ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal પંથકમાંથી વિદેશી દારુનો મોટો જથ્થો ઝડપાયો

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અગાઉ અલગઅલગ બે ઘટનાઓમાં રાજકોટના બુટલેગરો દ્વારા ગોંડલ ને સલામત સમજી વિદેશી દારુનો ગોંડલ પંથકમાં રખાયેલા મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.ત્યારે ફરી એકવાર રાજકોટના નામીચા બુટલેગર દ્વારા ગોંડલના ગુંદાસરા નજીક ગોડાઉનમાં...
07:59 PM Dec 25, 2023 IST | Maitri makwana

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અગાઉ અલગઅલગ બે ઘટનાઓમાં રાજકોટના બુટલેગરો દ્વારા ગોંડલ ને સલામત સમજી વિદેશી દારુનો ગોંડલ પંથકમાં રખાયેલા મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.ત્યારે ફરી એકવાર રાજકોટના નામીચા બુટલેગર દ્વારા ગોંડલના ગુંદાસરા નજીક ગોડાઉનમાં સંઘરેલો રુ.૧૦,૭૬,૪૦૦ ની કીંમતનો દારુ રુરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગુંદાસરા નજીક એકતા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ વિસ્તારમાં ભરતભાઇ શામજીભાઇ લાડાણીના ગોડાઉન પર રુરલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ. વી.વી.ઓડેદરા,પીએસઆઇ એચ.સી.ગોહીલ, બડવા સ્ટાફના મહીપાલસિહ જાડેજા,પ્રહલાદસિંહ રાઠોડ, અનિલભાઈ ગુજરાતી,રુપકભાઇ બહોરા,દિગ્વિજયસિંહ રાઠોડ સહિતે મોડી રાત્રે દરોડો પાડી બોલેરો પીકઅપ વાહનમાં ભરાઇ રહેલ વિદેશી દારુની ૨૯૯ પેટી સાથે રાજસ્થાનનાં ઉદયપુરના ભીંડર તાલુકાના સવના ગામ રહેતા પ્રેમકુમાર લીંબારામ રાવત ને જડપી લઇ રુ.૧૫,૮૧,૪૦૦નો મુદ્દામાલ જડપી લીધો હતો.

પ્રેમકુમાર ની પુછપરછ માં રાજકોટના નામીચા બુટલેગર ફીરોજ ઉર્ફે ફીરીયો હાસમભાઇ મેણુ તથા ધવલ રસીકભાઇ સાવલિયાએ મંગાવ્યો હોવાનું ખુલતા બન્ને ને જડપી લેવા તજવીજ હાથ ધરી છે.પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર ધવલ સાવલિયાએ દારુની હેરાફેરી માટે બે મહીનાથી ગોડાઉન ભાડે રાખ્યુ હતું. દરમિયાન ગત રાત્રે દારુ સપ્લાઈ કરવાની ગતીવીધી ચાલુ હતી ત્યારે જ રુરલ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી હતી.

આ પણ વાંચો - Chotaudepur: “સુશાસન દિવસ”ની જિલ્લા કક્ષાની ઉજવણી

Tags :
foreign liquorGondalGujaratGujarat FirstGUJARAT FIRST NEWSliquormaitri makwananewsnews update
Next Article