Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડભોઈ નગરપાલિકાના પ્રમુખની ગેરહાજરીમાં સામાન્ય સભા યોજાઇ

અહેવાલ -પીન્ટુ પટેલ ,ડભોઇ વડોદરા  ડભોઈ નગરપાલિકા ની સામાન્ય સભા શરૂ થાય એ પહેલા વિપક્ષ સાથે સતાપક્ષ ની કેટલાક પ્રશ્નો ને લઈ નારાજગી જોવા મળી હતી આ સમાન્ય સભા માં પ્રથમ મુદ્દે જ ગરમાવો આવી ગયો જેમાં ગત સમાન્ય સભા...
ડભોઈ નગરપાલિકાના પ્રમુખની ગેરહાજરીમાં સામાન્ય સભા યોજાઇ

અહેવાલ -પીન્ટુ પટેલ ,ડભોઇ વડોદરા 

Advertisement

ડભોઈ નગરપાલિકા ની સામાન્ય સભા શરૂ થાય એ પહેલા વિપક્ષ સાથે સતાપક્ષ ની કેટલાક પ્રશ્નો ને લઈ નારાજગી જોવા મળી હતી આ સમાન્ય સભા માં પ્રથમ મુદ્દે જ ગરમાવો આવી ગયો જેમાં ગત સમાન્ય સભા ના ઠરાવો વંચાણે લઈ બહાલી રાખવા જેમાં સતાપક્ષ સાથે વિપક્ષ ના સભ્યો એ મિનિસ બુકસ નથી મળી ત્યારે નગરપાલિકા ના ચિફ ઓફિસર જય કિશન તડવી એ બધું તૈયાર જ જોઈ શકો છો ત્યારે વિપક્ષ ના સભ્યો સામાન્ય સભા બાદ ની કાર્યવાહી ની સમજ આપવામાં આવી ત્યારે પ્રમુખ અને કારોબારી ચેરમેન એ ચિફ ઓફિસર ને નિયમ મુજબ કાર્યવાહી કરવા ટકોર. કરી

Advertisement

જયારે બીજા મુદ્દો ગત કારોબારી ના ઠરાવો બહાલ રાખવાનો મુદ્દો જેમાં રૂ 25 લાખ ની જિલ્લા આયોજન મંડળ ની ગ્રાંટ ને લઈ સતા વિપક્ષ ના સભ્યો નારાજગી વ્યક્ત કરી જિલ્લા આયોજન મંડળ ની સમિતિ માં લઈ જવા જણાવેલ જેમાં ઈજનેર વૈભવ આચાર્ય ને સામાન્ય સભામાં માં બોલાવી સતાપક્ષ સભ્યો પ્રશ્ન નો મારો ચલાવ્યો હતો અને ગ્રાંટ ને લઈ વોર્ડ નં ૬ ના સભ્ય યોગેશ ઠાકોર દ્વારા ઈજનેર વૈભવ આચાર્ય ની કાર્ય પધ્ધતિ ને લઈ સખત નારાજગી જતાવી જણાવેલ કે અઢી વર્ષ માં વોર્ડ નં ૬ કેટલી ગ્રાંટ વાપરી છે તેમ જણાવતા ઇજનેર વૈભવ આચાર્ય પગ ના અંગુઠા થી જમીન ખોતરતા થઇ ગયા અને જવાબ આપી શકયા નથી ત્યારે નગરપાલિકા માં વૈભવ આચાર્ય નો દબદબો જોવા મળ્યો હતો એક સમયે શાંત મનાતા સભા ના પ્રમુખ એમ.એચ. પટેલે પણ ઈજનેર વૈભવ આચાર્ય ને કોઈ પણ નગરસેવક સાથે સભ્યો ને શાંતિ પૂર્વક જવાબ આપવા અને ઉધ્ધત જવાબો બંધ કરવા કડક શબ્દો માં ચિમકી આપી હતી

Advertisement

આ પ્રશ્ન વખતે જ વોર્ડ નં ૨ ભાજપાના નગરસેવિકા ડોકટર શહેનાઝ બેને કારોબારી ચેરમેન અને પ્રમુખ ને સોનેશ્વર પાર્ક ના પાણી ને લઈ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને બ બ્બે વખત પાણી ની લાઈન ની માપણી કરવામાં આવી છે અને પાણી નો પ્રશ્ન વહેલી તકે ઉગ્ર સ્વરે ઉકેલવા રજૂઆત કરી ત્યારે વોર્ડ નં ૨ અન્ય સભ્યો એ પણ શુર પુરાવેલ જે પ્રશ્ન વહેલી તકે ઉકેલવા પ્રમુખ એમ.એચ. પટેલે ચિફ ઓફીસર નુ ધ્યાન દોરેલ નગરપાલિકાની સમાન્ય સભામાં નગરપાલિકાની જમીનોની બજાર કિંમત આકરયા બાદ કેટલીક સંસ્થા એ જમીન માંગી છે તેને આવનાર સામાન્ય સભામાં વિષય લાવવા વિપક્ષ સાથે સતાપક્ષ પણ સંમત થયેલ નગરપાલિકા દ્વારા પોતાની જમીન માં નવો શોપિંગ સેન્ટર બનાવવા માટે ડિઝાઇન બનાવા સંમત થયા સૌથી ચોંકાવનારી વાત એ હતી કે સરકાર દ્વારા નવી નગરપાલિકા બનાવવા ₹ ૨ કરોડ ની ગ્રાંટ આવેલ.છે જેમાં નવી નગરપાલિકાના નકશા થી નગરસેવકો સૌ અજાણ હોય નારાજગી વ્યક્ત કરી

નગરપાલિકા ની સામાન્ય સભા ચારે વાગ્યે શરૂ થયેલ જે રાત્રે પોણા આઠ વાગ્યા સુધી ચાલી હતી જેમાં કેટલાક સદસ્યો ઉભા થઈ જતાં રહેલા હતા નવી સોલાર લાઈટ ખરીદવા માટે એને પહેલા સ્મશાન , કબ્રસ્તાન અને બગીચામાં વાપરવા તમામ સભ્યો તૈયાર થયા પરંતુ નવી લાઈટ ખરીદવા માટે સતાપક્ષ ના સભ્યો એ પણ ટકોર કરી હતી નવી પાણી ની મોટરો જેમ પોર્ટલ પર થી જ ખરીદવા ના ચિફ ઓફીસર ના આગ્રહ ને કારણે સભ્યો એ તનાતની કરી હતી તેમજ લારી ગલ્લા ના મુદ્દે ચિફ ઓફીસર ને સતા આપી સભ્યો એ લારી ગલ્લા વાળા ઓ ને ખો આપતા સભ્યો સામે નારાજગી જોવા મળી છે

જેના પડધા આવનાર સમય માં જોવા મળશે શહેર ના ખાનગી રસ્તા ઓ સરકાર શ્રી ના ધારાધોરણો પ્રમાણે લેવા ના મુદ્દે પણ ચિફ ઓફિસર નો હઠાગ્રહ જોવા મળ્યો હતો ડભોઈ નગરપાલિકા ની સમાન્ય સભા અનેક વિવાદો વચ્ચે પુર્ણ થઈ હતી જેમાં ડભોઈ નગરપાલિકા માં સભ્યો કરતાં કર્મચારીઓ તાકાતવર પુરવાર થયા હતાં.

આ પણ  વાંચો- રાજકોટમાં ઢોંગી ભુવાએ પડાવ્યા રૂ.1.30 લાખ, વિજ્ઞાન જાથાએ કરી ફરિયાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.