ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભરૂચ નગરપાલિકાની સામે જ અત્યંત જર્જરીત શોપિંગની મોટી ગેલેરી વર્ષમાં ત્રીજી વખત ધસી પડી..

સતત લોકો અને વાહનોથી ધમધમતા વિસ્તાર એવા શાલીમાર નજીક ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર આવેલું છે. જેની ઉપરની ઇમારત છેલ્લા ઘણા સમયથી જર્જરી હોય વારંવાર મોટી ગેલેરી ઘસી પડવાની ઘટનાઓ બાદ ઈમારત ઉતારી લેવા માટે માત્ર પાલિકાએ વારંવાર નોટિસ આપી છતાં...
03:52 PM Mar 19, 2024 IST | Harsh Bhatt

સતત લોકો અને વાહનોથી ધમધમતા વિસ્તાર એવા શાલીમાર નજીક ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર આવેલું છે. જેની ઉપરની ઇમારત છેલ્લા ઘણા સમયથી જર્જરી હોય વારંવાર મોટી ગેલેરી ઘસી પડવાની ઘટનાઓ બાદ ઈમારત ઉતારી લેવા માટે માત્ર પાલિકાએ વારંવાર નોટિસ આપી છતાં શોપિંગની નીચેની દુકાનો વેપારીઓ અને ગ્રાહકોથી ધમધમી રહી હતી. પરંતુ આજે સવારે મોટી ગેલેરી ધસી પાડતા મોટા ઉપાડે ભરૂચ નગરપાલિકા દોડી આવી હતી અને મિલકત ઉતારી લેવામાં આવશે તેમ કહ્યું હતું.

ભરૂચ નગરપાલિકાની સામે માત્ર 50 મીટરની હદમાં જ ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર આવેલું છે, અને આ શોપિંગ સેન્ટર મોડીરાત્રી એ પણ થાણી પીણીના સ્ટોલથી ધમધમતું હોય અને મોટી સંખ્યામાં લોકોની સતત અવરજવર રહેતી હોય સતત વરસમાં ત્રીજી વખત ગેલેરીનો મોટો હિસ્સો ધસી પડ્યો છે. અગાઉ પણ આ જ શોપિંગ સેન્ટરની જર્જરી ઇમારતની ગેલેરી જસી પરતા વાહનોને મોટો નુકસાન થયું હતું. ત્યાર પછી પણ આ જ શોપિંગ સેન્ટરની રિલેક્સ તરફની મોટી ગેલેરી ઘસી પડી હતી તદ ઉપરાંત વેપારીઓની દુકાન તરફની પણ મોટી ગેલેરી ઘસી પડતા દુકાનમાં રહેલા લોકોનું રેસ્ક્યુ કરાય હતું.

જર્જરીત ઇમારતની મોટી ગેલેરી ઘસી પડતાં નીચે વેપાર કરતાં લોકોમાં ફફડાટ મચ્યો

વારંવાર શોપિંગ સેન્ટરોની જર્જરિત ઇમારતની ગેલેરી ઘસી પડવા છતાં નગરપાલિકાએ માત્ર શોપિંગ સેન્ટરના બિલ્ડરો અને દુકાનદારોને દુકાનો ખાલી કરવા માટે નોટિસ આપી સંતોષ માન્યો હતો. જેના કારણે આજે સવારના સમયે છેલ્લા એક વર્ષથી આપેલી નોટિસનો અમલ ન થયો હોય અને વેપાર ધંધા ધમધમી રહ્યા હોય અને જર્જરીત ઇમારતની મોટી ગેલેરી ઘસી પડતાં નીચે વેપાર કરતાં લોકોમાં ફફડાટ મચ્યો હતો. પરંતુ વેપારીઓએ લોખંડના પતરા લગાવ્યા હોય, જેના કારણે કોઈ ગ્રાહક કે કોઈ વેપારીને જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ સંપૂર્ણ ઇમારત જર્જરિત હોવા છતાં નોટિસ આપ્યાના ત્રણ વર્ષ બાદ પણ જર્જરીત શોપિંગની નીચેના વેપાર ધંધા પણ ભરૂચ નગરપાલિકાની નજરની સામે જ ચાલી રહ્યા છે, અને શોપિંગ ઉતારવામાં આવશે તેમ ભ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલએ જણાવ્યું છે.

