...
સુરતના ઉધનામાં મોબાઈલ સ્નેચરથી બચતા એક શખ્સને ગુમાવવો પડ્યો પગ  જાણો
  • સ્નેચરથી બચવા જતાં મુસાફર ટ્રેન અડફેટે આવ્યો
  • પગ કપાઈ જતાં સારવાર માટે ખસેડાયો
  • મોબાઈલ સ્નેચિંગથી બચવા જતાં દુર્ઘટના
  • ઉધના રેલ્વે સ્ટેશન પર બની ઘટના

સુરત ખાતે ચોર સ્નેચર બેફામ બન્યા છે. દિન દહાડે સ્નેચરો ચોરીને અંજામ આપી રહ્યા છે, સ્નેચરો ને પોલીસ નો ખોફ ન હોય જાણે કાયદાનો કોઈ ડર એજ નહિ હોય તેમ લૂંટ ચોરી જેવા ગુનાહો વધી રહ્યા છે.આવી ઘટના ઓમા માસૂમ લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.ચોરી ની ઘટનાઓ દિવસ ને દિવસે સુરતમાં વધી રહી છે સુરતમાં ચાલતી ટ્રેનોમાં મોબાઈલ સ્નેચીંગની ઘટનાઓ તો જાણે અટકવાનું નામ નથી લઈ રહી.

Advertisement

ગઈ કાલે મોડી સાંજે ભેસ્તાન અને ઉધના રેલવે સ્ટેશન વચ્ચે ચોરીનો એક બનાવ બનતા એક યુવક એ પોતાનો પગ ગુમાવ્યો છે,જ્યારે શરીર ના અન્ય ભાગોમાં પણ ગંભીર ઇજા થયા બાદ 30 વર્ષનો યુવક જાણે લાચાર બની ગયો હોય તેમ સિવિલ ના બિછાને જોવા મળી રહ્યો છે.

ઉધના વિસ્તાર કહો કે ઉધના રેલવે સ્ટેશન બન્ને સ્થળો એ પોલીસ લૂંટ ગુનાખોરી રોકવામાં નીશફળ ગઈ હોય તેમ લાગી રહ્યું છે.ઉધના રેલવે સ્ટેશન ખાતે એક ટ્રેનના મુસાફર પાસેથી મોબાઇલ ખેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં મુસાફરનું સંતુલન ખોરવાઇ જતા તે પોતે ટ્રેનની અડફેટે આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.મોબાઈલ લઈ સ્નેચર ફરાર થઈ ગયો પરંતુ આ અકસ્માતમાં મુસાફરનો એક પગ કપાઈ ગયો અને બીજા પગ તથા માથા સહિત શરીરે ના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેને હોસ્પટલ ખસેડવામાં આવ્યો હતો,

Advertisement

હાલ યુવક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે,જ્યાં યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાય રહ્યો છે,પોલીસ સૂત્રો નું માંની એ તો આ ઘટના મગળવારના સાંજે બની હતી, સુરત ના ઉધના ભેસ્તાન રેલવે સ્ટેશન નજીકથી એક પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી,ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ રેલવે ટ્રેક ઉપર થી એક ટ્રેન મુસાફરનો મોબાઈલ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.મુસાફર ટ્રેન ના બારણાં પાસે ઊભો હતો,મોબાઈલ બચાવવા જતા મુસાફરે પોતાનું સંતુલન ગુમાવ્યું અને મોબાઈલ બચાવવાના પ્રયાસમાં તે ચાલતી ટ્રેનમાંથી પડી ગયો. જેમાં મુસાફર ટ્રેનની અડફેટે આવી ગયો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો,

મુસાફર ની ઉમર ૩૦ વર્ષ છે જ્યારે તેનું નામ મોહમ્મદ ઇર્શાદ આલમ છે.આ ઘટના બાદ અન્ય મુસાફરો દ્વારા પોલીસ ને જાણ કરાઇ સાથે જ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ ને બોલાવાઈ , ટ્રેક સાઇડમાં ઇજાગ્રસ્ત મોહમ્મદ ઇર્શાદને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દર્દી ની હાલત જોઈ સિવિલ ના તબીબોએ તાત્કાલિક તેને ટ્રીટમેન્ટ શરૂ કરી ઓપરેશન થિયેટરમાં લઈ જવાયો હતો, આ અંગે સિવિલ હોસ્પિટલ ના ટ્રોમા સેન્ટર ના તબીબો એ જણાવ્યું હતું કે ટ્રેનની અડફેટે આવી જતાં ઈર્શાદ આલમ નો જમણો પગ લપસી ગયો છે.સાથે જ તેના ડાબા પગ અને માથા માં અને શરીર ના અન્ય ભાગો માં પણ ગંભીર ઈજાઓ થઈ છે. હાલ તેને સારવાર આપવામાં આવી રહી છે.

Advertisement

સુરત પોલીસ ક્રાઇમ રેડ ઘટાડવાની દાવા કરી રહી છે પરંતુ આ ક્રાઈમ રેટ જો ખરેખર ઘટ્યો હોય તો આજે ઈર્શાદ આલમ એ પોતાનો પગ ગુમાવવાનો વારો નહીં આવ્યો હોત તે લાચાર ન બન્યો હતે, ભૂતકાળમાં પણ રેલવે ટ્રેક ઉપર અનેક અકસ્માતો થયા છે. છતાં પોલીસ દ્વારા ટ્રેક પર સીસીટીવી નહિ ,ચાલતી ટ્રેન હતી,મુસાફર ની ભૂલ હતી ચોરો પકડાઈ જશે જેવા બહાના આપવામાં આવે છે. હાલ ઉનાળાના વેકેશનના કારણે ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે.સિઝનના કારણે પ્રવાસ દરમિયાન અથવા સ્ટેશન પર ટ્રેનમાં ચઢતી વખતે અને ઉતરતી વખતે મુસાફરોના સામાન, મોબાઈલ અને પર્સ સહિતની ચોરીઓ વધી રહી છે. સુરત, ઉધના અને ભેસ્તાન સ્ટેશનની આસપાસ મોબાઈલ સ્નેચરો ખૂબ સક્રિય છે. જેના કારણે લોકો એ હવે સાવચેત રહેવાની જરૂર છે.

આ પણ વાંચો - અમદાવાદ : કાળઝાળ ગરમીએ કર્યો પાણીજન્ય રોગચાળામાં વધારો, સૌથી વધુ ઝાડા-ઉલટીના કેસ નોંધાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - રાબિયા સાલેહ, સુરત

Tags :
Advertisement

.