Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal : શ્રી અક્ષર મંદિરના 90 માં પાટોત્સવ નિમિત્તે ભવ્ય મહાકળશ યાત્રા યોજાઇ

Gondal : ગોંડલ (Gondal) સ્થિત શ્રી અક્ષર મંદિરના ૯૦ માં પાટોત્સવ નિમિત્તે શહેરના રાજમાર્ગો પર ભવ્ય મહા કળશ યાત્રાનું આયોજન અક્ષર મંદિર દ્વારા કરવામાં આવ્યું. જેમાં બહોળી સંખ્યામાં ભક્તો ભાવિકો જોડાયા હતા. આ મહા કળશયાત્રાનો શુભારંભ શ્રી સ્વામિનારાયણ બેઠક-ક્રિષ્ના હોસ્પિટલ...
08:11 AM May 18, 2024 IST | Vipul Pandya
GONDAL KALASH YATRA

Gondal : ગોંડલ (Gondal) સ્થિત શ્રી અક્ષર મંદિરના ૯૦ માં પાટોત્સવ નિમિત્તે શહેરના રાજમાર્ગો પર ભવ્ય મહા કળશ યાત્રાનું આયોજન અક્ષર મંદિર દ્વારા કરવામાં આવ્યું. જેમાં બહોળી સંખ્યામાં ભક્તો ભાવિકો જોડાયા હતા. આ મહા કળશયાત્રાનો શુભારંભ શ્રી સ્વામિનારાયણ બેઠક-ક્રિષ્ના હોસ્પિટલ ખાતેથી કરવામાં આવ્યો. કળશયાત્રાનું ઉપસ્થિત મહાનુભાવોએ તેમજ ગોંડલ અક્ષર મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય દિવ્યપુરુષદાસ સ્વામી તેમજ અન્ય સંતોની હાજરીમાં આ મહાકળશ યાત્રાનો આરંભ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા તેમજ શ્રીફળ વધેરીને કર્યો. મહિલા મંડળમાં પણ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રીનાબેન ભોજાણી, નગરપાલિકા સદસ્ય શીતલબેન સમીરભાઈ કોટડીયા તેમજ અગ્રણી ઉદ્યોગપતિ અને અન્ય મહિલા અગ્રણીઓ દ્વારા વેદોક્ત વિધિપૂર્વક ઠાકોરજીનું પૂજન અને આરતી કરી મહિલા મંડળની આ કળશયાત્રાને પ્રસ્થાન કરાઈ હતી.

મહાકળશ યાત્રાના રૂટમાં પાંચ જગ્યાએ કળશ યાત્રાનું સ્વાગત

ગોંડલના બસસ્ટેન્ડ રોડ, વિક્રમસિંહજી રોડ, ગુંદાળા પેટ્રોલ પંપ, ભુવનેશ્વરી મંદિર રોડ, સ્ટેશન પ્લોટ, કપુરીયા ચોક, યોગીનગર સહિતના રાજમાર્ગ પર આ મહા કળશયાત્રા ફરી હતી. કળશ યાત્રામાં 25 થી વધુ કલાત્મક ફ્લોટ્સ તેમજ અક્ષર બેન્ડે અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. આ મહાકળશ યાત્રાના રૂટમાં પાંચ જગ્યાએ કળશ યાત્રાનું ગોંડલનાં અગ્રણી ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. મહાકળશયાત્રામાં બુલેટ સવાર યુવાનો, બાળકો, વડિલો અને મહિલાઓ જોડાયા હતા. કળશ યાત્રામાં 3000 થી વધુ હરિભક્તો હાથમાં ફ્લેગ તેમજ કળશધારી મહિલાઓ યાત્રામાં જોડાયા હતા. આ મહાકળશયાત્રામાં જોડાનાર સૌ કોઈ હરિભક્તો માટે ઠેર-ઠેર ઠંડા પાણી, શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

તમામ સંતો, મહંતો અને ભક્તોએ કળશની મહાઆરતી ઉતારી

ગોડલનાં રાજમાર્ગો પર પસાર થઈ આ યાત્રા શ્રી અક્ષર મંદિર ખાતે વિરામ પામી હતી. અક્ષર મંદિરનાં કોઠારી પૂ. દિવ્યપુરષદાસ સ્વામીએ આ કળશયાત્રાનું સ્વાગત કર્યું હતું. અને ઉપસ્થિત તમામ સંતો, મહંતો અને ભક્તોએ કળશની મહાઆરતી ઉતારી હતી. . આમ, ગોડલ અક્ષર મંદિરનાં ૯૦મા પાટોત્સવ નિમિતે ભવ્ય મહાકળશ યાત્રા યોજાઇ હતી.

અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

આ પણ વાંચો----- SITA JAYANTI : આજે સીતા જયંતીનો પાવન અવસર, દાંપત્ય જીવન સુખી રાખવા માં ભૂમિજાની કરો પૂજા

Tags :
dharmbhaktiGondalGujaratGujarat FirstMahakalash YatraPatotsavShri Akshar Mandir
Next Article