Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં જૂથ અથડામણ

સાબરકાંઠામાં પોશીના તાલુકાના લાંબાડિયા ગામમાં જૂથ અથડામણનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. લંબાળિયા ગામે બે જૂથો વચ્ચે હંગામો લંબાળિયા ગામે બે જૂથો વચ્ચે હંગામો સર્જાયો હતો. જેમાં બંને જૂથો...
સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં જૂથ અથડામણ

સાબરકાંઠામાં પોશીના તાલુકાના લાંબાડિયા ગામમાં જૂથ અથડામણનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી.

Advertisement

લંબાળિયા ગામે બે જૂથો વચ્ચે હંગામો

લંબાળિયા ગામે બે જૂથો વચ્ચે હંગામો સર્જાયો હતો. જેમાં બંને જૂથો એક-બીજાની સામે આવી જતાં સામાન્ય બોલાચાલી પરથી મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી. ત્યાર બાદ નાનકડી બાબતે મોટી મારામારીણું સ્વરૂપ ધારણ કરતાં લાંબાડિયા ગામમાં નાસભાગ મચી ગઈ હતી.

Advertisement

સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યાર બાદ બંને જૂથો એક બીજાની સામે આવી ગયા હતા. અને ત્યાર પછી મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. ત્યાર પછી પત્થરમારાની ઘટના પણ સામે આવી હતી. જે બાદ ઘટનાની જાણ થતાં ગામના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા.

Advertisement

ભાવનગરના કુંભારવાળામાં બબાલ 

આવી જ એક ઘટના ભાવનગરમાં પણ સામે આવી છે જેમાં દિવાળીના દિવસે ફટાકડા ફોડવાની બાબતને લઈને ભાવનગરના કુંભારવાળામાં બબાલ થવાની ઘટના પણ સામે આવી છે. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતને લઈને બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી.

બોરતળાવ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

આ અથડામણમાં છરી વડે હુમલો કરાતા ગોપાલ ચુડાસમા નામના વ્યક્તિને ઇજા પહોંચી હતી. ત્યાર બાદ ઇજાગ્રસ્ત ગોપાલ ચુડાસમાને સારવાર માટે તાત્કાલિક ધોરણે સરકારી હોસ્પિટલમાં ખસેઅડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં બોરતળાવ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો- RAJKOT: BAPS સ્વામિનારાયણ મંદિરે ભવ્ય મહાઅન્નકૂટનો આરંભ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.