Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દમણ-દીવમાં Monsoon Festival અંતર્ગત સાંસ્કૃતિક Parade નું આયોજન કરાયું

કેન્દ્રશાસિત પ્રદેશમાં “Monsoon Festival” નું આયોજન કરાયું સાંસ્કૃતિક Parade નું આયોજન સાંજે 6 વાગ્યાથી કરવામાં આવ્યું વિવિધ રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું Monsoon Festival 2024: ભારતએ તહેવારોની ભૂમિ છે. જ્યાં દર બીજા દિવસે વિવિધ તહેવારો ઉજવવામાં આવે...
09:50 PM Aug 17, 2024 IST | Aviraj Bagda
Monsoon Festival 2024

Monsoon Festival 2024: ભારતએ તહેવારોની ભૂમિ છે. જ્યાં દર બીજા દિવસે વિવિધ તહેવારો ઉજવવામાં આવે છે. તો હાલમાં, ભારતની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અને વરસાદ ઘણી બધી ખુશીઓ લાવે છે. આ વરસાદની સિઝનમાં વિવિધ પરંપરાગત તહેવારો ઉજવવામાં આવે છે જેમાં રથયાત્રા, રક્ષાબંધન, નારિયાલ પૂર્ણિમા, Monsoon Festival વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના માનનીય પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્વ હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશમાં “Monsoon Festival” નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉત્સવની શરૂઆત નિમિત્તે ભવ્ય Parade અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સાંસ્કૃતિક Paradeનું આયોજન સાંજે 6 વાગ્યાથી કરવામાં આવ્યું

આ સાંસ્કૃતિક Parade નું આયોજન નમો પથ, દેવકા સી ફ્રન્ટ ખાતે સાંજે 6 વાગ્યાથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં માનનીય પ્રશાસકના સલાહકાર અમિત સિંગલાજીનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત કોસ્ટ ગાર્ડ દ્વારા એર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ સમાજના કલાકારો, Western Cultural Arts Center ના કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. માનનીય પ્રશાસકના સલાહકાર અમિત સિંગલાના હસ્તે સાંસ્કૃતિક Parade ને લીલી ઝંડી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Bharuch: ધોરણ 12ની વિદ્યાર્થીની કોલકાતાની ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં ન થાય તે માટે અનોખો આંદોલન છેડ્યું

સાંસ્કૃતિક ડાન્સ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં હજારોની સંખ્યામાં દમણવાસીઓ અને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે આદિવાસી Dance, Road Show, Cartoon Character, Live music band, West Zone Culture Centre ના કલાકારો દ્વારા સાંસ્કૃતિક ડાન્સ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેણે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. આ પ્રસંગે દમણ અને આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકો ઉપસ્થિત રહી આ સાંસ્કૃતિક Parade નો ભાગ બન્યા હતાં. જેમાં સમાજના તમામ વર્ગના લોકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ સહિત પ્રવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વિવિધ રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે કેન્દ્રશાસિત પ્રદેશમાં Monsoon Festival અંતર્ગત 17 મી ઓગસ્ટથી 24 મી ઓગસ્ટ 2024 સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વિવિધ રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ ક્રમમાં દેવકા ગાર્ડનમાં પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના પ્રવાસીઓને આકર્ષવાના ઉદ્દેશ્યથી કેન્દ્રશાસિત પ્રદેશ પ્રવાસન વિભાગ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા દરમિયાન “Monsoon Festival” નું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ અમદાવાદના પ્રવાસે

Tags :
Cartoon CharacterDadaranagar HaveliDaman and DiuDanceGujarat FirstLive music bandMonsoon Festival 2024ROAD SHOWWest Zone Culture CentreWestern Cultural Arts Center
Next Article