Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રાંતિજના બાલીસણાના સરકારી કર્મચારીએ બે બાળકો સાથે કરી આત્મહત્યા..!

અહેવાલ--યશ ઉપાધ્યાય, સાબરકાંઠા સાબરકાંઠા (sabarkantha) જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બાલીસણા ગામમાં રહેતા સરકારી કર્મચારીએ પોતાના બે સંતાનો સાથે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. દહેગામના કડજોદરા ગામે આવેલા સરકારી આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતા વ્યક્તિએ પોતાના પુત્ર અને પુત્રી સાથે નર્મદા...
પ્રાંતિજના બાલીસણાના સરકારી કર્મચારીએ બે બાળકો સાથે કરી આત્મહત્યા
અહેવાલ--યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
સાબરકાંઠા (sabarkantha) જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બાલીસણા ગામમાં રહેતા સરકારી કર્મચારીએ પોતાના બે સંતાનો સાથે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. દહેગામના કડજોદરા ગામે આવેલા સરકારી આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતા વ્યક્તિએ પોતાના પુત્ર અને પુત્રી સાથે નર્મદા કેનાલમાં આપઘાત કર્યો હતો. સ્થળ ઉપરથી ચિઠ્ઠી લખેલી મળી આવી હતી જે ચર્ચાનું કારણ બની છે.

કડજોદરા ગામે આવેલ સરકારી આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતો હતો

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ વ્યક્તિ મુળ પ્રાંતિજ તાલુકાના બાલીસણા ગામનો વતની છે અને તેનું નામ ચેતનસિંહ માનસિંહ ચૌહાણ છે. તેમના સંતાનોની ઉંમર સાત વર્ષ અને ચાર વર્ષ છે.  મળતી માહિતી મુજબ ચેતનસિંહ દહેગામ તાલુકાના કડજોદરા ગામે આવેલ સરકારી આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતો હતો. પોલીસને મામલાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તરવૈયાને બોલાવી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી હતી.

પત્ની, સાસુ અને સાળાના ત્રાસથી કંટાળી પગલું ભર્યું

સ્થળ ઉપરથી ચિઠ્ઠી લખેલી મળી આવી હતી જેમાં તેમણે તેમના મમ્મી પપ્પા અને ભાઈ બહેનોને જણાવ્યું છે કે તેમને તેમની પત્ની, સાસુ તેમજ સાળાના ત્રાસથી આ પગલું ભર્યુ છે. ગ્રામજનો પાસેથી મળતી માહિતી મુજબ મરણ જનાર ચેતનસિંહ સરકારી કર્મચારી હતા. તેઓ બહાર ગામ નોકરી અર્થે રહેતા હતા.
Advertisement
Tags :
Advertisement

.