સંપૂર્ણ ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર જર્જરીત હોય છતાં સંપૂર્ણ શોપિંગના ટેરેસ ઉપર લોખંડના પતરા લગાવીને પણ દુકાન ભાડેથી આપી વ્યવસાય ચાલી રહ્યો છે. ત્યારે સંપૂર્ણ શોપિંગ જર્જરીત હોવા છતાં ભરૂચ નગરપાલિકાની નજર સામે હોવા છતાં નગરપાલિકા આવા જર્જરીત ઇમારત મુદ્દે ત્રણ વર્ષ પહેલાં નોટિસ આપી હોય તો અત્યાર સુધી શોપિંગ સેન્ટરને ઉતારવા મુદ્દે મૌન કેમ રહી અને આજે ગેલેરી ધસી પડી. એમાં કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઊભા થયા છે. જોવું એ રહ્યું કે હવે જર્જરીત ઇમારત શોપિંગ પૂરેપૂરું ઉતારવામાં આવે છે કે પછી લીપાપોથી કરવામાં આવે છે. અને હવે પછી કોઈ આ ઈમારતની ગેલેરી ઘસી પડે ને કોઈ જીવ ગુમાવે તો તેનો જવાબદાર કોણ કોની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવી તેવા અનેક સવાલો લોકોમાં ઊભા થયા છે.

ડ્રીમલેન્ડ પ્લાઝાની ગેલેરી ધસી પડતા પોલીસ અને મામલતદાર પણ ઘટના સ્થળે...

ભરૂચ નગરપાલિકાની નજરની સામે એક જ શોપીંગની ઇમારતની ગેલેરી ઘસી પડવાની 3 વખત ઘટનાઓ ઘટી છે છતાં માત્ર વેપારીઓની દુકાન ખાલી કરવા માટે 2021 માં નોટિસ ફટકારી હતી અને ત્યારબાદ નગરપાલિકાએ દોષનો ટોપલો બિલ્ડરના માટે ઢોળ્યો હતો પરંતુ જર્જરીથીમારત હોય અને બિલ્ડર દ્વારા ઉતારવામાં ન આવે તો તેને સંપૂર્ણ રીતે કોઈનો જીવનું જોખમ ઊભું ન થાય તે રીતે ઉતારવાની જવાબદારી કોની તેવા પ્રશ્નો ઉભા થયા છે હાલ તો સ્થળ પર ભરૂચ નગરપાલિકા સહિત મામલતદાર અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે

રોડ ટચ શોપિંગ હોવા છતાં જર્જરીત શોપિંગ મુદ્દે બિલ્ડરને કયા અધિકારીના આશીર્વાદ..

રોડ ટચ જર્જરીત શોપિંગ સેન્ટર હોય અને ત્રણથી ચાર વખત મોટી ગેલેરી ઘસી પડી હોય છતાં પણ ભરુટ નગરપાલિકાના અધિકારીઓ માત્ર નોટિસ આપીને સંતોષ માનતા હોય અને તેના પરથી સાબિત થાય છે કે બિલ્ડરને ભરૂચ નગરપાલિકાના જ કોઈ અધિકારીઓના છુપા આર્શીવાદ હોય શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ હવે ગેલેરી કોઈ જીવ ગુમાવશે તો માનવ વદ નો ગુનો નગરપાલિકાના અધિકારીઓ ઉપર કરવો કે બિલ્ડર ઉપર તે પ્રશ્ન ઉભો થઈ શકે તેમ છે

જર્જરીત ઇમારતની ગેલેરી ચારથી પાંચ વખત ધસી પડી..

ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં જ્યુસ તથા અન્ય રેસ્ટોરન્ટ તથા અલગ અલગ રેસ્ટોરન્ટ આવેલા છે જેના કારણે મોડી રાત્રિના સમયે જર્જરીત ઇમારત નજીક જ ટેબલ ખુરશી સાથે કાઉન્ટરો ગોઠવવામાં આવે છે અને જો આવા સમયે મોટા પ્રમાણમાં લોકો હાજર હોય અને ઈમારત ઘસી પડે તો જવાબદાર કોણ ત્યારે ભરુચ નગરપાલિકાના નાક નીચે જો આવી ઘટના બને તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઊભા થયા છે ત્યારે ભરૂચ નગરપાલિકા ચોમાસા ટાણે ઝૂંપડપટ્ટીને નોટિસ પાઠવતી હોય તો આ તો ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર જર્જરીત નગરપાલિકાના નાક નીચે છે તો સંપૂર્ણ શોપિંગ સેન્ટર ઉતારવામાં આવે તે પણ જરૂરી છે.

અહેવાલ - દિનેશ મકવાણા 

આ પણ વાંચો : મને ખૂબ દુઃખ થયું પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો : Rohan Gupta

Tags :
Bharuch Municipalitybharuch nagarpalikadilapidatedgallery collapsedGujaratlarge gallerythird time
Next Article