Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિદેશમાં બનશે હિન્દુ મંદિર,શક્તિપીઠ અંબાજી ખાતે ઓસ્ટ્રીયાના વિયેનાથી ટ્રસ્ટી લોકો અંબાજી આવ્યા

અહેવાલ- શક્તિસિંહ રાજપૂત, અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ના શિખર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ...
વિદેશમાં બનશે હિન્દુ મંદિર શક્તિપીઠ અંબાજી ખાતે ઓસ્ટ્રીયાના વિયેનાથી ટ્રસ્ટી લોકો અંબાજી આવ્યા

અહેવાલ- શક્તિસિંહ રાજપૂત, અંબાજી

Advertisement

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ના શિખર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

હાલમાં દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે,સાથે-સાથે વેકેશન પર્વ પણ ચાલી રહ્યું છે. ત્યારે માઈ ભક્તો દેવદર્શન કરવા માટે આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં વિદેશી મહિલાએ પોતાના પતિની સાથે માAતાજીના દર્શન કર્યા હતા સાથે સાથે મોહનથાળનો પ્રસાદ પણ પોતાના ઘર માટે લીધો હતો. નવા વર્ષના પ્રારંભે વિદેશથી અંબાજી ખાતે આવીને અંબાજીમાં હિન્દુ મંદિર માટે માર્બલની મૂર્તિનો ઓર્ડર આપ્યો હતો અને માતાજીના દર્શન કરીને બોલ મારી અંબે જય જય અંબે પણ વિદેશી મહિલાએ માતાજીનું સ્મરણ કર્યું હતું.

Advertisement

મૂળ પંજાબના અને વર્ષોથી ઓસ્ટ્રીયાના વિયેનામાં રહેતા શિશપાલ અગ્રવાલ પોતાની વિદેશી પત્ની સાથે અંબાજી આવ્યા હતા. અંબાજી ખાતે તેમને માર્બલની સુંદર કામગીરી કરતા નીલકમલ સોમપુરાની ફેક્ટરી પર જઈને માર્બલની મૂર્તિના ઓર્ડર આપ્યા હતા અને આ મૂર્તિ તૈયાર થયા બાદ તેઓ ફરીથી ઇન્ડિયા આવશે અને અંબાજી આવશે અને મૂર્તિનું નિરીક્ષણ કરીને આ મૂર્તિ પોતાના દેશમાં લઈ જશે.

અંબાજી ખાતે તેમને માર્બલની મૂર્તિના ઓર્ડર આપ્યા.અંબાજી મંદિરમાં તેમને દર્શન કર્યા.અંબાજી મંદિરમાં વિદેશી મહિલાએ જયઅંબે નો નારો પણ લગાવ્યો હતો અને મોહન થાળ નો પ્રસાદ પણ લીધો હતો.અંબાજી આસપાસના પહાડો માંથી વિવિધ પ્રકારના પથ્થરો નીકળે છે જેની વિશ્વભરમાં માંગ રહે છે. વીદેશી મહિલાએ પોતાના પતિની સાથે માતાજીની ગાદી પર ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.

Advertisement

અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલ છે અને અરવલ્લીની ગિરિમાળા ધરાવતો પહાડી પ્રદેશ છે પણ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે અંબાજી મંદિરની સાથે સાથે માર્બલ ઉધોગથી પણ જાણીતું છે. અંબાજીમાં 28 થી 30 જેટલી માર્બલની ખાણો આવેલી છે. જેમાંથી અલગ અલગ પ્રકારના પથ્થરો નીકળે છે, જેમાંથી માર્બલની મૂર્તિઓ અને અલગ અલગ માર્બલની વસ્તુઓ બને છે. આમ અંબાજી નો માર્બલ વિશ્વ પ્રસિદ્ધ છે.

આ પણ વાંચો - પોરબંદર: માધવનગરીમાં સહેલાણીઓનો સાગર છલકાયો

Tags :
Advertisement

.